Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ઈરાન અમેરિકા કરાર બાદ પણ ગાઝામાં હુમલા યથાવત

ઇઝરાયલી સૈનિકોએ પીળી રેખા પાર કરી અને રહેણાંક વિસ્તારોમાં ૯૭ વખત દરોડા પાડ્યા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૨૩ જૂન ૨૦૨૬ — ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ હાલ પૂરતું બંધ કરાયુ છે. પરંતુ ગાઝામાં હત્યાઓ યથાવત્‌ છે. ૧૦ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ જાહેર કરાયેલ યુદ્ધવિરામ પછી પણ, લગભગ દરરોજ તોપમારો ચાલુ રહે છે.

ઇઝરાયલી સેના અને હમાસ દ્વારા જાહેર કરાયેલા યુદ્ધવિરામ છતાં, ૯ જૂન, ૨૦૨૬ સુધી ૩૨૦૧થી વધુ યુદ્ધવિરામ ઉલ્લંઘન થયા છે. યુદ્ધવિરામના છેલ્લા ૨૪૩ દિવસમાંથી ૨૧૮ દિવસમાં ઇઝરાયલે ગાઝા પર હુમલો કર્યો છે.

ઇઝરાયલી સૈનિકોએ પીળી રેખા પાર કરી અને રહેણાંક વિસ્તારોમાં ૯૭ વખત દરોડા પાડ્યા હતા. જેમાં ૮૩ પેલેસ્ટિનિયનોની અટકાયત કરવામાં આવી હતી. ગાઝામાં કુલ ૧૧૦૯ બોમ્બમારા અને તોપમારા કરવામાં આવ્યા હતા. સાથે ૨૭૩ નાગરિક સંપત્તિનો વિનાશ કરવામાં આવ્યો હતો. ગાઝામાં સરકારી મીડિયા કાર્યાલયે ઇઝરાયલ પર માનવતાવાદી સહાયને અવરોધવાનો અને સમગ્ર વિસ્તારમાં ઘરો અને માળખાકીય સુવિધાઓનો નાશ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

ગાઝામાં બાળકોના મૃત્યુનો સિલસિલો અવિરત ચાલુ
૧. ૫ જૂને, ગાઝામાં ઇઝરાયલી હુમલામાં ૭ મહિનાના બાળકનું મોત થયું હતું.

૨. ૨૦ જૂને, ઇઝરાયલી હુમલામાં બે બાળકો સહિત છ લોકો માર્યા ગયા હતા.

૩. અત્યાર સુધીમાં, ગાઝામાં ૭૨,૯૯૧ લોકો માર્યા ગયા છે, જેમાં ૨૦,૧૭૯ બાળકોનો સમાવેશ થાય છે.

૪. યુદ્ધવિરામ છતાં, ગાઝામાંથી બાળકોના મૃત્યુના અહેવાલો બહાર આવી રહ્યા છે.

જ્યારે ઈઝરાયલ-અમેરિકન યુદ્ધ ઈરાન સાથે શરૂ થયું ત્યારે ગાઝાનું કવરેજ ઘટ્યું હતુ. પરિણામે, ત્યાં ઈઝરાયલી હુમલાઓમાં પેલેસ્ટિનિયનોના મૃત્યુના સમાચાર મોટાભાગે દબાવવામાં આવ્યા હતા. ૧૦ ઓક્ટોબરથી ૯ જૂન સુધીમાં ગાઝામાં બાળકો સહિત કુલ ૯૮૧ લોકો માર્યા ગયા હતા. વધુમાં, ૨૦ જૂનના રોજ ઈઝરાયલી હુમલામાં બે બાળકો સહિત છ લોકો માર્યા ગયા હતા. લગભગ બે અઠવાડિયા પહેલા, પશ્ચિમ કાંઠાના હેબ્રોન નજીક ઈઝરાયલી લશ્કરી ગોળીબારમાં સેમ ફહદ અબુ હૈકલ નામનો ૭ મહિનાનો છોકરો માર્યો ગયો હતો. ઇઝરાયલી સૈનિકો પર ગાઝામાં પરીક્ષા કેન્દ્ર તરફ જતી ૧૮ વર્ષની પેલેસ્ટિનિયન છોકરીને ગોળી મારવાનો પણ આરોપ હતો.

Related posts

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા છેલ્લી ઘડીએ મોટો વળાંક

Master Admin

ભારત અમારી પાસેથી ઓઇલ નહીં ખરીદે તેવું કોઈ નિવેદન નથી આપ્યું : રશિયા

Master Admin

અંધાધૂંધ ફાયરિંગથી હચમચી ઉઠ્યું મેક્સિકો

Master Admin

Leave a Comment

Translate »