Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અફઘાનિસ્તાનની પડખે ઉભુ રહ્યું !

નિર્દોષ બાળકો-મહિલાઓના મોત પર સવાલ

અફઘાનિસ્તાન માટે યુએનના ઉપ વિશેષ પ્રતિનિધિ જોર્જેટ ગેગ્નોને પણ આ સંઘર્ષને કારણે થતા આર્થિક નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૦ માર્ચ ૨૦૨૬ — ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અફઘાનિસ્તાન પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાની આકરી નિંદા કરી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે સોમવારે સુરક્ષા પરિષદમાં કહ્યું હતું કે, ‘એક તરફ આંતરરાષ્ટ્રીય કાયદા અને ઇસ્લામી એકતાની મોટી વાતો કરવી અને બીજી તરફ પવિત્ર રમઝાન માસમાં નિર્દોષ લોકો પર હવાઈ હુમલા કરવા તે પાકિસ્તાનનો દંભ અને પાખંડ છે. આ હુમલાઓમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોના મોત થયા છે, જે કોઈપણ દેશની સંપ્રભુતા અને યુએન ચાર્ટરનું સીધું ઉલ્લંઘન છે.’પી. હરીશે વધુમાં વિગત આપતા જણાવ્યું કે, ૬ માર્ચ, ૨૦૨૬ સુધીમાં થયેલા આ હુમલાઓમાં ૧૮૫ નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે, જેમાં ૫૫%થી વધુ મહિલાઓ અને બાળકો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ઇસ્લામાબાદ પોતે જ આતંકવાદી સંગઠનોનો ઉપયોગ પાડોશી દેશો પર હુમલા કરવા માટે કરે છે. ભારત તરફથી લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને ‘ધ રેઝિસ્ટન્સ ળન્ટ’ જેવા આતંકવાદી સંગઠનો સામે આંતરરાષ્ટ્રીય સમુદાયને એક થવા અપીલ કરવામાં આવી હતી. ખાસ કરીને એપ્રિલમાં પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે આતંકવાદ સામે સખત પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.અફઘાનિસ્તાન માટે યુએનના ઉપ વિશેષ પ્રતિનિધિ જોર્જેટ ગેગ્નોને પણ આ સંઘર્ષને કારણે થતા આર્થિક નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી છે. પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથેની તેની સરહદો બંધ કરી દેતા હવે વેપાર માટે માત્ર ઈરાનનો માર્ગ જ બચ્યો છે, પરંતુ ત્યાં પણ યુદ્ધ જેવી સ્થિતિને કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં મોટો વધારો થયો છે. સરહદો પર વધતી અસ્થિરતાને કારણે અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા અત્યંત નબળી પડી રહી છે, જે સમગ્ર દેશની સ્થિરતા માટે ખતરો બની રહી છે.

Related posts

સીરિયામાં આઇએસના ૧૫૦૦થી વધુ આતંકીઓ જેલમાંથી ભાગી ગયા

Master Admin

યુદ્ધ શરૂ કરશો તો ખતમ અમે કરીશું : ઈરાનનો ખુલ્લો પડકાર

Master Admin

ગલવાનમાં ભારત સાથે અથડામણ પછી ચીને પરમાણુ પરીક્ષણો કર્યા હતા

Master Admin

Leave a Comment

Translate »