Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

મહાશિવરાત્રીના મેળામાં ઉમટ્યું આસ્થાનું ઘોડાપુર

બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યો ગિરનાર

ભક્તિ, ભજન અને સેવાભાવના માહોલ વચ્ચે સાધુ-સંતોના દર્શન, ભક્તો માટે ભોજન-પાણીની વ્યવસ્થા

(સંપૂર્ણ સમાચાર સેવા)
જુનાગઢ, તા.૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬: જ્યાં શિવ અને જીવનું અનોખું મિલન થાય છે, તે ગરવા ગઢ ગિરનારની ગોદમાં લાખો શ્રદ્ધાળુઓ હર હર મહાદેવના જયકારો કરી રહ્યા છે. ૧૧ ફેબ્રુઆરીથી શરૂ થયેલો આ પાંચ દિવસીય મહામેળોમાં આસ્થાનું ઘોડાપુર ઉમટ્યું હતું. મિની કુંભ તરીકે ઓળખાતા મહાશિવરાત્રીના આ મહામેળામાં ભક્તિ, ભજન અને ભોજનનો અદ્ભુત સમન્વય જોવા મળી રહ્યો હતો.

૧૧ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. હાથમાં ત્રિશૂલ, હોઠ પર હર હર મહાદેવનો નાદ અને હૃદયમાં અખંડ શ્રદ્ધા દરેક ક્ષણ ભક્તિથી ભીંજાઈ છે, દરેક ચહેરા પર ભોળાનાથના દર્શનની આતુરતા ઝળહળી રહી છે.
આ મેળાનું હ્રદય હોય તો તે આ સાધુ-સંતો છે. વર્ષમાં માત્ર એકવાર દર્શન આપતા આ વિરક્ત મહાત્માઓ કોઈ વર્ષોથી એક પગ પર તપમાં લીન, કોઈ મૌન વ્રતથી સંસારથી પર જોવા મળે છે. ભગવાન શિવ પ્રત્યેની તેમની અડગ ભક્તિ ભક્તોને ચકિત કરી દે તેવી છે.

અહીં ભક્તિ સાથે સેવાનો પણ મહાયજ્ઞ ચાલી રહ્યો છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા હજારો ભક્તો માટે ભોજન, પાણી અને આરોગ્યની સુવિધા કરવામાં આવી છે. વહીવટી તંત્રની સુવ્યવસ્થિત તૈયારીઓથી મેળાનો રંગ દીપી ઉઠ્યો છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ભોળાનાથની ભક્તિમાં લીન જોવા મળ્યા.
તેમણે મેળાની વ્યવસ્થાનો તાગ મેળવ્યો હતો અને શિવ ભક્તોની સાથે નાયબ મુખ્યમંત્રી પણ શિવ ભક્તિમાં તલ્લીન થયા હતા. ગરવા ગઢ ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીનો આ મહામેળો માત્ર એક ઉત્સવ નથી, પરંતુ આત્માને અધ્યાત્મ સાથે જોડતો અદ્વિતીય અનુભવ છે.

Related posts

રામચરિતમાનસ સનાતન ધર્મનો અંતિમ ગ્રંથ છે.

Master Admin

ફાગણી પૂનમ મેળા: ડાકોર જતા માર્ગો પર ૨૫ ફેબ્રુઆરીથી ૪ માર્ચ સુધી ભારે વાહનો માટે ’નો-એન્ટ્રી’

Master Admin

બદ્રીનાથ ધામના દરવાજા ૨૩ એપ્રિલે ખોલવાનો નિર્ણય લેવાયો

Master Admin

Leave a Comment

Translate »