Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

રાજ ઠાકરેએ કલ્યાણ-ડોંબિવલીમાં એકનાથ શિંદે જૂથનું કર્યું સમર્થન

  • રાજ ઠાકરેએ ઉદ્ધવને આપ્યો ઝટકો
  • પ્રમોદ રાજુ પાટિલે શહેરના વિકાસ માટે જાહેરાત કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૧ જાન્યુઆરી ૨૦૨૬ – કલ્યાણ-ડોંબિવલી મહાનગર પાલિકામાં ચૂંટણી બાદ એક મહત્વનો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. સામાન્ય રીતે એકબીજાના વિરોધી મનાતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ આ વખતે શિવસેનાનું સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પાલિકામાં સત્તાની દ્રષ્ટિએ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

MNS ના પૂર્વ ધારાસભ્ય પ્રમોદ રાજુ પાટિલે પાર્ટીના પાંચ નગરસેવકો તરફથી શિવસેનાને (શિંદે જૂથ) સમર્થન આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ નિર્ણય શહેરના વિકાસને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો છે. આ પહેલા શિવસેનાના બધા ૫૩ નગરસેવકોએ નવી મુંબઈમાં સ્થિત કોંકણ વિભાગીય કમિશનર કાર્યાલય પહોંચ્યા, જ્યાં તેમણે પોતાના જૂથનું ઔપચારિક રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

આ દરમિયાન એમએનએસના પાંચ નગરસેવકોએ પણ પોતાની પ્રક્રિયા પૂરી કરી શિવસેનાનું સમર્થન આપવાની જાહેરાત કરી. તાજેતરમાં ૧૨૨ સભ્યોની પાલિકા ચૂંટણીમાં શિવસેના (શિંદે) મોટી પાર્ટી બની છે. શિવસેનાના ૫૩ નગરસેવકો અને એમએનએસના પાંચ નગરસેવકોના સમર્થનથી આ સંખ્યા હવે ૫૮ સુધી પહોંચી ગઈ છે.

સૂત્રો પ્રમાણે ઉદ્ધવ ઠાકરે જૂથના ૧૧માંથી કેટલાક નગરસેવકો પણ શિંદે જૂથની શિવસેનાના સંપર્કમાં છે. કલ્યાણ કોલસભા સાંસદ શ્રીકાંત શિંદેએ આ ઘટનાક્રમની પુષ્ટિ કરતા કહ્યુ કે મનસેએ શહેરના વિકાસને ધ્યાનમાં રાખતા શિવસેનાને સમર્થન આપ્યું છે. તેમણે તે પણ સ્પષ્ટ કર્યું કે શિવસેના અને ભાજપે મહાયુતિ હેઠળ પાલિકાની ચૂંટણી સાથે લડી હતી. શ્રીકાંત શિંદેએ કહ્યુ કે કેડીએમસીના મેયર મહાયુતિથી બનશે. પરંતુ મેયર પદને લઈને અંતિમ નિર્ણય નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણ મળીને લેશે.

ભાજપ તરફથી મેયર પદ માટે અઢી-અઢી વર્ષના કાર્યકાળની માગ વચ્ચે રાજકીય જાણકારોનું માનવું છે કે શિવસેના પોતાના દમ પર સરકાર બનાવવા કે ગઠબંધનમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. આવનારા દિવસોમાં કેડીએમસીની સત્તાનું ચિત્ર સ્પષ્ટ થવાની આશા છે.

Related posts

બિહાર ચૂંટણીના પરિણામોને પડકરાતી પ્રશાંત કિશોરની અરજી સુપ્રીમે ફગાવી

Master Admin

આદમ આદમી પાર્ટીને મોટો ઝટકો; રાજુ કરપડાનું રાજીનામું

Master Admin

યુપીમાં બંધ મકાનમાં ૫ લોકોના મૃતદેહ મળ્યાં

Master Admin
Translate »