Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બોલર નોર્મન ગિફોર્ડનું ૮૫ વર્ષની વયે નિધન

  • ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ૨૦૦૦થી વધુ વિકેટો લીધી
  • નોર્મન ગિફોર્ડ ઇંગ્લેન્ડ ક્રિકેટમાં લાંબા સમયથી કાર્યરત હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
લંડન, તા.૨૧ જાન્યુઆરી ૨૦૨૬ – ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે. ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ૨૨ જાન્યુઆરીથી ત્રણ મેચની ODI શ્રેણી શરૂ થવાની છે. આ મેચ પહેલા જ ક્રિકેટ જગત માટે દુઃખદ સમાચાર આવ્યા છે. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બોલર નોર્મન ગિફોર્ડનું ૮૫ વર્ષની વયે નિધન થયું છે. નોર્મન ગિફોર્ડ ઇંગ્લેન્ડ ક્રિકેટમાં લાંબા સમયથી કાર્યરત હતા. તેમણે ૧૯૬૪થી ૧૯૭૩ સુધી ઇંગ્લેન્ડ માટે ૧૫ ટેસ્ટ મેચ રમી હતી, જેમાં ૩૧.૦૯ની સરેરાશથી ૩૩ વિકેટ લીધી હતી. કરાચીમાં રમાયેલી પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં તેમણે ૫૫ રન આપીને ૫ વિકેટ લીધી હતી, જે તેમનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન હતું. ગિફોર્ડ ૧૯૬૪ અને ૧૯૬૫માં વોર્સેસ્ટરશાયરની કાઉન્ટી ચેમ્પિયનશિપ વિજેતા ટીમોના મુખ્ય સભ્ય હતા. બાદમાં તેમણે ૧૯૭૪માં ક્લબને ટાઇટલ અપાવ્યું અને ૧૯૭૧માં તેમની ત્રણ સન્ડે લીગ જીતમાંથી પ્રથમ જીત પણ અપાવી. તેમણે ૧૯૬૦ અને ૧૯૮૮ વચ્ચે વોર્સેસ્ટરશાયર અને વોરવિકશાયર માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમી, જેમાં ૨૦૬૮ વિકેટ લીધી. તેમને ૧૯૭૫માં વિઝડન ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા અને ૧૯૭૮માં ક્રિકેટમાં તેમની સેવાઓ માટે સ્મ્ઈ પ્રાપ્ત થયો. જોકે, તેમની કારકિર્દીમાં અણધાર્યો વળાંક આવ્યો જ્યારે ૪૪ વર્ષની ઉંમરે તેમને શારજાહમાં ૧૯૮૫ના રોથમેન્સ ફોર નેશન્સ કપમાં બે OD ઇંગ્લેન્ડની કેપ્ટનશીપ કરવાની તક આપવામાં આવી. આનાથી તેઓ OD ક્રિકેટમાં કેપ્ટનશીપ કરનાર સૌથી મોટી ઉંમરના ક્રિકેટર બન્યા, જે રેકોર્ડ તેમના નામે છે.

૪૪ વર્ષની ઉંમરે ડેબ્યૂ

નોર્મન ગિફોર્ડ – ૪૪ વર્ષ ૩૫૯ દિવસ (ઇંગ્લેન્ડ vs ઓસ્ટ્રેલિયા)
રાહુલ શર્મા – ૪૩ વર્ષ ૩૦૬ દિવસ (હોંગકોંગ vs બાંગ્લાદેશ)
મોહમ્મદ તૌકીર – ૪૩ વર્ષ ૩૬ દિવસ (યુએઈ vs ઝિમ્બાબ્વે)
તેમણે ૪૪ વર્ષ ૩૫૯ દિવસની ઉંમરે ઓસ્ટ્રેલિયા સામે કેપ્ટન તરીકે ODI ડેબ્યૂ કર્યું હતું. આનાથી તેઓ ODI ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી મોટી ઉંમરના ખેલાડી બન્યા. જોકે, તેમનો રેકોર્ડ પાછળથી નેધરલેન્ડ્‌સના નોલાન ક્લાર્કે ૪૭ વર્ષ ૨૪૦ દિવસની ઉંમરે તોડ્યો હતો.

ODI ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી મોટી ઉંમરના ખેલાડી
નોલાન ક્લાર્ક – ૪૭ વર્ષ ૨૪૦ દિવસ (૧૯૯૬)
નોર્મન ગિફોર્ડ – ૪૪ વર્ષ ૩૫૯ દિવસ (૧૯૮૫)
રાહુલ શર્મા – ૪૩ વર્ષ ૩૦૬ દિવસ (૨૦૦૪)

Related posts

23rd Usha National Athletics Championship for the Blind Kicks Off in Gujarat

Reporter1

Chennai Lions Go Big for Chinese Paddler Fan Siqi, Dabang Delhi Make Diya Chitale Top Indian Pick at IndianOil UTT Season 6 Auction

Reporter1

સિસિલિયન પ્રીમિયર લીગ 2026 નો ભવ્ય રીતે સમાપન

Master Admin
Translate »