Nirmal Metro Gujarati News
business

રેંટિયો તુવેરદાળની 90 વર્ષની સફળ યાત્રાની ભવ્ય ઉજવણી

 

ભારત ની આઝાદી પહેલા નવાપુરમાં સ્થપાયેલી રેંટિયો તુવેરદાળ બ્રાન્ડ આજે પણ લોકોની પહેલી પસંદ

નવાપુર ખાતે આવેલી ફેક્ટરીમાં રોજ 1200 થી 1300 મેટ્રિક ટન દાળનું ઉત્પાદન થાય છે

માત્ર મહારાષ્ટ્ર, ગુજરાત કે ભારત જ નહીં પણ વિદેશમાં પણ રેંટિયો તુવેરદાળ એક્સપોર્ટ થાય છે

તુવેરદાળ નું નામ પડે તો સૌથી પહેલા મોઢે એક જ બ્રાન્ડ નેમ આવે અને તે છે રેંટિયો તુવેરદાળ ! આજે રેંટિયો તુવેરદાળ બ્રાન્ડે તેની સફરના 90 વર્ષ પૂરા કર્યા છે અને આ માઇલ સ્ટોનની ભવ્ય ઉજવણી કરવા આવી રહી છે. આ અનેરા પ્રંસગે અમદાવાદની હોટલ હયાત વસ્ત્રાપુર ખાતે રવિવારે સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

આ અંગે રેંટિયો તુવેરદાળ ના સીઈઓ શ્રીમતી શીતલ વાણી ચોખાવાળાએ જણાવ્યું હતું કે રેંટિયો તુવેરદાળ બ્રાન્ડની શરૂઆત આઝાદી પહેલા અને ગુજરાત મહારાષ્ટ્રના ભાગલા પહેલા 1935માં ઉત્તર મહારાષ્ટ્રનો ભાગ કહેવાતા નવાપુર ખાતે થઈ હતી. દેશી તુવેર દાળ માટે ની વિશ્વાસ પાત્ર બ્રાન્ડ તરીકે રેંટિયો તુવેરદાળ લોકોમાં લોકપ્રિય રહી છે. ચાર પેઢીઓ થી લોકો રેંટિયો તુવેરદાળ નો આસ્વાદ માણી રહ્યા છે જે આ બ્રાન્ડ ની સફળતા દર્શાવે છે. આ વર્ષે રેંટિયો તુવેરદાળ બ્રાન્ડ 90 વર્ષ પૂર્ણ કરી રહી છે. ત્યારે કંપની દ્વારા આ માઇલ સ્ટોનની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત હોટલ હયાત ખાતે આજરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રેંટિયો બ્રાન્ડ સાથે જોડાયેલા ડિસ્ટ્રિબ્યુટર્સ, વ્યાપારી અને કેટલાક ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં રેંટિયોં તુવેરદાળ ની 90 વર્ષની સફર રજૂ કરવામાં આવી રહી છે.

Related posts

Rajhans Group Celebrates Milestone at Rajhans Evana as Sachin Tendulkar Honours First 10 Owners and Channel Partners

Reporter1

Reporter1

Globe Textiles’ Rs. 4,504 lakh Rights Issue subscribed 14.69% on Day 1

Reporter1
Translate »