Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

લોકસભા સ્પીકર પર કાગળ ફેંકનારા આઠ સાંસદ સસ્પેન્ડ

રાહુલ ગાંધીને બોલવા નહીં દેતા વિપક્ષ લાલઘૂમ

સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ પેપર ઉછાળનારા સભ્યોને બાકીના સત્રોમાંથી સસ્પેન્ડ કરવા માટેનો પ્રસ્તાવ આપ્યા બાદ તેને ધ્વનિમતથી પાસ કરવામાં આવ્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૩ ફેબ્રુઆરી ૨૦૨૬ — લોકસભામાં આજે બીજા દિવસે પણ ભારે હંગામો ચાલી રહ્યો છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સંસદમાં બોલતા અટકાવવાના વિરોધમાં વિપક્ષના કેટલાક સાંસદો નારાજ થયા હતા અને તેઓએ પીઠાસીન અધિકારી દિલીપ સૈકિયા તરફ કાગળો ફેંક્યા હતા. જેને લઈને વિપક્ષના આઠ સાંસદોને બજેટ સત્રમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. હોબાળાના કારણે આજે લોકસભામાં સતત ત્રણ વખત કાર્યવાહી અટકાવી પડી હતી. ત્યારબાદ ત્રણ વાગે ચોથી વખત કાર્યવાહી શરુ કરવામાં આવી ત્યારે વિપક્ષના સભ્યો તરફથી પીઠાસીન અધિકારી તરફ પેપર ઉછાળવામાં આવ્યા હતા, જેને લઈને વિપક્ષના આઠ સભ્યોને બજેટ સત્રની કામગીરીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે.

સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ પેપર ઉછાળનારા સભ્યોને બાકીના સત્રોમાંથી સસ્પેન્ડ કરવા માટેનો પ્રસ્તાવ આપ્યા બાદ તેને ધ્વનિમતથી પાસ કરવામાં આવ્યો છે. પ્રસ્તાવ પસાર થયા છતાં વિપક્ષના સભ્યોએ તેમના પર કાગળો ફેંક્યા હતા.
વિપક્ષના સભ્યોની હરકતથી લોકસભામાં હોબાળો મચી ગયો છે. ત્યારબાદ પીઠાસીન અધિકારીએ નિયમ-૩૭૪ હેઠળ સાંસદો મણિકમ ટેગોર, ગુરજીત ઔજલા, રાજા વડિંગ, હિબી ઈડન, કિરણ રેડ્ડી અને વેંકટ રમનને બાકીના સત્રમાં સસ્પેન્ડ કરી દીધા છે.ઉલ્લેખનીય છે કે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે સતત બીજા દિવસે સંસદમાં ભાષણ આપી શક્યા નહીં. તેઓ લોકસભામાં ડોકલામ તથા ચીનની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવવા માંગતા હતા. રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન આજે સતત બીજા દિવસે ભારે હોબાળો ચાલી રહ્યો છે. રાહુલ બાદ સમાજવાદી પાર્ટી, તૃમણુલ કોંગ્રેસ પાર્ટી અને અન્ય વિપક્ષની પાર્ટીઓના સાંસદોએ બોલવાનો ઇન્કાર કરી દીધો હતો. સાંસદો રાહુલ ગાંધીના સમર્થનમાં આવી ગયા હતા અને પેપરો ઉછાળ્યા હતા. કે રાહુલ ગાંધીને લોકસભામાં બોલતા અટકાવવા સાથે સ્પીકરે આગામી વક્તાઓના નામ જાહેર કર્યા હતા. સમાજવાદી પાર્ટી, ટીએમસી અને અન્ય વિપક્ષી પક્ષોના સાંસદોએ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો. ભારે હોબાળો થયો હતો. વિપક્ષી સાંસદો રાહુલ ગાંધીના સમર્થનમાં વેલમાં ધસી ગયા હતા અને સ્પીકરની ખુરશી તરફ કાગળો પણ ફેંક્યા હતા. હોબાળાથી કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી અને સ્પીકર કૃષ્ણ પ્રસાદ તેન્નેટીએ ગૃહને બપોરે ૩ વાગ્યા સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.

વિપક્ષનો આરોપ છે કે તેમને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર બોલતા અટકાવવામાં આવી રહ્યા છે, જ્યારે શાસક પક્ષ તેને લોકશાહીનું અપમાન ગણાવે છે.

Related posts

રાઘવ ચઢ્ઢા સહિતના કેટલાક સાંસદોએ કર્યો પક્ષપલટો, આપ છોડી વિધિવત ભાજપમાં સામેલ

Master Admin

અમદાવાદના અપક્ષ ઉમેદવારનો મતદારોએ ભાંડો ફોડી નાખ્યોે!

Master Admin

નવા મંત્રીમંડળનું સમીકરણ: મણિપુરમાં ફરી ભાજપ સરકાર બનાવવા હલચલ તેજ

Master Admin

Leave a Comment

Translate »