Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જૂની ફોર્મ્યુલા પર કરશે કામ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો પ્લાન

૬૦ થી વધુ વર્ષના ઉમેદવારોને ચૂંટણી માટે ટિકિટ નહિ અપાય : આ ઉપરાંત રિપીટ થિયરી પણ નહિ અપનાવાય

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬: હવે તમામ પક્ષોની નજર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર છે. ગુજરાત, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના પાસાં મજબૂત કરી રહી છે. ત્યારે ટિકિટ મેળવવા માટે ભાજપમાં અત્યારથી જ આંટાફેરા શરૂ થઈ ગયા છે. આવામાં ભાજપે પણ નક્કી કરી લીધું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જૂની ફોરમ્યુલા લાગુ કરવામાં આવશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ મેળવવા માંગતા દાવેદારો અત્યારથી જ સક્રિય થઈ ગયા છે.

કેટલાય નેતાઓએ ભાજપના અત્યારથી કમલમના આંટાફેરા શરૂ કરી દીધા છે. ત્યારે ભાજપે ટિકિટ ફાળવવામાં નક્કી કરી લીધું છે કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ પોતાની જૂની ફોરમ્યુલાને જ વળગી રહેશે.

ભાજપના આંતરિક સૂત્રોનું કહેવું છે કે, ભાજપ જૂની ફોરમ્યુલાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે. જેમાં સિનિયર નેતાઓને તક નહિ મળે. એટલે કે, ૬૦ થી વધુ વર્ષના ઉમેદવારોને ચૂંટણી માટે ટિકિટ નહિ અપાય. આ ઉપરાંત રિપીટ થિયરી પણ નહિ અપનાવાય. જેમ કે, બેથી વધુવાર કોર્પોરેટર કે તાલુકા-જિલ્લા પંચાયતના સદસ્ય ચૂંટાયા હોય તેઓને ફરીથી ટિકિટ નહિ મળે.
ભાજપ નવા ચહેરાઓને પ્રાધાન્ય આપશે. આ સાથે જ ગુનાહિત રેકોર્ડ ધરાવતી વ્યક્તિઓે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાન નહિ મળે.

આમ, ભાજપ પક્ષના ધોરણેના આધારે ઉમેદવારોની પસંદગી કરશે. તેથી જે લોકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માંગતા હોય તેઓએ ભાજપના આ નિયમોનું પાલન કરવુ પડશે.

Related posts

૩૦ મેં થી ૨ જૂન સુધી થન્ડર સ્ટોમ સાથે વરસાદ પડશે

Master Admin

ભાજપના એક સમયના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવના પુત્રી કોંગ્રેસમાં જોડાયા

Master Admin

ગુજરાતની સહકારી મંડળીઓની ચૂંટણી આગામી ૬ મહિના સુધી સ્થગિત કરાઈ

Master Admin

Leave a Comment

Translate »