Nirmal Metro Gujarati News
article

સ્વતંત્રતા દિવસે મીડિયા અને પીઆર પરિવાર માટે કવિ સમ્મેલન યોજાયો

 

કવિ સમ્મેલનમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના ખ્યાતનામ કવિઓએ પોતાની કવિતાઓ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કર્યા

શહેરના આશ્રમ રોડ ખાતે આવેલાં એચ.કે. હોલમાં સ્વતંત્રતા દિવસના રોજ શુક્રવારે બપોરે 2.30 વાગ્યાથી ગીત-સંગીત અને હિન્દી હાસ્ય કવિ સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેજેન્દ્ર ગ્રુપના ડાયરેક્ટર તેજેન્દ્ર સિંહ, ઇશા રિયલ એસ્ટેટ ડેવલોપર્સના એમડી મહેશ સિંહ કુશવાહ, પંજાબ નેશનલ બેંકના એજીએમ જગદીશચંદ્ર ગુપ્તા, ડીજીએમ શૈલેષ જોષી, પંકિત ઇંડસ્ટ્રીઝના એમડી ધીરેન સોમકુંવર, ઝેડ કેયર વેલનેસ કંપનીના ડાયરેક્ટર ડૉ. હર્ષ મૌર્ય સહિત વિવિધ મીડિયાના પત્રકારો તથા પીઆર કંપનીના લોકો પરિવાર સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમની મજા માણી હતી. આ અંગે કાર્યક્રમના સંયોજક રાજકુમાર ભક્કડે જણાવ્યું કે, કાર્યક્રમની શરૂઆત ફાફગુલ્લા ટીમના ગાયકો દ્વારા કરવામાં આવી હતી. જેમાં શુભોજિત સેન, વિક્કી અંબવાની, દીપ ચૌહાન અને કોમલ બારોટ સહિતના કલાકારોએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. ત્યારબાદ કૃષ્ણ કુમાર સરલ (હાસ્ય, લખનૌ, ઉત્તર પ્રદેશ), મોનિકા હઠીલા (ભુજ, ગુજરાત), જગદીશ ગુર્જર (પૈરોડીકાર, શાજાપુર, મધ્યપ્રદેશ), ગિરીશ ઠાકુર દબંગ (હાસ્ય, અમદાવાદ), રાજેશ લોટપોટ (હાસ્ય, ઝાલાવાડ, રાજસ્થાન), કુસુમ સોની અગ્નિ (વીર રસ, અમદાવાદ) અને મન કુમારે (હાસ્ય, અમદાવાદ) કાવ્ય પાઠ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે , અમદાવાદમાં પહેલી વાર પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, વેબ ન્યૂઝ, વેબ પોર્ટલ તથા મીડિયાજગત અને પબ્લિક રિલેશનશીપના પરિવારજનો માટે ગીત સંગીત અને હિન્દી હાસ્ય કવિ સમ્મેલન યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફલ બનાવવા માટે દીપક કાપડિયા, ભાવસાર મૌલિક, વિક્કી શાહ સહિત, ડ્રીમ ફાઉન્ડેશન, જોય એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, પીર પરાઈ ફાઉન્ડેશન સહિત સ્વંય સેવકોએ સરાહનીય ભૂમિકા નિભાવી હતી.

Related posts

આત્મલિંગ સત્ય,ગોકર્ણ પ્રેમ અને ભદ્રકાલી કરુણા છે.

Reporter1

ત્રિભુવનીય ગ્રંથનો પાઠ કરતી વખતે આંખમાં આંસુ આવી જાય તો એ ગ્રંથાભિષેક છે

Reporter1

Grand fashion show organized in Jaipur….

Reporter1
Translate »