Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

અંધાધૂંધ ફાયરિંગથી હચમચી ઉઠ્યું મેક્સિકો

૩ મહિલા, એક બાળક સહિત ૧૦ના મોત

ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કર્યો છે અને સૈંકડો પરિવારોને ઘર છોડવાની ફરજ પડી રહી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
મેક્સિકો, તા.૧૮ મે ૨૦૨૬ — મેક્સિકોના પૂર્વ-મધ્ય રાજ્ય પુએબ્લામાં ગેંગ હિંસાની વધુ એક ભયાનક ઘટના સામે આવી છે. તેહુઇટિ્‌ઝંગો શહેરમાં સશસ્ત્ર બંદૂકધારીઓએ હુમલો કરતાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે. મૃતકોમાં છ પુરુષો, ત્રણ મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે.

આ હુમલાએ સમગ્ર વિસ્તારમાં ડર અને અસુરક્ષાનો માહોલ ઉભો કરી દીધો છે. સ્થાનિક લોકોમાં ભારે ભય ફેલાયો છે અને ઘણા પરિવારો સુરક્ષિત સ્થળોની શોધમાં પોતાના ઘરો છોડવા મજબૂર બન્યા છે.

પુએબ્લા જાહેર સુરક્ષા એજન્સીના નિવેદન અનુસાર, રવિવારે થયેલી આ ગોળીબારની ઘટનાની ફેડરલ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, હજુ સુધી કોઈ શંકાસ્પદ વ્યક્તિ અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને તપાસ એજન્સીઓ દરેક દિશામાં તપાસ કરી રહી છે. સ્થાનિક અધિકારીઓએ પણ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.

આ પહેલા પણ પુએબ્લા રાજ્યમાં અનેક હિંસક ઘટનાઓ બની ચૂકી છે. ફેબ્રુઆરી મહિનામાં હુએહુએટલાન એલ ગ્રાન્ડે શહેરમાં છ લોકોની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ થોડા જ દિવસોમાં પુએબ્લાની રાજધાનીમાં એક વાહન પર હુમલો થયો હતો, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. સતત વધી રહેલી આ ગેંગ હિંસા હવે સમગ્ર મધ્ય મેક્સિકો માટે ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે. લોકોમાં સુરક્ષાને લઈને ભય વધતો જઈ રહ્યો છે.

અહેવાલો મુજબ, તાજેતરના મહિનાઓમાં મધ્ય મેક્સિકોમાં કાર્ટેલ અને ગેંગ હિંસામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ હિંસાના કારણે અંદાજે ૮૦૦ થી ૧,૦૦૦ પરિવારોને પોતાનું ઘર છોડવું પડ્યું છે. ઘણા લોકો સુરક્ષિત વિસ્તારોમાં સ્થળાંતર કરી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે રાત્રિના સમયે ગોળીબાર અને હુમલાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે, જેના કારણે લોકો સામાન્ય જીવન જીવી શકતા નથી.

Related posts

પીએમ મોદીએ ઈઝરાયલની સંસદમાં ગુજરાતના રાજવીનો કર્યો ઉલ્લેખ

Master Admin

સાઉદી અરેબિયા, જુબૈલ તેલ ભંડારમાં ભીષણ ધડાકો, ખાડી દેશોમાં વધ્યો તણાવ

Master Admin

અમેરિકામાં ભીષણ વિન્ટર સ્ટોર્મમાં ૧૨ના મોતઃ ૨૦ કરોડથી વધુ લોકોને અસર

Master Admin

1 comment

Ethan1386 May 18, 2026 at 11:52 pm Reply

Leave a Comment

Translate »