Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

અમદાવાદના કાંકરિયામાં પથ્થરના ઘા ઝીંકી મંગેતરે યુવતીનો જીવ લીધો

અમદાવાદના કાંકરિયામાં સરાજાહેર હત્યા

પ્રાથમિક દ્રષ્ટિએ શંકાને આધારે આ હત્યા કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે : પોલીસ

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ — અમદાવાદના કાંકરિયા વિસ્તારમાંથી ફરી એકવાર ચોંકાવનારી હત્યાના અહેવાલ સામે આવ્યા છે. અહીં મણિનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં કાંકરિયાના ગેટ નંબર ૭ની નજીકમાં એક યુવતીની પથ્થરોના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યાનુસાર આ હત્યા યુવતીના મંગેતર દ્વારા જ કરાઈ હોવાનો ખુલાસો થયો છે. આ હત્યાનો બનાવ મોડી રાતે બન્યો હતો. જ્યાં કાંકરિયાના ગેટ નંબર ૭ પાસે ફલકનાઝ પઠાણ નામની યુવતીની તેના જ મંગેતર મોહમ્મદ આવેશ પઠાણે હત્યા કરી નાખી હતી. પ્રાથમિક તપાસ મુજબ, બંને વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી અને ઉશ્કેરાયેલા આવેશે રસ્તા પર પડેલા એક પથ્થરના બ્લોક વડે વડે ફલકનાઝ પર હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસ અધિકારીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ શંકાને આધારે આ હત્યા કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. જોકે, સાચું કારણ આરોપીની પૂછપરછ અને તપાસ બાદ જ સામે આવશે. હાલમાં મણિનગર પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Related posts

શહેરમાં આગ લાગવાથી લોકોની ૪૪૦ કરોડની મિલકત સ્વાહા થયાનો દાવો

Master Admin

અમદાવાદના થલતેજમાં યુવતીએ પ્રેમીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો

Master Admin

પલસાણામાં ૧૦ કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, મૈસૂરમાં ચાલતી ફેક્ટરીનો પર્દાફાશ

Master Admin

Leave a Comment

Translate »