Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

અમદાવાદના થલતેજમાં યુવતીએ પ્રેમીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો

SG હાઈવેની જાણીતી હોટેલમાં વેઈટર હતી

યુવતીએ ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬: અમદાવાદના પોશ ગણાતા એસ.જી. હાઈવે નજીક આવેલી જાણીતી હોટલમાં વેઈટર તરીકે કામ કરતી એક યુવતીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. થલતેજના અંબિકા નગરમાં ભાડાના મકાનમાં રહેતી આ યુવતીએ પોતાના જ સહકર્મચારી અને પ્રેમીના ત્રાસથી કંટાળી આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, મૂળ પશ્ચિમ બંગાળની વતની યુવતી છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદમાં એકલી રહીને એસ.જી. હાઈવે પર રાજપથ ક્લબ પાસેની હોટલમાં વેઈટર તરીકે નોકરી કરતી હતી. બે દિવસ પહેલા તેણે પોતાના ઘરે આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા જ કચ્છના ગાંધીધામથી તેના ભાઈ અને સગા-સંબંધીઓ અમદાવાદ દોડી આવ્યા હતા. મૃતક યુવતીના ભાઈએ જ્યારે તેની બહેનનો મોબાઈલ તપાસ્યો, ત્યારે ઉરટ્ઠંજછ ચેટમાં પ્રેમ પ્રકરણ અને માનસિક ત્રાસની ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવતી તેની સાથે જ હોટલમાં નોકરી કરતા અસદઅલી શેખ નામના યુવક સાથે પ્રેમમાં હતી. અસદઅલી યુવતીને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાનું ચેટ પરથી સ્પષ્ટ થયું હતું. આ સતત થઈ રહેલા ઉત્પીડનથી કંટાળીને આખરે યુવતીએ અંતિમ પગલું ભરી લીધું હતું. ઘટનાની જાણ થતા જ બોડકદેવ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યા બાદ, મૃતકના ભાઈની ફરિયાદ અને મોબાઈલના પુરાવાઓને આધારે પોલીસે આરોપી અસદઅલી શેખ સામે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે મોબાઈલ ફોન કબજે કરી ફોરેન્સિક તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે અને આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યાં છે.

Related posts

રિક્ષામાં ૧૧૦ કિલો ગાંજાની હેરાફેરી કરનાર આરોપીને ૧૫ વર્ષની સખત કેદ

Master Admin

શહેરના ૩ લાખ લોકો પાસે LPG-PNG ડબલ કનેક્શન

Master Admin

અમદાવાદના નારણપુરામાં વહેલી સવારે સિલિન્ડર બ્લાસ્ટ

Master Admin

Leave a Comment

Translate »