Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

અમદાવાદમાં ઓછું મતદાન કોને ફાયદો કરાવશે અને કોનું નુકસાન થશે?

નવરંગપુરા નિરસ, ગોમતીપુરા અગ્રેસર

આ વર્ષે મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં સૌથી વધુ મતદાન થયું છે, જે અમદાવાદના પરિણામોમાં મોટા બદલાવ લાવશે તેવું લાગે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૭ એપ્રિલ ૨૦૨૬ — અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે થયેલા મતદાનના આખરી આંકડા સામે આવી ગયા છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૫૧.૮૧ ટકા મતદાન નોંધાયું છે. આંકડા પ્રમાણે, મુસ્લિમ બાહુલ્ય ધરાવતા અન્ય વોર્ડમાં પણ મોટા પ્રમાણમાં મતદાન નોંધાયું છે. અમદાવાદના ૪૮ વોર્ડ પૈકીના ગોમતીપુર વોર્ડમાં સૌથી વધુ ૭૦.૪૩ ટકા મતદાન સૌથી વધુ મતદાન નોંધાયું છે. બીજા નંબરે બહેરામપુરા વોર્ડમાં ૬૭.૯૫ ટકા મતદાન નોંધાયું છે. તો ત્રીજા નંબરે દરિયાપુર વોર્ડમાં ૬૬.૬૮ ટકા મતદાન નોંધાયું છે. ત્યારે અમદાવાદમાં પોશ કહેતા નવરંગપુરા વોર્ડમાં સૌથી ઓછું ૪૧.૩૧ ટકા મતદાન નોંધાયું છે.

સૌથી વધુ મતદાનઃ ગોમતીપુર વોર્ડ (૭૦.૪૩ %)
સૌથી ઓછું મતદાનઃ નવરંગપુરા વોર્ડ (૪૧.૩૧%)
બહેરામપુરામાં મતદાન ૬૭.૯૫ %
દરિયાપુરમાં મતદાન ૬૬.૬૮ %

અમદાવાદ પાલિકાની ચૂંટણીમાં મુસ્લિમ બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં જંગી મતદાન નોંધાયું છે, જે ચૂંટણીના પરિણામોમાં મોટો ઉલટફેર લાવી શકે છે. ભાજપના ઓછા પ્રભુત્વવાળી એવી બેઠકો ગોમતીપુર, મકતમપુરા, બહેરામપુરા, દરીયાપુર, શાહપુર, જમાલપુર, ખાડીયા અને લાંભામાં ૬૦ ટકાથી વધુ મતદાન થયું છે. જે અમદાવાદ પાલિકાની ચૂંટણીમાં મોટા બદલાવ લાવી શકે છે.

અમદાવાદમાં મતદાન ઘટવાનું મોટું કારણ કાળઝાળ ગરમી કહી શકાય. અસહ્ય ગરમી હોવાને કારણે અનેક મતદારોએ રવિવાર હોવા છતાં મતદાન કરવામાં નિરસતા દાખવી. તો બીજું કારણ એ કહી શકાય કે, લાંબા સમયથી શહેરની ખરાબ પરિસ્થિતિથી કંટાળેલા ઉદાસીન મતદારોએ મતદાન કરવાનું ટાળ્યું હોઈ શકે. બીજી તરફ, શ્રીમંત અને શિક્ષિત વિસ્તારોમાં મતદાનની નિરસતા જોવા મળી. નવરંગપુરા, બોડકદેવ, જોધપુરમાં ઓછું મતદાન નોંધાયું. જે બતાવે છે કે, શ્રીમંત અને શિક્ષિતો નાગરિક ધર્મ બજાવવામાં ઉદાસીન રહ્યાં.

બીજું મોટું કારણ એ પણ છે કે, કેટલાક વિસ્તારો મોટા હોવાથી ઉમેદવારો દરેક સોસાયટી, દરેક શેરી, કે મહોલ્લામાં સંપર્ક કરી શક્તા નથી. કેટલાક વિસ્તારોમાં મતદાર યાદીની સ્લીપ સુદ્ધા પહોંચી ન હતી. તો કેટલાક વિસ્તારોમાં મતદારોને ખબર જ ન હતી કે, તેમના ઉમેદવારો કોણ છે ને કોને મત આપવો. ન તો નાગરિકોને ઉમેદવારોના નામ કે ચહેરા પરિચિત હતા. આ કારણે પણ મતદાન ઓછું રહ્યું હોઈ શકે છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં કુલ મતદાનની ટકાવારી મુજબ…

રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓમા સરેરાશ ૪૮.૫૫ ટકા મતદાન
રાજ્યની ૮૪ નગરપાલિકાઓમાં ૫૮.૧૨ ટકા મતદાન
રાજ્યની ૩૪ જિલ્લા પંચાયતમાં સરેરાશ ૬૦.૬૧ ટકા મતદાન
રાજ્યની ૨૬૦ તાલુકા પંચાયતમાં સરેરાશ ૬૧.૧૬ ટકા મતદાન

આંકડા બતાવે છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વર્ષે બમ્પર મતદાન થયું છે. ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૧ ની સરખામણી માં મતદાનના આંકડામાં વધારો થયો છે. ગત વખતની વર્ષ ૨૦૨૧ ની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની મતદાનની ટકાવારીના આંકડાઓ મુજબ, રાજ્યની મહાનગરપાલિકાઓમા સરેરાશ ૪૩.૬૮ ટકા મતદાન થયું હતું. રાજ્યની નગરપાલિકાઓમાં ૫૯.૦૫ ટકા મતદાન થયું હતું. રાજ્યની જિલ્લા પંચાયતમાં સરેરાશ ૬૬.૬૮ ટકા મતદાન થયું હતું. રાજ્યની તાલુકા પંચાયતમાં સરેરાશ ૬૬.૮૪ ટકા મતદાન થયું હતું.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૧૨૦ બેઠકો માટે ૫૯.૩૨ ટકા મતદાન નોંધાયું. ૪૮૪ ઉમેદવારોનું ભાવી ઈફસ્માં સીલ થયું છે, જેનું પરિણામ આવતીકાલે આવશે. જોકે, આંકડા મુજબ, વર્ષ ૨૦૨૧ કરતા સુરત પાલિકામાં ૧૨.૧૮ ટકા મતદાન વધારે, પરંતુ આ ચૂંટણીમાં ૮૧ હજાર મતદારો ઘટયા. સૌથી વધુ વોર્ડ નં. ૨૫ (આંજણા-ડુભાલ) માં ૭૩.૨૩ ટકા અને સૌથી ઓછુ વોર્ડ નં. ૧૦ (અડાજણ-પાલ-ઇચ્છાપોર) માં ૫૧.૩૬ ટકા મતદાન થયું. સુરત પાલિકાની ચૂંટણીમાં ૨૪.૭૬ લાખ મતદારોમાંથી કુલ ૧૪.૬૮ લાખ લોકોએ મતદાન કર્યું.

Related posts

કોંગ્રેસને મોટો ઝટકો: આસામના પૂર્વ પ્રમુખ ભૂપેન બોરા ભાજપમાં જોડાયા

Master Admin

રાજકોટમાં ઇન્ડિયા ટી વોકેથોનને શાનદાર સફળતા

Master Admin

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે ‘નેશનલ લેવલ મૂટ કોર્ટ કોમ્પિટિશન-2026’ નો ભવ્ય પ્રારંભ

Master Admin

Leave a Comment

Translate »