Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

અમદાવાદમાં પોલીસ જવાન નશાની હાલતમાં ઝડપાયો

લોકોએ નશેડી પોલીસ જવાનની ૧૧૨માં જાણ કરી

ટક્કર મારનાર પોલીસ હોવાથી લોકો ગુસ્સે ભરાયા હતા. તેમણે પોલીસની બરોબરની સર્વિસ કરી હતી તેના પછી તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૩ માર્ચ ૨૦૨૬ — અમદાવાદમાં પોલીસ જવાન નશા ની હાલતમાં ઝડપાયો છે. કણભામાં પોલીસ જવાન નશાની હાલતમાં ઝડપાયો છે. નશામાં ધૂત પોલીસ જવાને ફૂડ સ્ટોલને ટક્કર મારી હતી. લોકોએ નશેડી પોલીસ જવાનની ૧૧૨માં જાણ કરી હતી. કણભા પોલીસે ફક્ત અરજી કરીને સંતોષ માન્યો હતો. હવે કાયદાનો ભંગ કરનારા આ પોલીસ જવાન સામે શું ખરેખર કાર્યવાહી થશે ખરી. આવું કોઈ સામાન્ય વ્યક્તિથી થયું હોત તો અત્યાર સુધીમાં તો પોલીસે તેની હાલત ખરાબ કરી નાખી હોત.

અમદાવાદ રૂરલમાં પોલીસ જવાન નશાની સ્થિતિમાં ઝડપાયો હતો. તેણે નશામાં વાહન ચલાવી ફૂડ સ્ટોલને ટક્કર મારી હતી. સદનસીબે તેનું વાહન બીજા કોઈને ટક્કર ન મારી શકતા ત્યાં અટકી ગયુ હતુ, જો આમ થયું ન હોત તો જાનહાનિ સર્જાઈ શકી હોત. સ્થાનિકોએ આના પગલે પોલીસ જવાનને પકડ્યો હતો અને તેની બરોબરની સર્વિસ કરી હતી. તેના પછી તેને કણભા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત પોલીસ દળ “શી ટીમ” વિવાદમાં ફસાઈ ગઈ હતી. શી ટીમ વાહનના આઉટસોર્સ્ડ ડ્રાઇવરે દારૂ પીધેલી હાલતમાં વાહન પરનો કાબુ ગુમાવ્યો અને તેને ડિવાઇડર પર ચઢાવી દીધું. અકસ્માત બાદ જ્યારે લોકો તપાસ માટે ભેગા થયા, ત્યારે વાહનમાંથી દારૂની ચોથા ભાગની બોટલ મળી આવતા હોબાળો મચી ગયો. પોલીસે આઉટસોર્સ્ડ ડ્રાઇવર સામે ગુનો દાખલ કર્યો છે, તેની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તાર રાત્રે ૧૦ઃ૦૦ વાગ્યાની આસપાસમાં ભવાની ચોક પાસે, પોલીસ વાહનના ડ્રાઇવરે બેદરકારીપૂર્વક વાહન ચલાવ્યું અને ડિવાઇડર પર ચઢાવી દીધું હતું. અકસ્માત બાદ, પસાર થતા લોકોનું ટોળું એકઠું થઈ ગયું. ડ્રાઇવર હજુ પણ અંદર હતો, અને જ્યારે વાહનની તપાસ કરવામાં આવી ત્યારે લાલ દારૂની બોટલ મળી આવી.

ભીડ એકઠી થતાં, નિકોલ પોલીસને ઘટનાની જાણ થઈ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી. ડ્રાઇવર નશામાં હતો અને તેણે અકસ્માત સર્જ્‌યો હોવાનું જાણ્યા બાદ પોલીસે સ્થાનિક લોકોને ઘટનાસ્થળેથી દૂર કર્યા. સ્થાનિક લોકોએ પોલીસ વાહનના ડ્રાઇવરને નશાની હાલતમાં પકડી લીધો હતો અને તેનું વીડિયો બનાવ્યા હતા. આ મામલે નિકોલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

અમદાવાદમાં કેન્દ્રના સ્માર્ટ સિટી મિશન હેઠળ એક પણ નવા કામ મંજૂર ન થયા

Master Admin

ચેટીચંદ મહોત્સવ 2026: મણીનગરમાં ભવ્ય કાર્યક્રમો સાથે ઉજવણી પૂર્ણ

Master Admin

રોકાણની સામે ૧૦ ટકા વળતરની લાલચમાં ચાંદખેડાના વૃદ્ધે રૂપિયા ૩૦ લાખ ગુમાવ્યા

Master Admin

Leave a Comment

Translate »