Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

અમદાવાદમાં ફ્લેટમાં ચાલતા વિદેશી પ્રાણીઓના ગેરકાયદે બ્રીડિંગનો પર્દાફાશ

લાખોની કિંમતના દુર્લભ જીવો જપ્ત

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નવરંગપુરાના રાવલભાઈ એપાર્ટમેન્ટમાં દરોડા પાડીને રેકેટને ઝડપી પાડ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧ ફેબ્રુઆરી ૨૦૨૬ – અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નવરંગપુરાના રાવલભાઈ એપાર્ટમેન્ટમાં દરોડા પાડી એક મકાનમાં ગેરકાયદેસર રીતે ચાલતા વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓના મોટા બ્રીડિંગ અને વેચાણના રેકેટને ઝડપી પાડ્યું છે. આ સાથે પોલીસ દ્વારા વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓને જપ્ત પણ કરવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે, પોલીસના દરોડા દરમિયાન મકાનમાંથી વિવિધ પ્રજાતિના મોંઘા અને દુર્લભ જીવો મળી આવ્યા છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડા દરમિયાન અત્યંત દુર્લભ રેડ હેન્ડ ટેમરીન વાંદરાનું બચ્ચું, ૭ પર્સિયન કેટ અને તેના બચ્ચાં, ૧૪ નાના-મોટા હૅમ્સ્ટર, ૧૮ મીની લોપ સસલા અને ૯ લેધર લેબ ડોફ જેવા પ્રાણીઓ ઝપડ્યા છે.

આ સાથે પક્ષીઓમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત ધરાવતા ૬ આફ્રિકન ગ્રે પેરોટ, ૫ બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ, ૩ એક્લેક્ટસ પેરોટ, ૪ સન કોનીપોર, ૨ ગાલા કોકાટુ, ૧ સલ્ફર કોકાટુ તેમજ મોટી સંખ્યામાં આફ્રિકન લવ બર્ડ્‌સ, કોનીયોર્સ, કોકાટીલ, બજરીગર અને ફેનીપીક મળી આવ્યા છે.

આરોપીએ રજૂ કરેલા પરિવેશ પોર્ટલના ડોક્યુમેન્ટ શંકાસ્પદ જણાતા હવે છસ્ઝ્ર, વન વિભાગ અને કસ્ટમ્સ વિભાગ સંયુક્ત તપાસ હાથ ધરશે. રહેણાંક મકાનમાં વ્યવસાયિક સંવર્ધન કરવાથી સ્થાનિકોમાં ઝૂનોટિક રોગો ફેલાવવાનું ગંભીર જોખમ ઊભું થયું છે. આ મામલે આંતરરાષ્ટ્રીય વન્યજીવ વ્યાપારના નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહીની તૈયારીઓ કરવામાં આવી છે.

Related posts

રોટરી સ્કાયલાઇન જ્યુપિટર દ્વારા 1,000થી વધુ રોપાઓનું વાવેતર; આ રોટરી વર્ષ માં 10,000+ રોપાઓ વાવવાનો સંકલ્પ

Master Admin

કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ

Master Admin

વકીલે સોપારી આપી છરીના ૬ ઘા ઝીંકાવ્યા, ચાર આરોપીની ધરપકડ

Master Admin

Leave a Comment

Translate »