Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

અમદાવાદ એરપોર્ટ પર ૬.૮ કિલો હેરોઇન ઝડપાયું

સાબુના બોક્સમાં પેક કરી લાવ્યો હતો મુસાફર

મલેશિયાથી અમદાવાદ આવતો એક વ્યક્તિ પ્રતિબંધિત હેરોઇન લાવ્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬: અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર માદક પદાર્થ લાવનાર એક વ્યક્તિ ઝડપાયો છે. મલેશિયાથી અમદાવાદ આવતો એક વ્યક્તિ પ્રતિબંધિત હેરોઇન લાવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટને મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ પર ૬.૮ કિલો હેરોઇન સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. એર એશિયા ફ્લાઇટ નંબર છદ્ભ-૯૧દ્વારા કુઆલાંલપુરથી આવતા એક પુરૂષને અટકાવી તપાસ કરતા હેરોઇન મળી આવ્યું હતું.

એરપોર્ટ પર મુસાફરની તપાસ કરતા પ્રતિબંધિત માદક પદાર્થના ૨૯ પેકેટ મળી આવ્યા હતા. આ હેરોઇન ૬.૮ કિલો હોવાનું સામે આવ્યું છે. આ માદક દ્રવ્યો કુદરતી સાબુ અને હર્બલ સાબુના બારના રૂપમાં છુપાવવામાં આવ્યું હતું. જેમાં સાબુના પેકેજિંગ બોક્સમાં પેક કરવામાં આવ્યા હતા. આ ફ્લાઇટ મલેશિયાની રાજધાની કુઆલાલંપુરથી અમદાવાદ આવી હતી. આ વ્યક્તિએ હેરોઇન ઝડપાય નહીં તે માટે ચાંદીના વરખ અને કાર્બન પેપરમાં લપેડ્યા હતા. તપાસમાં આ બોક્સમાં હેરોઇન હોવાનું સામે આવ્યું હતું. કુલ ૩૬ સાબુના કદના બોક્સ અને ૩ સફેદ કવરમાં છુપાવેલું ૬.૮ કિલો શંકાસ્પદ હેરોઇન દ્ગડ્ઢઁજી એક્ટ હેઠળ જપ્ત કરી મુસાફરની ધરપકડ કરવામાં આવી છે.

Related posts

ભંગારના બહાને કેશની હેરાફેરી કરતા બેંક કર્મી-સાગરીતોના CCTV મળ્યા

Master Admin

મ્યુનિ. કોર્પો.ની આવાસ યોજનાના ૨૦૦ લાભાર્થીને મકાન પરત લેવાની નોટિસ

Master Admin

નરોડામાં સોસાયટીના કમિટી મેમ્બરના ત્રાસથી કંટાળીને યુવકનો આપઘાત

Master Admin

Leave a Comment

Translate »