Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

અમેરિકાએ ઈઝરાયલ સાથે મળી ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર હુમલો કર્યો

હુમલા બાદ ઈરાનની સૈન્ય પાંખ IRGC એ વળતો પ્રહાર કરવાની જાહેરાત કરી

વળતા હુમલાની ભીતિને પગલે ઈરાને ઔદ્યોગિક વિસ્તારોની ૧ કિમીની ત્રિજ્યામાં રહેતા નાગરિકોને ઘર ખાલી કરવા આદેશ આપ્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૮ માર્ચ ૨૦૨૬ — મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાનના સરકારી મીડિયાના દાવા મુજબ, ઈરાનના અત્યંત સંવેદનશીલ ગણાતા ખૌંદાબ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર અમેરિકા અને ઇઝરાયલ દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં હેવી-વોટર રિએક્ટર અને યલોકેક પ્રોડક્શન પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યા છે.ઈરાનના અત્યંત સંવેદનશીલ ગણાતા ‘ખૌંદાબ’ ન્યુક્લિયર પ્લાન્ટ પર ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં હેવી-વોટર રિએક્ટરને મુખ્ય નિશાન બનાવવામાં આવ્યું છે.યુરેનિયમ યુનિટ ધ્વસ્તઆ હુમલામાં પરમાણુ બોમ્બ બનાવવા માટે વપરાતા ‘યલોકેક’ પ્રોડક્શન પ્લાન્ટ પર ૧૦ થી વધુ બોમ્બ ઝીંકવામાં આવ્યા છે. હુમલા બાદ પ્લાન્ટની આસપાસ કાળો ધુમાડો જોવા મળ્યો હતો, જોકે રેડિયેશનના કોઈ સંકેત મળ્યા નથી. હુમલા બાદ ઈરાનની સૈન્ય પાંખ IRGC એ વળતો પ્રહાર કરવાની જાહેરાત કરી છે. ઈરાને અમેરિકા અને ઇઝરાયલ સાથે જોડાયેલા ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓને તાત્કાલિક ઓફિસ છોડી દેવા માટે અલ્ટીમેટમ આપ્યું છે.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ૧૦ દિવસ માટે હુમલા રોકવાની (સીઝફાયર) વાત કરી હતી, પરંતુ આ જાહેરાત વચ્ચે જ પરમાણુ પ્લાન્ટ પર થયેલા હુમલાએ સમગ્ર વિશ્વમાં આશ્ચર્ય અને તણાવ વધારી દીધો છે.વળતા હુમલાની ભીતિને પગલે ઈરાને ઔદ્યોગિક વિસ્તારોની ૧ કિમીની ત્રિજ્યામાં રહેતા નાગરિકોને ઘર ખાલી કરવા આદેશ આપ્યો છે. મધ્ય પૂર્વમાં હવે ગમે ત્યારે મોટું યુદ્ધ ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાી છે.

Related posts

કતારના LNG પ્લાન્ટમાં બ્લાસ્ટઃ ૧૨ ભારતીયોના મોત, ૬૬ ઈજાગ્રસ્ત

Master Admin

૧૪૩૦ લોકોના મોત વચ્ચે વેનેઝુએલામાં ફરી ભૂકંપ

Master Admin

ટ્રમ્પે કરેલી ભૂલની સજા હવે આખું વિશ્વ ભોગવશે?

Master Admin

Leave a Comment

Translate »