Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

અમેરિકાના ઈતિહાસમાં દવા કિંમતમાં સૌથી મોટો ઘટાડોઃ ટ્રમ્પ

કોલેસ્ટ્રોલની મહિનાની દવા ૫૩૭ ડોલરના બદલે હવે માત્ર ૨૨૫ ડોલરમાં મળશે

વિશ્વના બ્રાન્ડેડ દવા બજારમાં ૮૦ ટકા હિસ્સો ધરાવતી ૧૭ મોટી કંપનીઓએ અમેરિકાના દર્દીઓને વિશ્વમાં સૌથી વધી નીચા ભાવે દવા આપવા સંમતિ દર્શાવી

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ટન, તા.૨૫ એપ્રિલ ૨૦૨૬ — યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વની અગ્રણી ફાર્મા કંપનીઓ સાથે કરાર કર્યા છે અને તેના કારણે અમેરિકાના ઈતિહાસમાં દવાની કિંમતમાં સૌથી વધુ કાપ મૂકાવાની અને વિશ્વમાં સૌથી વધુ સસ્તી દવા યુએસમાં મળવાનો દાવો કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, અગ્રણી ફાર્મા કંપનીઓ પૈકીની એક રીજેનેરોને ‘મોસ્ટ ફેવર્ડ નેશન પ્રાઈઝ’ સાથે યુએસને દવાઓ આપવા સંમતિ બતાવી છે. અગાઉ કોઈએ ક્યારેય નહીં જોયું હોય તેવા સ્તરે દવાની કિંમતો પહોંચી જશે. વિશ્વના બ્રાન્ડેડ દવા બજારમાં ૮૦ ટકા હિસ્સો ધરાવતી ૧૭ મોટી કંપનીઓએ અમેરિકાના દર્દીઓને વિશ્વમાં સૌથી વધી નીચા ભાવે દવા આપવા સંમતિ દર્શાવી છે. ટ્રમ્પે દલીલ કરી હતી કે, અમેરિકન્સે વર્ષો સુધી દવાની ઊંચી કિંમતો ચૂકવી છે. દાયકાઓ સુધી અમેરિકન્સને ઊંચા ભાવે દવા ખરીદવાની ફરજ પડી હતી. હવે આ સ્થિતિ બદલાશે તેવી પુષ્ટિ આપતાં હેલ્થ સેક્રેટરી રોબર્ડ એફ કેનેડી જુનિયરે કહ્યું હતું કે, વિશ્વની ૪.૨ ટકા વસતી અમેરિકામાં છે, પરંતુ ફાર્માસ્યુટિકલ બિઝનેસને ૭૫ ટકા નફો અમેરિકામાં મળે છે.દવા નીતિ સંદર્ભે ટ્રમ્પની પ્રશંસા કરતા સેન્ટર ફોર મેડિકેર એન્ડ મેડિકેઈડ સર્વિસીસના એડમિનિસ્ટ્રેટરે કહ્યું હતું કે, પોલિસીમાં એફોર્ડેબિલિટીને કેન્દ્ર સ્થાને રખાઈ છે. મોંઘી દવાઓના કારણે ત્રણમાંથી એક અમેરિકનના ખિસ્સા ખાલી થઈ જાય છે. આ કરારથી કોલેસ્ટ્રોલની મહિનાની દવા ૫૩૭ ડોલરના બદલે માત્ર ૨૨૫ ડોલરમાં મળશે. વેઈટ લોસની દવાની કિંમત ૧,૩૫૦ ડોલરથી ઘટીને ૧૯૯ ડોલર થઈ જશે. અમેરિકાને સૌથી વધુ સસ્તા દરે દવા આપવાના કરાર બાબતે રીજેનેરોના સીઈઓ લીઓનાર્ડ શ્લેઈફરે સ્પષ્ટતા કરી હતી કે, આ કરાર માટે કોઈ દબાણ થયું નથી, પરંતુ દવાની કિંમતો ઘટાડીને તેઓ ખુશ છે.

Related posts

અમેરિકા અને ઈઝરાયેલ સાથેનું યુદ્ધ ગમે ત્યારે ફરી શરૂ થઈ શકે : ઈરાન

Master Admin

મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર

Master Admin

કતારના LNG પ્લાન્ટમાં બ્લાસ્ટઃ ૧૨ ભારતીયોના મોત, ૬૬ ઈજાગ્રસ્ત

Master Admin

1 comment

Elizabeth4955 April 26, 2026 at 7:45 pm Reply

Leave a Comment

Translate »