Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ઈરાને અમેરિકાની નેવી ફ્લીટ પર ફેંક્યા બોમ્બ, ૨૧ સૈનિકોના મોત

ઈરાન વધુ ઘાતક બન્યું

ઈરાનનું કહેવું છે કે હુમલો અમેરિકાની અને ઇઝરાયલની સંયુક્ત કાર્યવાહી ઓપરેશન એપિક ફ્યુરીનો જવાબ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
તેહરાન, તા.૮ માર્ચ ૨૦૨૬ –– ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ શાંત થતું દેખાઈ રહ્યું નથી, હવે તે વધુ ઉગ્ર બની ગયું છે. ઈરાનના સશસ્ત્ર દળોએ દાવો કર્યો છે કે તેમણે બહેરીનમાં આવેલી અમેરિકાની ફિફ્થ નેવી ફ્લીટને નિશાન બનાવી છે. ઈરાનના દાવા મુજબ આ હુમલામાં ૨૧ અમેરિકન સૈનિકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે વિસ્તારમાં તણાવ વધી રહ્યો હતો અને અમેરિકન નેવી તથા ઈરાની સૈન્ય વચ્ચે અથડામણ થઈ હતી. હુમલાના સમયે અનેક સૈન્ય મથકો અને કેમ્પસને નિશાન બનાવાયા હતા, જેના કારણે ઈરાનના સૈનિકોને ભારે નુકસાન થયું.

ઈરાને બહેરીનની રાજધાની મનામાના જુફૈર વિસ્તારમાં આવેલી યુનાઇટેડ સ્ટેટ્‌સ નેવી ફિફ્થ ફ્લીટના મુખ્ય મથક પર તાજેતરમાં હુમલો કર્યો છે. ઈરાની મીડિયા દ્વારા એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં હુમલા પછી ત્યાં આગ લાગેલી દેખાય છે. અમેરિકાની આ ફિફ્થ ફ્લીટ નેવલ સપોર્ટ એક્ટિવિટી બહેરીનમાં આવેલી છે અને મધ્ય પૂર્વમાં અમેરિકાની સૌથી મહત્વપૂર્ણ સૈન્ય હાજરી માનવામાં આવે છે.

હવે જાણો અમેરિકાની ફિફ્થ ફ્લીટ વિશે
આ નેવી ફ્લીટ લગભગ ૨૫ લાખ ચોરસ માઈલ દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરે છે. તેમાં પર્શિયન ગલ્ફ, રેડ સી અને અરબ સાગરનો સમાવેશ થાય છે. મુખ્ય કામ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતી વેપાર અને તેલ સપ્લાયને સુરક્ષિત રાખવું અને આંતરરાષ્ટ્રીય વેપારી જહાજોની સુરક્ષા કરવી છે. આ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગોમાંથી એક છે, જ્યાંથી વિશ્વના મોટા ભાગના તેલની હેરફેર થાય છે. સામાન્ય રીતે આ ફ્લીટમાં ૮૦૦૦થી વધુ નેવી સૈનિકો તૈનાત હોય છે, અનેક યુદ્ધપોત, એરક્રાફ્ટ કેરિયર, પનડુબ્બી અને ડ્રોન સિસ્ટમ્સ પણ સામેલ છે. ફિફ્થ ફ્લીટ કમ્બાઈન્ડ મેરિટાઈમ ફોર્સિસ નામના ૪૦થી વધુ દેશોના દરિયાઈ ગઠબંધન સાથે મળીને પણ કામ કરે છે. તેનો ઉદ્દેશ દરિયાઈ ડાકૂઓને રોકવા, આતંકવાદ સામે લડવું અને વેપારી જહાજોની સુરક્ષા કરવી છે.

૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ૈંઇય્ઝ્રએ બેલિસ્ટિક મિસાઈલ અને શાહેદ-૧૩૬ ડ્રોનથી અહીં હુમલો કર્યો હતો. સેટેલાઈટ તસવીરો અને વીડિયો મુજબ બેઝમાંથી કાળો ધુમાડો ઉઠતો જોવા મળ્યો હતો. રિપોર્ટ અનુસાર, આ હુમલામાં રડાર સિસ્ટમ, સર્વિસ બિલ્ડિંગ અને સેટેલાઈટ કમ્યુનિકેશન સાધનોને ભારે નુકસાન થયું હતું. અમેરિકન અધિકારીઓએ કહ્યું હતું કે હુમલાના સમયે સૈનિકો બંકરમાં હતા. વિસ્તારમાં વધતા તણાવ વચ્ચે ઓછામાં ઓછા ત્રણ અમેરિકન સૈનિકોના મોતની પુષ્ટિ થઈ હતી, જોકે બહેરીન બેઝ પર મોતની કોઈ પુષ્ટિ થઈ નથી.

ઈરાનનું કહેવું છે કે આ હુમલો અમેરિકાની અને ઇઝરાયલની સંયુક્ત કાર્યવાહી ઓપરેશન એપિક ફ્યુરીનો જવાબ છે. ઈરાનના જણાવ્યા મુજબ, આ ઓપરેશનમાં તેમના ઘણા વરિષ્ઠ નેતાઓને નિશાન બનાવાયા હતા. હુમલાથી પહેલાં પણ અમેરિકાએ વિસ્તારમાં પોતાની નેવીની તૈનાતી વધારી દીધી હતી. રિપોર્ટ અનુસાર, તૈનાત અમેરિકન નેવી ફ્લીટનો લગભગ એક તૃતીયાંશ ભાગ ઈરાનને રોકવા માટે આ વિસ્તારમાં મુકાયો હતો.

Related posts

હોર્મુઝમાં ફસાયેલા તમામ ૨૨ ભારતીય જહાજો સુરક્ષિત

Master Admin

અમેરિકી વર્ચસ્વનો અંત, જૂનો દોર હવે ક્યારેય પાછો નહીં આવે

Master Admin

શુક્રવારે ઈરાનની સાથે શાંતિ મંત્રણાની શક્યતા

Master Admin

Leave a Comment

Translate »