Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ઓઈલ ક્યાંથી ખરીદવું એ અમે નક્કી કરીશું : વિદેશ મંત્રી જયશંકર

ભારત-અમેરિકા ટ્રેડ ડિલ બાદ જયશંકરનું મોટું નિવેદન

વિપક્ષ પણ સરકાર પાસેથી સ્પષ્ટીકરણ માગી રહ્યું હતું પણ વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લીને કહી દીધું છે કે કોઈના પ્રેશરમાં અમે આવવાના નથી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬: અમેરિકા સાથે ટ્રેડ ડીલ થયા બાદ દાવો કરવામાં આવતો હતો કે ભારત અમેરિકાના પ્રેશરમાં આવી ગયું છે અને હવે રશિયા પાસેથી ઓઈલ ખરીદશે નહીં. વિપક્ષ પણ સરકાર પાસેથી સ્પષ્ટીકરણ માગી રહ્યું હતું. પણ વિદેશ મંત્રી એસ. જયશંકરે ખુલ્લીને કહી દીધું છે કે કોઈના પ્રેશરમાં અમે આવવાના નથી. મ્યૂનિખ સિક્યોરિટી કોન્ફરન્સમાં દિલ્હી ડિસાઈડ્‌સ વિષય પર ચર્ચા કરતા જયશંકરે સ્પષ્ટ કહી દીધું કે ભારત પોતાની ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે ઓઈલ ક્યાંથી ખરીદશે, તેનો નિર્ણય ખાલી ભારત કરશે. ભારતના નેશનલ ઇન્ટરેસ્ટમાં જે હશે, તેના આધાર પર નિર્ણય થશે.

ભારત-અમેરિકા ટ્રેડ ડીલના સમયે અમેરિકા તરફથી કહેવાતું હતું કે ભારતે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરી રહ્યું છે, એટલા માટે ટેરિફને ૫૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરી દીધો છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર, આ છૂટની પાછળ અમેરિકાની એક શરત હતી કે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરે અને વેનેઝુએલા જેવા અન્ય સ્ત્રોત તરફ વળે. તેના પર જયશંકરે મ્યૂનિખમાં દહાડતા કહ્યું કે, ભારતની ઓઈલ કંપનીઓ, પછી તે સરકારી હોય કે ખાનગી. બજારનો માહોલ જોઈને નિર્ણય લે છે. અમારી પ્રાથમિકતા અમારી એનર્જી સિક્યોરિટી છે અને અમે અમારી સ્ટ્રેટેજિક ઓટોનોમી બનાવી રાખીશું.

આ નિવેદનને એટલા માટે મોટું માનવામાં આવે છે કે, કેમ કે ભારત-અમેરિકા ટ્રેડ ડીલની તરત બાદ આવ્યું છે. મોટા ભાગે જ્યારે બે દેશ વેપાર ડીલ કરે છે, તો માનવામાં આવે છે કે તેઓ એકબીજાની રાજકીય શરતો માનશે. પણ જયશંકરે ટ્રેડ ડીલને હનીમૂન પીરિયડમાં સ્પષ્ટ કરી દીધું છે કે વેપાર પોતાની જગ્યાએ છે અને અમારી આઝાદ વિદેશ નીતિ પોતાની જગ્યાએ.

તેનો સીધો મતલબ એ છે કે રણનીતિક સ્વાયત્તતા એટલે કે ભારત પોતાના નિર્ણય ખુદ લેશે, કોઈ સુપરપાવરના પ્રેશરમાં આવીને નહીં. જયશંકર કહી રહ્યા છે કે જો રશિયા પાસેથી ઓઈલ ખરીદવું અમારા દેશના હિતમાં હશે તો અમે ખરીદીશું. અમે કોઈ એક જૂથના સ્થાયી પૂંછડિયા નહીં બનીએ. અહેવાલો અનુસાર, મ્યુનિક સુરક્ષા પરિષદમાં જર્મન નેતા જોહાન વાડેફુલ સાથેની ચર્ચા દરમિયાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે, અમે વ્યૂહાત્મક સ્વાયત્તતા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. તે અમારા ઇતિહાસ અને વિકાસનો અભિન્ન ભાગ છે. રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનો નિર્ણય કોઈ રાજકીય વલણ નથી, પરંતુ બજારની જરૂરિયાત છે. ભારતની ઓઈલ કંપનીઓ ઉપલબ્ધતા, ખર્ચ અને જોખમોને ધ્યાનમાં રાખીને વ્યાપારી નિર્ણયો લે છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે યુરોપિયન દેશોને આડેહાથ લેતા કહ્યું કે જે રીતે યુરોપની કંપનીઓ પોતાના હિતો જુએ છે, તેવી જ રીતે ભારતીય કંપનીઓ પણ કાર્ય કરે છે. ભારત હાલમાં રશિયા પાસેથી તેની કુલ જરૂરિયાતનું લગભગ ૩૫ ટકા ઓઈલ ખરીદે છે, જ્યારે અમેરિકા પાસેથી ખરીદીમાં પણ વધારો કરીને તેને ૧૦ ટકા સુધી લઈ જવામાં આવી છે. આ દર્શાવે છે કે ભારત પોતાના ઉર્જા સ્ત્રોતોનું વૈવિધ્યકરણ કરી રહ્યું છે.

તાજેતરમાં અમેરિકાએ ભારતીય સામાન પરના ટેરિફને ૫૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કર્યાં છે. આ દરમિયાન યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ દાવો કર્યો હતો કે ભારતે રશિયા પાસેથી વધારાનું ક્રૂડ ઓઈલ ન ખરીદવાની પ્રતિબદ્ધતા આપી છે.
જો કે, એસ. જયશંકરે મ્યુનિકમાં સ્પષ્ટ કર્યું કે, ભારત કોઈ એક સ્ત્રોત પર નિર્ભર નથી અને વિવિધ દેશોમાંથી ઓઈલની ખરીદી કરે છે. જો પશ્ચિમી દેશોના વિચારો સાથે ભારતના નિર્ણયો મેળ ન ખાતા હોય, તો પણ ભારત પોતાના હિતમાં સ્વતંત્ર નિર્ણયો લેવાનું ચાલુ રાખશે.

ગયા વર્ષે ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયન ઓઈલના મુદ્દે ભારત પર લાદેલા ૨૫ ટકા વધારાના ટેરિફને હટાવવો એ બંને દેશોના વેપારી સંબંધોનો ભાગ છે, કોઈ શરત નહીં.

Related posts

ઈરાન યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

Master Admin

ઈન્સ્ટામાંથી એનક્રિપ્શન હટતાં ૩૦૦ કરોડ યુઝર્સની પ્રાઈવસી જોખમમાં

Master Admin

સેન્ટ્રલ સ્ક્વેર ફાઉન્ડેશનનો ભારત સર્વે ફોર એડટેક રિપોર્ટ ગુજરાતમાં શાળાએ જતા બાળકો અને શિક્ષકોમાં ડિજિટલ ઍક્સેસ અને એડટેકના ઉપયોગ અંગે આંતરદૃષ્ટિ જાહેર કરે છે.

Master Admin

Leave a Comment

Translate »