Nirmal Metro Gujarati News
business

ઓફફશોર બેટિંગ અને રિયાલ્ટી એએસસીઆઈ એન્યુઅલ કમ્પ્લેઈન્ટ્સ રિપોર્ટ 2024-25માં સૌથી વધુ ઉલ્લંઘન કરનાર ક્ષેત્ર તરીકે ઊભરી

 

આવ્યાં:ગ્રાહકો દ્વારા સંકેત આપેલી નિયમભંગ કરનારી જાહેરાતોમાં 83 ટકાનો ઉછાળો

● 56 ટકા જાહેરાતો ગેરમાર્ગે દોરનારી જોઈ, 47.5 ટકાએ હાનિકારક પ્રોડક્ટો અથવા સ્થિતિઓને પ્રમોટ કરી.

 

● એએસસીઆઈએ સરેરાશ ફરિયાદ ટર્નઅરાઉન્ડ સમયમાં 46 ટકાનો ઘટાડો નોંધાવ્યો, જે હવે 16 દિવસનો થઈ ગયો છે.

 

મુંબઈ, 2025:ધ એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (એએસસીઆઈ) દ્વારા વર્ષ 2024-25 માટે તેનો વાર્ષિક ફરિયાદ અહેવાલ જારી કર્યો છે. ગત એક વર્ષમાં એએસસીઆઈ દ્વારા 9599 ફરિયાદો તપાસી અને 7199 જાહેરાતોની સ્ક્રુટિની કરી, જેમાંથી 98 ટકા જાહેરાતોમાં અમુક સ્વરૂપની સુધારણા આવશ્યક હોવાનું જણાયું હતું.

આ વર્ષે ઓફફશોર બેટિંગ સૌથી વધુ ઉલ્લંઘન કરનાર ક્ષેત્ર તરીકે ઊભરી આવ્યું, જેણે સર્વ કેસમાં 43 ટકા યોગદાન આપ્યું છે, જે પછી રિયાલ્ટી (24.9 ટકા), પર્સનલ કેર (5.7 ટકા), હેલ્થકેર (5.23 ટકા) અને ખાદ્ય તથા પીણાં (4.69 ટકા)નો સમાવેશ થતો હતો. પ્રક્રિયા કરાયેલી જાહેરાતોમાં 14 ટકા યોગદાન ઈન્ફ્લુએન્સરના ઉલ્લંઘનનું હતું. કુલ 3347 જાહેરાતો એવી શ્રેણીની હતી, જેને કાયદા દ્વારા જાહેરાત કરવાન પર સંપૂર્ણ બંધી હતી. આમાં 3081 જાહેરાતો ઓફફશોર અનધિકૃત બેટિંગ મંચો સંબંધની હતી, જેમાં આવાં મંચોને પ્રમોટ કરનારા ઈન્ફ્લુએન્સર સંબંધમાં 318 જાહેરાતોનો સમાવેશ થતો હતો. 233 જાહેરાતોએ ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટનું ઉલ્લંઘન કર્યું હતું, 21 જાહેરાતોએ શરાબની બ્રાન્ડ્સને પ્રમોટ કરી હતી અને 12 જાહેરાતો અનધિકૃત ફોરેક્સ ટ્રેડિંગ એપ્સ દ્વારા પ્રમોટ કરવામાં આવી હતી, જે આરબીઆઈ દ્વારા પ્રતિબંધિત હતી.

એએસસીઆઈ દ્વારા તપાસવામાં આવેલી 1015 ઈન્ફ્લુએન્સર જાહેરાતોમાં 98 ટકામાં સુધારણા આવશ્યક હોવાનું જણાયું હતું. 121 ઉલ્લંઘન લિંકેડિન પર શોધી કઢાયા હતા, જ્યાં વ્યાવસાયિકો પેઈડ પાર્ટનરશિપ જાહેર કરવામાં નિષ્ફળ ગયા હોવાથી એએસસીઆઈએ મંચ પર પારદર્શકતાની ખાતરી રાખવા માટે લક્ષ્યની એડવાઈઝરી જારી કરી હતી.

પ્રક્રિયા કરાયેલી જાહેરાતમાંથી 89 ટકા એએસસીઆઈના પૂર્વસક્રિય કાર્યમાંથી આવી હતી અને બાકી 11 ટકા ફરિયાદો બહારી સ્રોતોમાંથી પ્રાપ્ત થઈ હતી. એએસસીઆઈએ પ્રક્રિયા કરેલી 650 જાહેરાતો સામાન્ય જનતાએ ધ્યાન દોરેલી હતી, જે ગત વર્ષની તુલનામાં 83.5 ટકા વધારો દર્શાવે છે. વર્ષોનાં વહાણાં સાથે નોંધ અનુસાર ડિજિટલ અમારી ફરિયાદની પ્રક્રિયામાં આગળ રહી હતી, જેમાં 94.4 ટકા મિડિયમમાંથી પ્રક્રિયા કરાયેલી જાહેરાતો, 2.6 ટકા ટેલિવિઝન અને 2.4 ટકા પ્રિંટમાં જાહેરાતોનો સમાવેશ થતો હતો. એએસસીઆઈ દ્વારા ગ્રાહકો દ્વારા સંકેત આપેલા ઉલ્લંઘનોનો મામલો ઉઠાવવા માટે સોશિયલ મિડિયા ટેગ્સની સક્રિય રીતે દેખરેખ કરી હતી. જનતાની ફરિયાદોમાં વધારો ગ્રાહક જાગૃતિ વધી રહી છે અને એએસસીઆઈની ફરિયાદ યંત્રણામાં ભરોસો વધી રહ્યો છે તે દર્શાવે છે.

એએસસીઆઈના એકધાર્યા પ્રયાસોમાંથી એકંદરે 83 ટકામાં નિયમોનું પાલન કરવામાં આવ્યું છે, જેમાં ટીવી અને પ્રિંટે લગભગ 98 ટકા નિયમોનું પાલન કર્યું હતું.

2024-25ના સમયગાળા દરમિયાન એએસસીઆઈ ફરિયાદના ઉકેલ માટે ટર્નઅરાઉન્ડ સમયમાં નોંધપાત્ર ઘટાડો હાંસલ કર્યો હતો, જે સરેરાશ 16 દિવસ છે, જે ગત વર્ષથી 46 ટકા સુધારણા દર્શાવે છે. આ નિર્વિવાદ દાવાઓમાં વધારાથી શક્ય બન્યું હતું, કારણ કે 59 ટકા જાહેરાતદાતાઓ એએસસીઆઈ દ્વારા સંપર્ક કરાતાં તેમની જાહેરાતો સુચારુ રીતે સુધારી અથવા પાછી ખેંચી લીધી તેમ જ પ્રક્રિયા કાર્યક્ષમતા વધારી હતી.

એએસસીઆઈના સીઈઓ અને મહામંત્રી મનીષા કપૂરે જણાવ્યું હતું કે, “આ વર્ષ અર્થપૂર્ણ જોડાણોનું રહ્યું છે, જેમાં અમે ઉચ્ચ પ્રભાવના ઉલ્લંઘન એવા ઓફફશોર બેટિંગ/ ગેમ્બલિંગ અને રિયલ એસ્ટેટ ઉલ્લંઘનો જેવા મહત્ત્વપૂર્ણ વિસ્તારોને પહોંચી વળવા માટે વિસ્તરણ કર્યું છે. આ પહેલો જાહેરાતની ક્ષિતિજને જવાબદાર અને ઉત્તરદાયી રાખવા માટે એએસસીઆઈ દ્વારા નવી કટિબદ્ધતા દર્શાવે છે.

એએસસીઆઈના ચેરમેન પાર્થ સિંહાએ જણાવ્યું કે, “જાહેરાતો ક્લિક્સનો પીછો કરે છે અને દાવાઓ વાસ્તવિકતા કરતાં પણ વધુ ઝડપથી ઉડાણ કરે છે તેવી દુનિયામાં કોઈકે આગળ આવવું પડે છે. એએસસીઆઈ અહીં જ કામે લાગે છે. જાહેર ફરિયાદોમાં વધારો અને સૌથી મહત્ત્વપૂર્ણ એટલે ઘણા બધા જાહેરાતદાતાઓ શાંતિથી તેનું પાલન કરવાનું પસંદ કરે છે તે વિશ્વાસ હજુ પણ જીવિત છે તે વિશે ઘણું બધું કહે છે. અમે પોલીસ ક્રિયેટિવિટી માટે અહીં નથી. અમે અહીં એ ખાતરી રાખવા માગીએ છીએ કે ગ્રાહક પંચલાઈન નથી. ડિજિટલ બજારના કોલાહલમાં અમારું કામ ઈમાનદારી જાળવી રાખવાનું છે.”

Related posts

Samsung Led the First Wave of India’s Festive Season Sale in 2024: TechInsights

Reporter1

Samsung Galaxy Z Fold6, Z Flip6, Watch Ultra, Watch7 and Buds3 Go on Sale with Exciting Offers

Reporter1

Top Road Trips from Brisbane: Nature, Photography & Family-Friendly Escapes

Reporter1
Translate »