Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

કળિયુગનું સ્ટેટસ સિમ્બોલઃ લાવો-ભગાવો રમત! MY LIFE IS MY WIFE & / or MY LIFE IS MY BALANCE

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

વ્યંગ-હાસ્ય અને માર્મિક કટાક્ષમય કટાર લેખની પ્રસ્તાવના! કળિયુગનું નવું સ્ટેટસ સિમ્બોલઃ MY LIFE IS MY WIFE & / or MY LIFE IS MY BALANCE. સાંભળવામાં મીઠું-મધુર અને માર્મિક,વ્યંગ કટાક્ષમય હાસ્ય લાગે. ખીખીખી! પણ તેની પાછળ આખી મલીન રાજ રમત છુપાયેલી છે. આ સ્ટેટસ મોબાઈલની પ્રોફાઇલ ડ્ઢઁ માં રોજ મુકાય છે અને બદલાય છે. આજે ઉૈંહ્લઈ, કાલે મ્છન્છદ્ગઝ્રઈ, પરમ દિવસે ફરી ઉૈંહ્લઈ. પણ બેલેન્સ આવે છે ક્યાં?

લાવો-ભગાવોનું ચક્ર
માઁ-બાપ કો ભગાઓ, સાસ-સુર કો લાવો. ભાઈ કો ભગાઓ, સાઢુભાઈ કો લાવો. બહેન કો ભગાઓ, સાળી કો લાવો. દોસ્ત કો ભગાઓ, યાર કી બહેન કો લાવો. ખર્ચો કો ભગાઓ, ક્રેડિટ કાર્ડ કો લાવો. ઘર કો ભગાવો, ઈસ્ૈં કો લાવો!

આ લાવો-ભગાવોની રમતમાં માણસ બધાને ભગાડતા-ભગાડતા છેલ્લે પોતાની શાંતિને જ ભગાડી દે છે. જે સંબંધમાં ફરજ આવે તેને “બોજ” કહીને કાઢી મૂકીએ. જે સંબંધમાં મજા આવે તેને “પ્રેમ” કહીને ઘરમાં બેસાડીએ.

ઘરવાળી પ્રેમ છે, એ ૧૦૦% સાચું. પણ માઁ-બાપ બોજ નથી. તે ત્યાગ છે. ભાઈ-બહેન જવાબદારી છે, પરંતુ દુશ્મન નથી. તે લોહી છે. કળિયુગમાં આપણે સ્ટેટસ સિમ્બોલ માટે સંબંધો તોડીએ છીએ અને ઈસ્ૈં માટે જીવન વેચીએ છીએ.

WIFE vs BALANCE નો ગૂંચવાડો
MY LIFE IS MY WIFE લખનારો પતિ ઓફિસમાંથી આવીને સૌથી પહેલાં પત્નીનો મૂડ ચેક કરે. ઉૈંહ્લઈ ખુશ તો લાઇફ ખુશ. પણ મહિનાના ૧૫મી તારીખે જ્યારે ક્રેડિટ કાર્ડનું બિલ આવે ત્યારે એ જ પતિ સ્રૂ ન્ૈંહ્લઈ ૈંજી સ્રૂ મ્છન્છદ્ગઝ્રઈ નું સ્ટેટસ મૂકે છે.
બેલેન્સ એટલે શું? બેંક બેલેન્સ? મનનું બેલેન્સ? કે સંબંધનું બેલેન્સ? કળિયુગનો માણસ ત્રણેયમાં ગૂંચવાયેલો છે. ઉૈંહ્લઈ ને ખુશ રાખવા માટે કાર્ડ સ્વાઇપ કરે, કાર્ડનું બિલ ભરવા માટે મ્છન્છદ્ગઝ્રઈ બગાડે, અને મ્છન્છદ્ગઝ્રઈ બગડે એટલે ઉૈંહ્લઈ નો મૂડ બગડે. આ ચક્રમાં માણસ પિસાય છે.

EMI યુગનો માણસ
જૂના જમાનામાં માણસ ઘર બાંધતો. કળિયુગમાં માણસ ઈસ્ૈં બાંધે છે. ઘર કો ભગાવો, ઈસ્ૈં કો લાવો. ભાડાનું ઘર “પૈસાનો બગાડ” લાગે, પણ ૩૦ વર્ષની ઈસ્ૈં “રોકાણ” લાગે. ફરક માત્ર શબ્દોનો છે. પરિણામ એ જઃ દર મહિને પગાર આવે એના પહેલાં હપ્તો જતો રહે.

કાર, મોબાઇલ, ફર્નિચર, વેકેશન – બધું ઈસ્ૈં પર. સ્ટેટસ માટે. “સ્રૂ ન્ૈંહ્લઈ ૈંજી સ્રૂ ઉૈંહ્લઈ” સાબિત કરવા માટે. પણ સાબિત કરતા-કરતા લાઇફ જ ઈસ્ૈં ની બની જાય છે.

ઉપસંહારઃ બેલેન્સ જ સાચું સ્ટેટસ
ખેર, સ્ટેટસ તો મુકાતું રહેશે. આજે ઉૈંહ્લઈ, કાલે મ્છન્છદ્ગઝ્રઈ. હાહાહા! પણ જીવન ત્યારે જ સફળ થાય જ્યારે બંને વચ્ચે તાળમેલ બેસે.

ઘરવાળીને પ્રેમ આપો, પણ માં-બાપને ભૂલો નહીં. સાળી સાથે મસ્તી કરો, પણ બહેનની રાખડી ભૂલો નહીં. ક્રેડિટ કાર્ડ વાપરો, પણ ઈસ્ૈં ના બોજ નીચે દબાઈ ન જાવ.

એટલે સાચું સ્ટેટસ સિમ્બોલ એક જ છેઃ MY LIFE IS MY BALANCE બેલેન્સ હશે તો WIFE પણ ખુશ, માં-બાપ પણ ખુશ, અને તમે પણ ખુશ. નહીંતર લાવો-ભગાવોની રમતમાં જીવન પૂરું થઈ જશે!

Related posts

પત્ની પીડિત પતિદેવો : સુખી લગ્નજીવનના સિક્કાની બીજી ઉજળી બાજુ!

Master Admin

નેગેટીવ વિચારોથી દૂર રહીને વીર્યની સમસ્યા માટે………

Master Admin

ભારતમાં ઘણા ગામડાઓ શહેરો બની ગયા છે, પરંતુ સરકારી રેકોર્ડમાં ગામડા જ રહ્યા છે.આવું કેમ છે?ઃ ગ્રામીણ-શહેરી વર્ગીકરણની જૂની પદ્ધતિ માટે ધોરણો પર પુનર્વિચાર અને સુધારો કરવાની તાત્કાલિક જરૂર છે

Master Admin

Leave a Comment

Translate »