Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

કોમર્શિયલ LPG ભાવમાં ૧૯૫.૫ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો

મિડલ ઈસ્ટ યુદ્ધને કારણે સપ્લાય ચેઈનમાં અવરોધ આવતા દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સપ્લાય પર ૨૦% કેપ (મર્યાદા) પણ લાદવામાં આવી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧ એપ્રિલ ૨૦૨૬ — વૈશ્વિક ઉર્જા સંકટ અને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા જંગને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં ૫૦% જેટલો ઉછાળો આવ્યો છે. તેની સીધી અસર હેઠળ ભારતમાં સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી કંપનીઓએ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક અને એક્સચેન્જ રેટના આધારે આ નવા ભાવો લાગુ કર્યા છે.સરકારી તેલ કંપનીઓના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં હવે 19 kg વાળા કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત ૧૯૫.૫ રૂપિયા વધીને ૨,૦૭૮.૫૦ રૂપિયા થઈ ગઈ છે. અગાઉ ૧ માર્ચના રોજ આ સિલિન્ડરમાં ૧૧૪.૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.જોકે, સામાન્ય જનતા માટે રાહતના સમાચાર એ છે કે ઘરેલું કુકિંગ ગેસ (LPG) ના ભાવમાં અત્યારે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં ૧૪.૨ ાખ્ત ના ઘરેલું સિલિન્ડરની કિંમત ૯૧૩ રૂપિયા યથાવત છે. છેલ્લે ૭ માર્ચના રોજ ઘરેલું સિલિન્ડરમાં ૬૦ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. મિડલ ઈસ્ટ યુદ્ધને કારણે સપ્લાય ચેઈનમાં અવરોધ આવતા દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સપ્લાય પર ૨૦% કેપ (મર્યાદા) પણ લાદવામાં આવી છે.ગેસના ભાવમાં વધારા વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવ હાલ સ્થિર જોવા મળી રહ્યા છે. ગયા વર્ષે માર્ચમાં પ્રતિ લિટર ૨ રૂપિયાના ઘટાડા બાદ કિંમતોમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. અત્યારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૪.૭૨ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત ૮૭.૬૨ રૂપિયા પ્રતિ લિટર છે.પશ્ચિમ એશિયામાં તણાવને કારણે હોર્મુઝની ખાડી ઓળંગીને ભારત પહોંચેલા LPG ટેન્કરોથી હાલ પુરવઠો જાળવી રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ જો યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી સમયમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

Related posts

તેલ અને ગેસ પછી, હવે દવાઓનું સંકટ, યુદ્ધે વધાર્યું ભારતનું ટેન્શન

Master Admin

લોકસભામાં રાહુલ ગાંધીએ ટ્રેડ ડીલ પર ઉઠાવ્યા સવાલ

Master Admin

ઘરેલુ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૯ રૂપિયાનો વધારો

Master Admin

Leave a Comment

Translate »