Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૯૯૩નો વધારો

ચૂંટણી પૂર્ણ થતાં જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો

કોમર્શિયલ ગેસ મોંઘો થવાને કારણે હોટેલ, રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડના ભાવમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧ મે ૨૦૨૬ — દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ મોંઘવારીનો મોટો વિસ્ફોટ થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ ૧ મે ૨૦૨૬થી ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૯૯૩ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે. આ વધારા બાદ દિલ્હી સહિત અનેક શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૩૦૦૦ રૂપિયાને પાર કરી ગયો છે. જોકે, રાહતની વાત એ છે કે ૧૪.૨ કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.ભાવમાં થયેલા વધારા બાદ દિલ્હીમાં હવે એક સિલિન્ડરની કિંમત ૩૦૭૧.૫૦ રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉ ૧ એપ્રિલના રોજ ૨૦૭૮.૫૦ રૂપિયા હતી. આ વધારાની સાથે જ હવે દેશભરમાં રેસ્ટોરન્ટમાં જમવાનું મોંઘું થઇ જશે. રાંધીને ખાવાની વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો આવશે. આ ઉપરાંત સ્ટ્રીટ ફૂડના ભાવ પણ વધી શકે છે. ગેસના ભાવમાં વધારા પાછળ અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ મુખ્ય કારણ માનવામાં આવે છે. હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો બ્લોક હોવાને કારણે ભારત માટે ગેસ અને તેલનો પુરવઠો ખોરવાયો છે. પુરવઠામાં ઘટાડો અને અન્ય સ્થળોએથી આયાત વધારવાને કારણે વધારાની પડતર કિંમતનો બોજ ગ્રાહકો પર આવ્યો છે.કોમર્શિયલ ગેસ મોંઘો થવાને કારણે હોટેલ, રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડના ભાવમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે, જેનાથી સામાન્ય જનતાના ખિસ્સા પર ભાર વધશે.

Related posts

RBIએ યથાવત રાખ્યો રેપો રેટ, તમારી EMIમાં નહીં થાય ઘટાડો

Master Admin

ભારતીયોને વધુ ને વધુ પ્રીમિયમ અનુભવો પરવડી શકે છે તેમ પ્રથમ સ્થાન મેળવવું એ નવો વિશેષાધિકાર બની રહ્યો છે: કોટક

Master Admin

માઈક્રોસોફ્ટ, MeitY સ્ટાર્ટઅપ હબ અને 1M1B દ્વારા અમદાવાદમાં ગુજરાતના પ્રથમ ‘ગ્રીન સ્કિલ્સ એન્ડ એપ્લાઇડ AI સેન્ટર ઓફ એક્સેલન્સ’નો પ્રારંભ કરવામાં આવ્યો

Master Admin

Leave a Comment

Translate »