Nirmal Metro Gujarati News
article

ક્લીયર પ્રીમિયમ વોટરની પહેલથી રામદ ગામમાં પાણીની અછતનો ઉકેલ મળ્યો ગામના તળાવને 3થી 4 ફૂટ ઊંડું કરવામાં આવ્યું જેના કારણે ક્ષમતા વધીને 2.64 કરોડ લિટર થઈ ગઈ

 

 

અમદાવાદ: ગામડાઓમાં પાણીની અછત દૂર કરવા અને વરસાદી પાણીના બચાવ માટે CLEAR Premium Water એ YFLO અને ડ્રીમ્સ ફાઉન્ડેશનના સહયોગથી શરૂ થયેલી પહેલ હેઠળ સાબરકાંઠાના રામદ ગામના દેવલાલી તળાવનું સફળતાપૂર્વક નવસર્જન કર્યું છે. આ કામ જૂનના પહેલા અઠવાડિયામાં પુરૂં કરી દેવાતાં ચોમાસામાં તેનું અદભૂત પરિણામ જોવા મળે, તેવી આશા છે.

 

આ પ્રોજેક્ટ અંતર્ગત ગામ તળાવને 3થી 4 ફૂટ જેટલું ઊંડું કરવામાં આવ્યું, જેના પરિણામે તેની કુલ જળસંચય ક્ષમતા 2.64 કરોડ લિટરથી પણ વધુ થઈ ગઈ છે. આ વધારેલી ક્ષમતાને કારણે પાણીના બીજા સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટશે. ખાસ કરીને તે 70 જેટલા ખેડૂત પરિવારોને સીધો લાભ આપશે, જે સિંચાઈ અને ઘરગથ્થું ઉપયોગ માટે આ તળાવ પર નિર્ભર છે.

 

ઘણા વર્ષોથી તળાવમાં કાંપ ભરાતા અને પુરતી જાળવણી ન થઇ શકતા તેની જળધારણ ક્ષમતા ઘટી ગઈ હતી. હવે જ્યારે હવામાનના ફેરફારોને કારણે વરસાદની પેટર્ન અનિયમિત બની છે, ત્યારે આ પ્રકારે તળાવ પુનઃસર્જન અનિવાર્ય બની ગયું હતું. આ પહેલ એ દર્શાવે છે કે સમાજને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતી પાણી વ્યવસ્થાપનની યોજના કેવી રીતે ઓછા ખર્ચે સરળ રીતે અસરકારક બની શકે છે.

 

CLEAR Premium Water ના ફાઉન્ડર અને CEO નયન શાહ જણાવે છે કે  પાણીની અછત માત્ર ગામડાઓને લગતી જ સમસ્યા નથી. તે આપણા આરોગ્ય, અર્થતંત્ર અને ભવિષ્યની સુરક્ષા માટે એક મોટું જોખમ છે. CLEARમાં અમે માનીએ છીએ કે સાચું ટકાઉપણું ત્યારે જ શક્ય બનશે જ્યારે સમાજ પોતે જાગૃત રહે અને પોતાના સંસાધનોનું સંરક્ષણ કરે.

 

તેમનું કહેવું છે કે રામદ ગામના તળાવનું નવસર્જન માત્ર એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી — આ પાણીના બચાવ, ખેતીની ઉપજ અને સમુદાયની સુખાકારી માટેનું લાંબા ગાળાનું રોકાણ છે. જ્યારે બિઝનેસ, નાગરિક સમાજ અને સ્થાનિક લોકો સહકારથી એકજ દિશામાં કામ કરે, ત્યારે કેટલું શક્તિશાળી પરિવર્તન સર્જી શકાય તેનું આ ઉત્તમ ઉદાહરણ છે

 

નવસર્જિત તળાવ ચાલુ ચોમાસા દરમ્યાન સંપૂર્ણ રીતે ભરાઇ જશે, તેવી આશા છે. તેનાથી વર્ષભર માટે પાણીના ખાતરીપૂર્વકના સ્ત્રોત તરીકે તે અકબંધ રહેશે. ખાસ કરીને ખેતી અને સ્થાનિક લોકોના રોજિંદા ઉપયોગ માટે તે ખૂબ જ ઉપયોગી બનશે.આ સાથે, આ પ્રોજેક્ટે સ્થાનિક સ્તરે સામૂહિક ભાગીદારી સાથે જવાબદારીનો ભાવ પણ વિકસાવ્યો છે, કારણ કે ગામના લોકોને આ કાર્યમાં સીધા જોડવામાં આવ્યા છે.

 

CLEAR Premium Water, YFLO, Dreams Foundation અને રામદ ગામનાલોકોનો આ સંયુક્ત પ્રયાસ લાંબા ગાળાનું પરિવર્તન લાવશે અને ભારત માટે જળ સરંક્ષણના એક મોડેલ તરીકે સ્થાપિત થશે.

Related posts

ઈચ્છા,ભય અને ક્રોધથી જે મુક્ત થાય એ સદા મુક્ત છે. રામચરિતમાનસ એ અક્ષરાવતાર છે

Reporter1

ગ્લોબલ સ્ટાર રામ ચરણ પ્રથમ તીરંદાજી પ્રીમિયર લીગના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા

Reporter1

Symbiosis MBA Admissions are Now Open via SNAP Test 2024

Reporter1
Translate »