“કોને કેટલો ચઢાવો ગયો, બધું જ જાહેર કરીશ!”
પંજાબની રાજ્યસભાની બેઠકો વેચાઈ હતી : હરભજન સિંહ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૨ મે ૨૦૨૬ — ક્રિકેટના મેદાનમાં જ્યારે બોલર સ્પિન ફેંકે છે ત્યારે મોટા મોટા ખેલાડીઓ એમા લપસી જાય છે, પણ આ વખતે મેદાન રાજકારણનું છે અને હાથમાં બોલ નહીં, પણ સોશિયલ મીડિયા પર ફેંકાયેલો એવો બોમ્બ છે, જેના કારણે પંજાબથી લઈને દિલ્હી સુધી રાજકીય ગરમાવો વધી ગયો છે. રાજ્યસભા સાંસદ હરભજન સિંહને પોતાની જ જૂની પાર્ટીના કાર્યકરોએ ગદ્દાર કહીને ટાર્ગેટ પર લીધા છે. હવે જવાબમાં હરભજને એવો પ્રહાર કર્યો છે કે, પાર્ટીના સૌથી મોટા સત્ય અને ઈમાનદારીના દાવા પર સવાલ ઊભા થાય છે.
હરભજન સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોતાને ગદ્દાર કહ્યાના આરોપ પર સીધા AAPના ટોચના નેતૃત્વને ઘેર્યું છે અને દાવો કર્યો છે કે પંજાબની રાજ્યસભાની બેઠકો ભારે રકમ લઈને વેચાઈ હતી.
હરભજન સિંહ (ભજ્જી)એ વિરોધી ટ્રોલર્સ અને પાર્ટી કાર્યકરોને ખુલ્લી ચેલેન્જ આપી છે કે જો તેમના લોકો સત્ય બહાર નહીં લાવે તો તેઓ પોતે જ જનતા સામે ખુલાસો કરશે કે રાજ્યસભાની ટિકિટ માટે કોને કેટલો ચઢાવો અને કોની તરફથી ગયો હતો. આ ખુલાસા બાદ પંજાબથી લઈને દિલ્હી સુધી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સોશિયલ મીડિયા પર દેવેન્દ્ર યાદવ નામના એક AAP કાર્યકરે હરભજન સિંહને ગદ્દાર કહીને સીધો હુમલો કર્યો હતો. પોસ્ટમાં હરભજન સિંહને પૂછાયું હતું કે, “જે નેતાની દયાથી તમે રાજ્યસભા સુધી પહોંચ્યા, તેને છોડીને મ્ત્નઁમાં ગયા પછી પણ તમે સાંસદ પદેથી રાજીનામું કેમ આપ્યું નહીં? મ્ત્નઁમાં જવાનું શું કારણ હતું?” સાથે સાથે, સોશિયલ મીડિયા પર હરભજન સિંહ પર કરોડો રૂપિયાની ડીલના આરોપ પણ લગાવવામાં આવ્યા હતા.
આગળ હરભજન સિંહે જે લખ્યું, એણે આમ આદમી પાર્ટીના ઈમાનદારીના દાવા પર મોટો સવાલ ઊભો કર્યો છે. ભજ્જીએ સીધા જ AAPના ટિકિટ વિતરણ અને પંજાબ સરકારના કામકાજને ભ્રષ્ટાચારથી જોડીને લખ્યું કે,
મને ગદ્દાર કહેતા પહેલા તમારા જ લોકોને પૂછો કે પંજાબની રાજ્યસભાની બેઠક કેટલામાં વેચાઈ હતી. જો તેઓ ન કહે તો હું કહીશ કે કોને કેટલો ચઢાવો ગયો હતો અને કોની તરફથી ગયો હતો. પંજાબને લૂંટવા અને લાલા સુધી માલ પહોંચાડવા માટે કોને મંત્રી-સંતરી (અથવા ચોકીદાર) બનાવ્યા. પંજાબને લૂંટવામાં આવ્યો છે.
હરભજનના આરોપોની ૫ મુખ્ય વાતો
બેઠકોની સોદાબાજીઃ હરભજન સિંહે ખુલ્લો આરોપ મૂક્યો કે પંજાબ કોટાની રાજ્યસભાની બેઠકો વેચાઈ હતી.
ચઢાવાનું કાચું ચિઠ્ઠુંઃ તેમણે દાવો કર્યો કે તેમના પાસે સંપૂર્ણ માહિતી છે કે ટિકિટ માટે કોને, કેટલા અને કોની તરફથી પૈસા ગયા હતા.
લાલા સુધી ડિલિવરીઃ ભજ્જીએ આરોપ મૂક્યો કે પંજાબને લૂંટીને આખો માલ લાલા (નેતૃત્વના નજીકના લોકો) સુધી પહોંચાડવામાં આવ્યો.
મંત્રીઓની નિમણૂક પર સવાલઃ પંજાબ કેબિનેટમાં મંત્રીઓ અને સંતરીઓની નિમણૂક પણ ભ્રષ્ટાચાર અને લેણ-દેણના આધારે થઈ હોવાનું જણાવ્યું.
રાજીનામા પર ચુપ્પીઃ AAP કાર્યકરે રાજ્યસભાની બેઠક ન છોડવા અને ગદ્દારીના આરોપો પર ભજ્જીએ પોતાની ભાષા ખરાબ ન કરવાની વાત કહીને કડક વલણ દાખવ્યું.

