Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ માટે ૧૬મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે

પૂર્ણેશ મોદીએ ભર્યું ફોર્મ

શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે હાલમાં જ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું, જેના કારણે આ મહત્વનો બંધારણીય હોદ્દો ખાલી પડ્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ – ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદ માટે સુરત પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદી આજે બપોરે ૧૨ વાગ્યે ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તો કોંગ્રેસ તરફથી શૈલેષ પરમાર ઉમેદવારી નોંધાવશે.

શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે હાલમાં જ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. જેના કારણે આ મહત્વનો બંધારણીય હોદ્દો ખાલી પડ્યો હતો. ૧૬ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા અનેક નામો પર મંથન કરવામાં આવ્યું હતું. જેમાં અંતે પૂર્ણેશ મોદી નામ પર પસંદગીનો કળશ ઢોળાયો છે.

પૂર્ણેશ મોદી અગાઉ કેબિનેટ મંત્રી તરીકે માર્ગ-મકાન અને નાગરિક ઉડ્ડયન જેવા મહત્વના વિભાગો સંભાળી ચૂક્યા છે. વિધાનસભાની કાર્યવાહી અને નિયમો પર તેમની સારી પકડ છે, જેથી તેમનો અનુભવ ઉપાધ્યક્ષ તરીકે ગૃહનું સંચાલન કરવામાં મદદરૂપ થશે.ઉપરાંત દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વમાં સુરત અને દક્ષિણ ગુજરાતમાં તેમનું મજબૂત સંગઠનાત્મક વર્ચસ્વ છે. સામાજિક અને પ્રાદેશિક સંતુલન જાળવવા પક્ષે આ વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. થોડા સમય પહેલા એવી ચર્ચા હતી કે પૂર્ણેશ મોદી ગુજરાત ઉપાધ્યક્ષના પદ માટે બિનહરીફ ચૂટાશે પરંતુ હવે કોંગ્રેસના શૈલેષ પરમારે ફોર્મ ભરતા ૧૬ ફેબ્રુઆરી ચૂંટણી યોજાશે. જો કે કોંગ્રેસનું સંખ્યાબળ જોતા તેનો ઉમેદવાર ચૂંટણી જીતે તેવી શક્યતા નહીવત્ત છે. ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણીમાં સંખ્યાબળનો મુદ્દો મહત્વનો રહેશે. ગૃહમાં સત્તારૂઢ પક્ષને બહુમતીનો લાભ છે, છતાં કોંગ્રેસ દ્વારા ઉમેદવાર ઉતારતા રાજકીય સંદેશ સ્પષ્ટ છે કે વિધાનસભામાં પ્રતિકાત્મક લડત આપવામાં આવશે. હવે ફોર્મ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર થશે અને ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે.

વિધાનસભાના અધ્યક્ષની ગેરહાજરીમાં ગૃહનું સંચાલન કરવું, શિસ્ત જાળવવી અને કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરાવવું ઉપાધ્યક્ષની મુખ્ય જવાબદારી હોય છે. આગામી સત્રમાં જ્યારે અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે, ત્યારે પૂર્ણેશ મોદી જેવા અનુભવી નેતાની નિમણૂક શાસક પક્ષ માટે રાહતરૂપ બની શકે છે. કોંગ્રેસનું સંખ્યાબળ જોતા તેનો ઉમેદવાર ચૂંટણી જીતે તેવી શક્યતા નહીવત્ત હોવાથી આ પદ માટે પૂ્‌ર્ણેશ મોદીનું નામ નિશ્ચિત છે.

Related posts

સમર્થ ઈ-મોબિલિટી દ્વારા ભારતમાં નિર્મિત 100 ટકા ઘરેલુ ફુલ- સ્ટેક ઈવી ટેકનોલોજી રજૂ કરી

Master Admin

ગુજરાતના ૧૩ જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

Master Admin

ભાજપની આગેવાની હેઠળની મહાયુતિને ૧૦૭ થી ૧૨૨ બેઠકો જીતવાની ધારણા

Master Admin

Leave a Comment

Translate »