Nirmal Metro Gujarati News
business

ગેલેક્સી A06 5G શરૂ થાય છે INR 9899થીઃ સેમસંગ દ્વારા ફેસ્ટિવલ સીઝન પૂર્વે આકર્ષક લિમિટેડ પિરિયડ ડીલ જાહેર

 

ગેલેક્સી A06 5G સર્વ ટેલિકોમ ઓપરેટર્સમાં 12 5G બેન્ડને ટેકો આપીને કિફાયતી કિંમતે પરિપૂર્ણ 5G અનુભવ પૂરો પાડે છે.

બહેતર કિફાયતીપણું ચાહતા ગ્રાહકો માસિક ફક્ત INR 909માં પોતાનો સ્માર્ટફોન વસાવી શકે છે.

 

ગુરુગ્રામ, ભારત, સપ્ટેમ્બર, 2024 – સેમસંગ દ્વારા ફેસ્ટિવ સીઝન પૂર્વે ગેલેક્સી A06 5G સ્માર્ટફોન પર અગાઉ ક્યારેય નહીં જોઈ હોય તેવી કિંમતોની ઘોષણા કરવામાં આવી છે. આજથી આરંભ કરતાં ગેલેક્સી A06 5G લિમિટેડ પિરિયડ ઓફરના ભાગરૂપે ફક્ત INR 9899માં ઉપલબ્ધ થશે.

આ ડીલ ફીચર ફોન અથવા 4G સ્માર્ટફોનમાંથી ગેલેક્સી A06 5Gમાં અપગ્રેડ કરવા માગતા ગ્રાહકો માટે ઉત્તમ તક પૂરી પાડે છે, જે કિફાયતી કિંમતે પરિપૂર્ણ 5G અનુભવ પૂરો પાડે છે. ઉપરાંત ગેલેક્સી A06 5G ખરીદી કરતા ગ્રાહકોને ફેસ્ટિવ ડીલના ભાગરૂપે INR 1399 મૂલ્યનું સેમસંગ 25W ટ્રાવેલ એડપ્ટર ફક્ત INR 299માં મળશે. ગ્રાહકો બહેતર કિફાયતીપણું ચાહતા હોય તેઓ માસિક ફક્ત INR 909માં સ્માર્ટ વસાવી શકે છે.

ગેલેક્સી A06 5G પર ફેસ્ટિવ ડીલ સેમસંગની ડિજિટલ વિભાજન દૂર કરવા અને પરિપૂર્ણ 5G અનુભવ સાથે લાખ્ખો ગ્રાહકોને સશક્ત બનાવવાની કટિબદ્ધતા પ્રદર્શિત થાય છે. સૌથી કિફાયતી ગેલેક્સી A સિરીઝ 5G સ્માર્ટફોન તરીકે ગેલેક્સી A06 5G તેના વિશ્વસનીય પરફોર્મન્સ અને દીર્ઘાયુષ્ય સાથે ગ્રાહકોને મહતતમ મૂલ્ય પ્રદાન કરવા તૈયાર કરાયો છે. ગેલેક્સી A06 5G સર્વ ટેલિકોમ ઓપરેટરોમાં બહેતર નેટવર્ક કોમ્પેટિબિલિટી અને ઝડપી સ્પીડ્સ માટે 12 5G બેન્ડ્સ અને ફીચર્સ કરિયર અગ્રેગેશનને સપોર્ટ કરે છે. મિડિયાટેક D6300 પ્રોસેસર દ્વારા પાવર્ડ ગેલેક્સી A06 5G શક્તિશાળી પરફોર્મન્સની ખાતરી રાખે છે અને મલ્ટીટાસ્કિંગ, ગેમિંગ અને સ્ટ્રીમિંગને આસાન કવાયત બનાવે છે. સ્માર્ટફોન RAM ફીચર સાથે આવે છે, જે ગ્રાહરો માટે 12GB RAM સુધી મેળવવા અભિમુખ બનાવે છે.

ગેલેક્સી A06 5G શાર્પ અને ડિટેઈલ્ડ ઈમેજીસ મઢી લેવા માટે 50MP મેઈન રિયર કેમેરા સાથે આવે છે અને બહેતર ક્લેરિટી માટે 2MP ડેપ્થ કેમેરા ધરાવે છે, જ્યારે 8MP ફ્રન્ટ કેમેરા ઉચ્ચ ગુણવત્તાની સેલ્ફીઓ અને વિડિયો કોલ્સની ખાતરી રાખે છે. સ્માર્ટફોનમાં સ્લીક અને સ્ટાઈલિશ ડિઝાઈન પણ છે, જ્યારે તેના વ્યાપક 6.7” HD+ ડિસ્પ્લે સાથે વૈવિધ્યપૂર્ણ વિઝ્યુઅલ અનુભવની ખાતરી રાખે છે. ગેલેક્સી A06 5Gમાં સેગમેન્ટમાં ઉત્તમ 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000 mAh બેટરીનો સમાવેશ થાય છે.

સેમસંગે ગેલેક્સી A06 5G સાથે વિશ્વસનીયતાની નવી વ્યાખ્યા કરી હોઈ OS અપગ્રેડની આકર્ષક 4 જનરેશન્સ અને 4 વર્ષની સિક્યુરિટી અપડેટ્સ પ્રદાન કરે છે, જે કટિબદ્ધતા આ સેગમેન્ટમાં તેને અનોખી તારવે છે. ટકાઉપણા માટે નિર્મિત ગેલેક્સી A06 5G IP54 રેટિંગ સાથે આવે છે, જે ધૂળ અને કશું પણ ઢોળાવા સામે રક્ષણ પૂરું પાડે છે.

ગેલેક્સી A06 5G ‘વોઈસ ફોકસ’ ફીચર સાથે પણ આવે છે, જે મેક ફોર ઈન્ડિયા ઈનોવેશન ઘોંઘાટિયા વાતાવરણમાં પણ કોલની સ્પષ્ટતા બહેતર બનાવે છે, જેથી વાર્તાલાપ વધુ સાફ અને વધુ અસરકારક બને છે. ગેલેક્સી A06 5G સેમસંગની ડિફેન્સ ગ્રેડ નોક્સ વોલ્ચ સિક્યુરિટી સમાવીને સલામતી અને ગોપનીયતાને અગ્રતા આપે છે, જે ઉપભોક્તાઓને તેમનો ડેટા સંરક્ષિત રીતે વ્યવસ્થાપન કરવા સશક્ત બનાવીને તેમનો એકંદર અનુભવ બહેતર બનાવે છે.

Related posts

A Travel Guide for Women: Celebrating a Safe Holi in Dubai

Reporter1

Galaxy A26 5G, Samsung’s Most Affordable AI-Powered Smartphone, Launches in India Starting at Just INR 22999

Reporter1

Nuvoco Launches First-of-its-Kind ‘Mera Bharosa ZERO M IWC+’ Campaign, Appointing 300 Dealers as Brand Ambassadors

Reporter1
Translate »