Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Crimenational

ગોવાથી દારૂનો મોટો જથ્થો ભરીને આવતું કન્ટેનર ઝડપાયું

બાતમી મુજબનું કન્ટેનર આવતા તેને ઝડપ્યું

૧ કરોડ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના શખ્સની ધરપકડ

(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા,તા.૨૩ મે ૨૦૨૬ — ગોવાથી દારૂનો મોટો જથ્થો ભરીને આવતું કન્ટેનર વડોદરા નજીકના ભારત માલા હાઇવે ઉપરથી ઝડપાયું હતું. પોલીસે એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવરની ધરપકડ કરી છે. હરિયાણા પાર્સિંગનું એક કન્ટેનરમાં દારૂનો જથ્થો ભરેલ છે અને આ કન્ટેનર હાલમાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે ઉપર ભરૂચથી વાસદ તરફના ટ્રેક ઉપર આવી રહેલ છે તેવી બાતમીના આધારે એલ.સી.બી. ટીમ દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે ઉપર ભરુચથી વાસદ તરફની ટ્રેક ઉપર ગોકળપુરા ગામની સીમમાં ગોકળપુરા પુરા ગામ નજીક વોચ ગોઠવવામાં આવી હતી.

દરમિયાન બાતમી મુજબનું કન્ટેનર આવતા તેને ઝડપી પાડી તપાસ કરતા કંન્ટનેરમાં ડ્રાઇવર એકલો હોય જેનું નામઠામ પુછતા લખન મહિપાલ બિશ્નોઈ રહે, ધતરવાલોકી ઢાણીયા, ભાકરાશની પોસ્ટ સાંગરિયા તા.લુણી જી.જોધપુર રાજસ્થાનનો હોવાનું જણાવેલ જેને સાથે રાખી કંન્ટનેરમાં પાછળના ભાગે તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ ભરેલ મળી આવી હતી. જે બહાર કાઢી ગણતરી કરતા વિદેશી દારુની પેટી નંગ ૧૨૯૦ જેમાં કુલ કવાર્ટરીયા નંગ-૬૧૯૨૦ કુલ કિ.રૂા. ૯૬,૫૯,૫૨૦ તથા મોબાઇલ ફોન નંગ ૦૧ કિ.રૂા.૧૦,૦૦૦ તથા ટાટા કંપનીનુ કંન્ટેનર-૦૧ કિ.રૂ.૧૦,૦૦,૦૦૦ વિગેરે મળી કુલ રૂ.૧,૦૬,૬૯,૫૨૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

પકડાયેલ ઇસમને વિદેશી દારૂ કયાંથી ભરી લઈ આવેલ અને કોને આપવાનો હતો તે બાબતે પુછપરછ કરતા પકડાયેલ આરોપીના ઓળખીતા રાજુરામ મોડારામ બિશ્નોઇ રહે, ગામ ફીચ, તા.લુણી જી.જોધપુર રાજસ્થાનએ ગોવા ખાતે બોલાવેલ અને ધર્માભાઇ નામના ઇસમ સાથે સંપર્ક કરાવેલ અને આ ધર્માભાઇએ ગોવા મડકઈ ઇન્ડસ્ટ્રીયલ ખાતેથી વિદેશીદારૂ ભરેલ કંન્ટેનર આપેલ અને ગુજરાત તરફ લઇ જવાનુ જણાવેલ અને જેમ જેમ લોકેશન મોકલે તે મુજબ ગુજરાત તરફ આગળ જવાનુ હોવાની હકિકત જણાવતા પકડાયેલ ડ્રાઇવર ઇસમ તેમજ વિદેશી દારૂ જથ્થો સપ્લાય કરનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં કેસ રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

Related posts

એવોર ઇલેક્ટ્રિકે EX લોન્ચ કરી, જે તેની પ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ છે અને તેની કિંમત Rs. 1,24,999થી શરૂ થાય છે

Master Admin

૫૦ ધારાસભ્યો પણ આમ આદમી પાર્ટી છોડી શકે

Master Admin

ભાવનગરમાં રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ

Master Admin

Leave a Comment

Translate »