Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

ગ્રેટ સિકંદર ખાલી હાથ આયા ઔર ખાલી હાથ ગયા – પણ અલગ અંદાજથી…!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

દુનિયા કહે છે, “ખાલી હાથ આયા હૈ ઔર ખાલી હાથ જાયેગા.” આ વાત સાંભળીને લોકો નકારાત્મક થઈ જાય છે. શું ફાયદો આટલું ભેગું કરવાનો, અંતે તો ખાલી હાથે જ જવાનું છે?
પણ અરે ભાઈ, ખાલી હાથ તો બે રીતે હોય છે.
એક હાથ બંધ હોય અને ખાલી હોય, તો એ કંજૂસાઈ છે. મેં કોઈને કઈ આપ્યું જ નથી અને બીજો હાથ ખુલ્લો હોય અને ખાલી હોય, તો એ દાન છે. મેં બધું આપી દીધું છે, તેથી હાથ ખાલી છે.
હવે ગ્રેટ સિકંદરની વાત. કહેવાય છે કે મહાન સિકંદરે મરતા પહેલા કહ્યું હતું કે મારા બંને હાથ કફનની બહાર ખુલ્લા રાખજો, જેથી દુનિયા જુએ કે દુનિયા જીતનાર સિકંદર પણ ખાલી હાથે જાય છે.
દુનિયાએ આને નકારાત્મક રીતે લીધું – કે કઈ સાથે આવતું નથી.
પણ બાદશાહ સલામત સિકંદરે બંને હાથ ખાલી અને ખુલ્લા એ માટે રાખ્યા હતા કે, “જો કોઈ કઈ આપતું હોય અથવા મૂકતું હોય તો તે પણ લેતો જાઉં!”
આ વિચારમાં કેટલો મોટો વ્યંગ છે! માણસની તૃષ્ણા ક્યારેય ખતમ થતી નથી. છેલ્લા શ્વાસ સુધી તેને લેવું જ છે, આપવું નથી. સિકંદર જેવો સિકંદર પણ જો ખુલ્લા હાથે કઈ લેવાની આશા રાખતો હોય, તો સામાન્ય માણસની શું વાત?
બંને હાથ જો હકારાત્મક હોય, તો સકારાત્મક ઉર્જા બને. બંને હાથથી આપીએ તો સકારાત્મક ઉર્જા વધે. અને બંને હાથથી માત્ર લેવાની વૃત્તિ રાખીએ તો નકારાત્મક ઉર્જા બને.
ખાલી હાથ આવ્યા એ કુદરત છે, પણ ખાલી હાથ જવું એ આપણી પસંદગી!

Related posts

“શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એમની કેબિનેટ મંત્રીમંડળ ના લીધે મારા ઘરમાં બબાલ…!!!???”

Master Admin

WOW Skin Science Adds 1M New Customers from Tier 2+, Eyes 5X ARR Growth on Meesho

Reporter1

ભારતમાં વૈશ્વિક સંવાદનો પૂર – ભારત-આરબ વિદેશ પ્રધાનોની બેઠકઃ દસ વર્ષ પછી ઐતિહાસિક વાપસી

Master Admin

Leave a Comment

Translate »