Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

ઘીકાંટા વિસ્તારમાંથી ૧૨ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઝડપાયા

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી

પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને ઘીકાંટા વિસ્તારમાંથી ૧૨લાખથી વધુના મોફેડ્રોન સાથે બેની ધરપકડ કરી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૪ એપ્રિલ ૨૦૨૬ –– ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં કાયદો અને પોલીસ સતત એલર્ટ મોડ પર છે. આ પેટ્રોલીંગ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને ઘીકાંટા વિસ્તારમાંથી ૧૨લાખથી વધુના મોફેડ્રોન સાથે બેની ધરપકડ કરી છે.

ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી. આ માહિતીના આધારે ગઈકાલે રોજ પોલીસે ઘીકાંટામાં નવતાડ પોળની સામે, લક્ષ્મી માર્કેટ નીચે આવેલ રોડ ઉપર વોચ ગોઠવીને રેઇડ કરી હતી. આ સ્થળેથી પસાર થતા અને ડ્રગ્સ લઈને જતા શખસોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી પાસ પરમીટ વગરનો ૪૧૨ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો, ૩ મોબાઈલ ફોન, ૩૫૦૦ રૂપિયા રોકડા અને અન્ય બેગ મળીને કુલ ૧૨,૫૯,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો છે. આ ડ્રગ્સ આરોપી કોની પાસેથી લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાના હતા તે સપ્લાયરને પકડવાની દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીનું નામ ૨૬ વર્ષીય માલારામ મગારામ દેવાસી જે મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના પમાણા ગામનો વતની છે. જ્યારે ૩૫ વર્ષીય અશોકકુમાર દરજી જે મૂળ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ટેંટોડા ગામનો રહેવાસી છે. હાલમાં આ બંને આરોપીઓ અમદાવાદના સરસપુર વિસ્તારમાં, જશામાતા મંદિર પાસે લુહાર શેરીમાં, હરિસિંગ લોધીના મકાનમાં બીજા માળે રહેતા હતા અને ત્યાંથી જ ઝડપાયા છે.

Related posts

અમદાવાદમાં ત્રણ મિત્રોએ ગાડી ભાડે લઈને બારોબાર વેચવાનું કૌભાંડ શરૂ કર્યું

Master Admin

રખિયાલમાં ધોળા દિવસે યુવક પર તલવારથી જીવલેણ હુમલો

Master Admin

એન્વુ ઇન્ડિયાએ ભારતના જાહેર આરોગ્ય નેતૃત્વને એકત્ર લાવતા રાષ્ટ્રીય સંમેલનને સમર્થન આપ્યું — શહેરી વેક્ટરજન્ય રોગ નિયંત્રણને ગતિ આપવા દિશામાં મહત્વપૂર્ણ પગલું

Master Admin

Leave a Comment

Translate »