Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

ઘુંટણની દુખાવો આમવાત, કટીશૂળ સાયટીકા રોગની તિવ્રતા

ડૉ. શ્રીરામ વૈદ્ય

સાયટીકા, ગૃધ્રસીનું મુખ્ય લક્ષણ વેદના છે અને જેમ જેમ સમય જતો જાય, તેમ તેમ વેદના કમરથી પગ સુધી ફેલાય છે. રૂઆતમાં નિતંબપ્રદેશમાં સ્તબ્ધ્તા અને વેદના જણાય છે. ધીરે ધીરે જાંઘનાં પાછળના ભાગમાં પીંડીઓમાં અને પગના, નીચેના ભાગમાં પણ પીડા જણાય છે. કોઇ કોઇ ,વાર પગના અંગૂંઠા સુધી વેદના અને ખેંચાણ થાય છે. કીડીઓ કરડતી હોય કે સોયા ભોંકાતા હોય તેવી પીડા સંભવે છે. રોગી સીધો સૂવે પણ પગ સીધો રાખી શકે નહીં, તે ટૂંટીંયુ વાળી સૂવે છે. જ્યારે આ રોગ જીર્ણ અવસ્થા પામે છે ત્યારે સ્પર્ષ્જ્ઞાન પણ ખૂબ ઓછું થઇ જાય છે. ચાલતી વખતે આ રોગી એક બાજુ નમીને ચાલે છે. મુખ્યત્વે આ લક્ષણ પ્રોલેપ્સ ડિસ્કમાં જોવા મળે છે. આવી પીડા એકજ પગ ઉપર થાય છે. અને મહિનાઓ સુધી ચાલે છે. ક્યારેક મટ્યા પછી ફરી
પણ ઉથલો મારે છે. આ રોગની તિવ્ર અવસ્થામાં, રોગી ટેકા કે લાકડી વગર ઊભો રહી શક્તો નથી. દુખતી બાજુએ સૂઇ પણ
શકતો નથી. સ્ત્રીરોગોમાં અને મધુમેહની તીવ્ર અવસ્થામાં બંને પગે આવી પીડા ક્યારેક સંભવે છે. કમરના પાંચમાં મણકામાં ૫ંર ઙ્મેદ્બહ્વટ્ઠિ તથા પહેલી અથવા બીજી ત્રિક જટ્ઠષ્ઠટ્ઠિઙ્મ માંથી ગૃધસી નાડી ઉપર દબાણ પડવાથી કરોડરજ્જુના મણકાંની ગાદી ૈહીંદૃિીિીંહ્વટ્ઠિઙ્મ ઙ્ઘૈજષ્ઠ ખસી જવાના કારણે અથવા અર્બુદ ગાંઠ થવાથી તેના દબાણના કારણે આ રોગ થાય છે. આ રોગનાં સામાન્ય લક્ષણોમાં કમરથી લઇને પગનાં તળિયા સુધી દુઃખાવો થવો એ સામાન્ય લક્ષણ છે. આ દુઃખાવો કેટલાક રોગીઓમાં એક પગમાં તો કેટલાક રોગીઓમાં બંને પગમાં જોવા મળે છે. સામાન્ય તંદુરસ્ત વ્યકિત સૂતાં-સૂતાં પોતાના પગને ઘૂંટણથી વાળ્યા વિના ૯૦ ડિગ્રીના ખૂણા સુધી ઊંચો કરી શકે છે, જ્યારે સાયટીકાના દર્દવાળા રોગીને આ રીતે પગ વાળવામાં તકલીફ થાય છે. ગૃધસીની ચિકિત્સા તેની અવસ્થા ઉપર નિર્ભર કરે છે. ઔષધોમાં ગૂગળ, નગોડ, ભલ્લાતક અને દશમૂલના યોગો અગ્રિમ સ્થાને છે.. આવા લક્ષણવાળા રોગીઓમાં ઘણીવાર પગમાં ઝણઝણાટી થવી, બળતરા થવી અને સાથે સાથે ઝાડા- પેશાબમાં પણ તકલીફ જોવા મળે છે. લાંબા સમય સુધી ઉભા-ઉભા કામ કરવું, વાસણ સાફ કરવા વગેરે કામ કરવા વાળી સ્ત્રીઓમાં પણ આ દર્દનો અનુભવ અચાનક જ થવા માંડે છે.

ચિકિત્સાઃ આ રોગની ચોકસાઈ માટે એક્સ-રે, સીટી સ્કેન અને એમ.આર.આઈ. ઘણાં ઉપયોગી થઈ શકે છે. ગૃધસીની ચિકિત્સા તેની અવસ્થા ઉપર નિર્ભરકરે છે. ઔષધોમાં ગૂગળ, નગોડ, ભલ્લાતક અને દશમૂલના યોગો અગ્રિમ સ્થાને છે. ગૃધ્રસીનું મુખ્ય લક્ષણ વેદના છે. અને જેમ જેમ સમય જતો જાય,તેમ તેમ વેદના કમરથી પગ સુધી ફેલાય છે. આ રોગમાં દૂષિત વાયુ અપાનવાયુ છે. નગોડના પાન ૨૫ગ્રામ, મહાનારાયણ તેલ ૨૦૦ ગ્રામ. આ શેક આરામ થાય ત્યાં સુધી દરરોજ અડધો પોણો કલાક કરવો. મહાવાતરાજરસ ઘટક શુ.ધતુરબીજ, કજ્જલી, લોહભસ્મ, પ્રત્યેક ૨૦-૨૦ગ્રામ અભ્રકભસ્મ, તજ, લવિંગ, જાવંત્રી, જાયફળ, એલચી, કપૂર, મરી પ્રત્યેક ૧૦ગ્રામ.બધાં દ્રવ્યો સારી રીતે ઘૂંટી મેળવી, ધતુરાના રસની ભાવના આપી ૬૦મિ.ગ્રામની ગોળી બનાવી. માત્રા ૧થી ૨ ગોળી ઉપયોગ શરીરના કોઇપણ પ્રકારના શૂળને મટાડે છે. આ પ્રયોગ વાત રોગની પીડામાં ખૂબ જ લાભદાયી છે. મહાયોગરાજ ગૂગળ ,રાસ્નાદી ગૂગળ કે પથ્યાદી ગૂગાળ ત્રણેમાંથી કોઇપણ એક પ્ર્‌કારનો ગૂગળ લઇ ૨-૨ ગોળી કવાથ સાથે લેવી. મહારાસ્નાદી કવાથનો ૨૫ગ્રામ ભૂકો ૧૬ ગણા પાણીમાં ઉકાળી, ચોથા ભાગનો રહે ત્યારે ગાળી, એરંડ તેલ ૧૦ગ્રામ મેળવી સવાર સાંજ લેવું. એકાંગવીર રસ,ઘટક રસ સિદુંર, શુધ્ધ ગંધક, કાંત લોહ ભસ્મ, બંગભસ્મ, નાગ ભસ્મ, તામ્રભસ્મ, અભ્રક ભસ્મ, લોહભસ્મ, સૂંઠ,મરી, પીપર, નગોડ, આદુ, ચિત્રકમૂળ, સરગવાની છાલ, કટુ, ઝહેરકોચલુ, આંકડાના મૂળ, હાડ્યાકર આ ઔષધિઓના ક્વાથ કે રસની ક્રમ પ્રમાણે ૩-૩ભાવના આપવી અને ૧૨૦મિ.ગ્રામની ગોળી બનાવવી. માત્રા ૧થી ૨ ગોળી દિવસમાં ત્રણ વાર રાસ્નાદી ક્વાથ સાથે લેવી.

ઉપયોગ. આ ઔષધી રાંઝણ રોગનું નિશ્ચિત ઔષધ છે. જેનો હું મારા પ્રેકટીશ દરમ્યાન પણ ઉપયોગ કરું છું. સખત દર્દ થવું, પગ અકડાઇ જવો અને થોડા વખત ઉભા રહેતા અતિશય ઝણઝણાટી કે કળતર થતી હોય તેવી સ્થિતિમાં આ ઔષધ રાંઝણમાં રામબાણ ઔષધ જણાયું છે. એકાંગવીર રસ, માત્રા ૧ થી ૨ ગોળી દિવસમાં ત્રણ વાર રાસ્નાદી ક્વાથ સાથે લેવી.

વાતગજાંકુશ ઘટક રસસિદુંર, લોહભસ્મ, માક્ષિકા ભસ્મ, શુધ્ધ ગંધક, શુધ્ધ વચ્છ્‌નાગ, શુધ્ધ તાલ, હરડે, સૂંઠ, મરી, પીપર, કાકડાસીંગી, અરણીની છાલ અને શુધ્ધ ટંકણ સરખે ભાગે લઇ બધાને વિધિસર મેળવી ગોરખમુંડી અને નગોડ પાનના રસની અકેક ભાવના આપી ૨૪૦મિ.ગ્રામની ગોળી કે ટીકડી બનાવવી. માત્રાઃ૧થી૨ ગોળી રાસનાસ્પ્તક ક્વાથ સાથે લેવી. ક્વાથ ૨૦ગ્રામ ૧૬ગણા પાણીમાં ઉકાળી ૪થા ભાગનું રહે ત્યારે ગાળી પીવું. ઉપયોગઃગૃધસી સાયટીકા તેમજ કૌષ્ટુક શીર્ષ (સાયનોવાઇટ) ઢીંચણ શિયાળના માથા જેવો ફૂલી જવાના રોગમાંતથા વિશ્વાચીઅને અપબાહુક જેવા પીડાકારી રોગોમાં ખૂબ જ ઉપયોગી ઔષધ છે. આ રોગમાં રોગીને સંપૂર્ણ આરામ કરાવવો. રોગીએ બને તો સમતળ જગ્યામાં પથારી પર પોચી ગાદી પાથરી સુવાની ટેવ રાખવી. ઘરગથ્થુ પ્રયોગોમાં અડદ, લસણ, સૂંઠ વગેરેનો વધુ ઉપયોગ કરવો અને કબજિયાતથી દૂર રહેવું. જો કબજિયાત  રહેતી જ હોય તો રાત્રે ૧ ચમચી એરંડાપૃષ્ટ હરડેનું ચૂર્ણ સુખોષણ પાણી સાથે લઈ લેવું હિતાવહ છે. આ ઉપરાંત, સાયટીકામાં અગ્નિકર્મ પણ ખૂબ ઝડપી રાહત આપે છે. એકાદ સીટીંગમાં દુઃખાવો ૪૦ થી ૫૦% ઓછો થઈ જાય છે. અગ્નિકર્મ ડાયાબિટીસનાં હોય તેવા તમામ દર્દીઓ ઉપર ખૂબ જ અદ્ભુત પરિણામ આપે છે. આ ઉપરાંત આભ્યાંતર ઔષધ પ્રયોગમાં મહાયોગરાજ ગુગળ ૨- ૨ ગોળી સવાર-સાંજ ભૂકો કરીને લેવી. વાતાવિધ્વંસરસ વગેરેનો પ્રયોગ પણ વૈદ્યની સલાહ મુજબ કરી શકાય છે. ઔષધ પ્રયોગની સાથે સાથે આહાર વિહારની સાવધાની પણ અનિવાર્ય છે. વાયુ વધારે તેવો આહાર વિહાર આ રોગમાં અપથ્ય બતાવ્યો છે. જેમાં વાલ, વટાણા, ચોળા, મઠ, વાસી-ઠંડા ખોરાક તેમજ આથાવાળી વસ્તુઓથી પરેજી રાખવી. તેમજ લીલા શાકભાજી, દૂધી, તલ, મેથી, અજમો, સૂંઠનું પાણી વગેરે આ રોગમાં પથ્ય બતાવ્યું છે. સાયટીકામાં પરેજી બરફ, ઠંડુ પાણી, એકલું દુધ, ચોખા, દહીં,
ભીંડા, સકરટેટી, તરબુચ, કમરખ, આલુ, પાલખ અને સંતરાં ન લેવાં. આ બધાંથી સાયટીકામાં ખુબ જ હાની થાય છે. ચારથી
છ ચમચી દીવેલમાં એક ચમચી સુંઠનું ચુર્ણ મેળવી પીવાથી સાયટીકા મટે છે. માત્ર  પરેજીની પણ સાયટીકા જેવા હઠીલા
રોગને કાબૂમાં રાખી શકાય છે.

આ રોગમાં દૂષિત વાયુ અપાનવાયુ છે. નગોડના પાન ૨૫ ગ્રામ, મહાનારાયણ તેલ ૨૦૦ ગ્રામ. આ શેકઆરામ થાય ત્યાં સુધી દરરોજ અડધો પોણો કલાક કરવો. એક-બે ચમચા ગૌમુત્રમાં બે મોટા ચમચા દીવેલ નાખી દરરોજ સવારે અને સાંજે પીવાથી સાયટીકા મટે છે. ગૌમૂત્ર તૈયાર પેકીંગમાં બજારમાં મળે છે.

એક ચમચી દીવેલમાં એક ચમચી નગોડના પાનનો રસ મેળવી સવાર-સાંજ પીવાથી સાયટીકા મટે છે. ૦.૩ ગ્રામથી ૦.૫ ગ્રામ (૨-૩ રતી) ભીમસેની કપુર દરરોજ સવાર, બપોર, સાંજ લેવાથી સાયટીકા મટે છે. શરુઆત ઓછી માત્રાથી કરવી. વધુ માત્રાથી કરવાથી કદાચ ગળામાં તકલીફ પણ થાય.

હંમેશાં ગરમ પાણીથી જ સ્નાન કરવું.  અજમોદાદિ ચૂર્ણ, આમવાત, સંધિવાત, રાંઝણ, કટીશૂળ (કમરનો દુઃખાવો) અને આમપાચન તેમજ, શૂળ વગેરે વાયુના રોગો માટે અક્સીર અજમોદાદિ ચૂર્ણ, યોજના આ ચૂર્ણ બનાવવા માટે નીચેના ઔષધોને બજાર માંથી આખા લાવીને સાફ કરીને તેને દળીને પછી પાવડર કરીને આ પ્રમાણે મિક્સ કરવા. અજમોદ, કાળાં મરી, લીંડીપીપર, વાવડિંગ, દેવદાર, ચિત્રક, સુવા, સિંધવ, પીપરીમૂળ-ગંઠોડા દરેક ૨૫-૨૫ ગ્રામ, હરડે ૧૨૫ ગ્રામ, સૂંઠ ૨૫૦ ગ્રામ, વરધારો ૨૫૦ ગ્રામ. સેવનવિધિ – વસ્ત્રગાળ ચૂર્ણ કાચની સ્વચ્છ બાટલીમાં ત્રણ મહિના માટે સાચવી રાખવું એક ગ્રામથી બે ગ્રામ સુધી સવારે, સાંજે અને રાત્રે પાણીમાં લેવું. ઉપયોગ, આમવાત રુમેટિઝમ સવારે સાંજે અને રાત્રે ૧-૧ ચમચી ચૂર્ણ ગરમ પાણીમાં સેવન કરવું સંધિવાત દિવસમાં બે ત્રણ વખત ૨-૨ ગ્રામ ચૂર્ણ પાણીમાં લેવું. રાંઝણ ,સાયટીકા એક ચમચી ચૂર્ણ દિવસમાં ત્રણ વખત પાણીમાં લેવું. કટીશૂળ ૧ – ૧ ચમચી ચૂર્ણ સવારે – સાંજે ગરમ પાણી સાથે લેવું. શૂળ, શરીરના કોઈ પણ અંગ પ્રત્યંગમાં શૂળ નીકળતું હોય ત્યારે ગરમ પાણીમાં માપસર ચૂર્ણ ફકાવવું. જો આ બધું ન કરવું હોય તો વૈદ્ય પાસેથી પાવડર અથવા તેની બનાવેલ ટેબલેટ પણ લઇ શકાય છે.

આ બધા વાયુપ્રકોપના રોગોમાં લસણ ઉત્તમ ઔષધ લસણ છે.. લસણની ચટણી, લસણનો ક્ષીરપાક, લસણનું અથાણું, લશુનાદીવટી વગેરેમાંથી કોઈ એક કે બેનો ઉપયોગ કરવો . બનાવે બનાવેલા તેલને નારાયણ તેલ કહે છે.. શતાવરીમાંથી મહાયોગરાજ ગુગળ સ્નાયુઓનો દુખાવો, કોઈપણ અંગનો સોજો, કંપવા તથા સર્વ પ્રકારના વાયુના રોગોમાં ફાયદો કરે છે

 

Related posts

રોયલ ટેક્નોસોફ્ટ લિમિટેડે કોલેજના વિદ્યાર્થીઓ માટે કોડિંગ હેકાથોનમાં ભાગ લેવા માટે એક સ્પર્ધાનું આયોજન કર્યું

Reporter1

Casio strengthens its retail presence in Gujarat, launches a new exclusive store in Vadodara

Reporter1

ક્રોનીક ડિપ્રેશન

Master Admin
Translate »