Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

ચૂંટણી પછી પાપોનો હિસાબ થશેઃ વડાપ્રધાન નરન્દ્ર મોદી

બંગાળમાં ઘૂસણખોરી ચિંતાનો વિષયઃ મોદી

કૂચબિહારના બ્રિગેડ ગ્રાઉન્ડમાં આયોજિત જનસભામાં મોદીએ તૃણમૂલ કોંગ્રેસ પર આકરાં પ્રહાર કર્યા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
કૂચબિહાર, તા.૫ એપ્રિલ ૨૦૨૬ — વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતયી જનતા પાર્ટી માટે પ્રચાર કર્યો હતો. કૂચબિહારના બ્રિગેડ ગ્રાઉન્ડમાં આયોજિત જનસભામાં પીએમ મોદીએ રાજ્યના સત્તા પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પર આકરાં પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે TMC બંગાળમાં ભ્રષ્ટાચાર અને ભયનું રાજકારણ કરે છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આ વખતે બંગાળ પાસે બે જ વિકલ્પ છે. એક તરફ ્‌સ્ઝ્રનો ભય, ’કટ’મની અને ભ્રષ્ટાચાર છે, તો બીજી તરફ ભાજપનો વિકાસ અને ભરોસો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ્‌સ્ઝ્ર સરકારે બંગાળમાં લોકશાહીને નબળી પાડી છે અને બંધારણીય સંસ્થાઓનું અપમાન કર્યું છે. વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ચૂંટણી બાદ ્‌સ્ઝ્રના ’પાપો’નો હિસાબ થશે અને કાયદો પોતાનું કામ કરશે.

પીએમ મોદીએ બંગાળમાં વધતી ઘૂસણખોરી અને બદલાતી ડેમોગ્રાફી પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે એક તરફ વિદેશીઓને વસાવવાનું જોખમ છે, જ્યારે ભાજપ ઘૂસણખોરી રોકવા અને નાગરિકોને સુરક્ષા આપવાની ખાતરી આપે છે. તેમણે માલદાની ઘટનાનો ઉલ્લેખ કરી બંગાળની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા હતા.

બંગાળને શક્તિની પૂજાની ભૂમિ ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે ભાજપ હંમેશા મહિલાઓના સન્માન અને સુરક્ષા માટે કામ કરશે. તેમણે કેન્દ્ર સરકારની યોજનાઓ અને સંસદમાં મહિલા અનામત કાયદાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આગામી સમયમાં રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધશે અને તેમને તેમનો હક મળશે.

Related posts

ગ્રીનલેન્ડ મુદ્દે સાથ આપો નહીંતર ટેરિફ ઝીંકીશું : ડોનાલ્ડ ટ્રમ્પ

Master Admin

રશિયા સહિત દરેક વિકલ્પથી LPG મેળવવા ભારત તૈયારઃ સરકાર

Master Admin

મનમોહક નજારો : બાબા કેદારનાથમાં ફરી હિમવર્ષા

Master Admin

Leave a Comment

Translate »