Nirmal Metro Gujarati News
national

ડિજિટલ ફ્રોડ કે નાણાકીય છેતરપિંડી પર હવે ગ્રાહકોને વળતર મળશે

હવે ગ્રાહકોને ૨૫,૦૦૦ વળતર મળશે

ભારતીય રિઝર્વે બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ વળતર આપવા માટે એક નવું માળખું જાહેર કરવાની જાહેરાત કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૬ ફેબ્રુઆરી ૨૦૨૬: ભારતીય રિઝર્વે બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે નાની રકમના ફ્રોડ ટ્રાન્ઝેક્શનમાં થયેલા નુકસાન માટે ગ્રાહકોને રૂ.૨૫,૦૦૦ સુધી વળતર આપવા માટે એક નવું માળખું જાહેર કરવાની જાહેરાત કરી હતી. ગવર્નરે ચાલુ નાણાકીય વર્ષ માટે છેલ્લી બેઠકના નિર્ણયોની જાહેરાત કરતા કહ્યું, અમે ડિજિટલ ચુકવણીઓની સુરક્ષા વધારવા માટેના સંભવિત ઉપાયો પર એક ડિસ્કશન પેપર પણ પ્રકાશિત કરીશું. આ ઉપાયોમાં વિલંબિત ક્રેડિટ અને ચોક્કસ શ્રેણીના વ્યક્તિઓ, જેમ કે વરિષ્ઠ નાગરિકો માટે વધારાની પ્રમાણીકરણ શામેલ હોઈ શકે છે. ક્રેડિટમાં વિલંબનો મતબલ ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રસ્તાવિત સુરક્ષા વ્યવસ્થા છે. તેમાં કેટલાક ટ્રાન્ઝેક્શનથી પ્રાપ્ત પૈસાને રિસીવરના બેંક એકાઉન્ટમાં જાણી જોઈને થોડીવાર પછી જમા કરવામાં આવે છે. સંજય મલ્હોત્રાએ કહ્યું કે ગ્રાહક હિતોના રક્ષણ માટે, આરબીઆઈ ત્રણ દિશાનિર્દેશની માર્ગદર્શિકા જાહેર કરશે. પ્રથમ ખોટા વેચાણ સાથે સંબંધિત રહેશે, બીજો- અનધિકૃત રીતે ઇલેક્ટ્રોનિક બેંકિંગ ટ્રાન્ઝેક્શનોમાં ગ્રાહકોની જવાબદારીને મર્યાદિત કરવી અને ત્રીજો લોન રિકવરી સાથે રિકવરી એન્જન્ટને જોડવાના સંબંધમાં હશે. આરબીઆઈ ગર્વનરે કહ્યું, નાની રકમના નાણાકીય છેતરપિંડીવાળા ટ્રાન્ઝેક્શનમાં થયેલા નુકસાન માટે ગ્રાહકોને રૂ.૨૫,૦૦૦ સુધીના વળતર માટે એક માળખું રજૂ કરવાનો પણ પ્રસ્તાવ છે. અનધિકૃત ઇલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારોમાં ગ્રાહક જવાબદારીને મર્યાદિત કરતી હાલની માર્ગદર્શિકા ૨૦૧૭ માં જારી કરવામાં આવી હતી. આમાં ગ્રાહકોની શૂન્ય/સીમિત દેણદારીની પરિસ્થિતિ અને સમયમર્યાદાનો ઉલ્લેખ છે. આરબીઆઈના ગવર્નરે કહ્યું હતું કે બેંકિંગ સેક્ટર અને પેમેન્ટ સિસ્ટમમાં ટેક્નોલોજીને ઝડપથી અપનાવવાને જોતા આ દિશાનિર્દેશોના જારી થયા પછી હાલના નિર્દેશોની સમીક્ષા કરવામાં આવી છે. ગવર્નરે કહ્યું કે તેને જોતા નાની રકમના છેતરપિંડીવાળા ટ્રાન્ઝેક્શનના કિસ્સામાં વળતર માટે માળખા સહિત સુધારેલા માર્ગદર્શિકાનો ડ્રાફ્ટ ટૂંક સમયમાં જાહેર પરામર્શ માટે બહાર પાડવામાં આવશે.

તેમણે કહ્યું કે નાણાકીય સંસ્થાઓ દ્વારા નાણાકીય ઉત્પાદનો અને સેવાઓનું ખોટી રીતે વેચાણ ગ્રાહકો અને આવી સંસ્થાઓ બંને માટે ગંભીર પરિણામો લાવે છે. તેથી, બેંક કાઉન્ટર પર વેચાતી થર્ડ પાર્ટીના ઉત્પાદનો અને સેવાઓ ગ્રાહકની જરૂરિયાતો અને વ્યક્તિગત ગ્રાહકોની જોખમ લેવાની ક્ષમતાને અનુરુપ હોય.

Related posts

સોના અને ચાંદીના ભાવમાં ત્રણ દિવસથી ચાલી રહેલા ઘટાડાને આખરે બ્રેક લાગી

Master Admin

નામમાં સ્પેલિંગ મિસ-મેચ બાબતે ચૂંટણી પંચને સંવેદનશીલ રહેવા સુપ્રીમનો નિર્દેશ

Master Admin

કોંગ્રેસના શાસનમાં કોઈ ટ્રેડ ડિલ થઈ નહીં, તેમના કારણે દેશની અર્થવ્યવસ્થા પાછળ રહી

Master Admin

Leave a Comment

Translate »