Nirmal Metro Gujarati News
business

ડીએસએમ-ફિર્મેનિચે ભારતમાં ફ્લેવરનું ભવિષ્ય ઘડવા મહત્ત્વપૂર્ણ પ્લાન્ટ રોકાણોની જાહેરાત કરી

 

કંપનીએ કેરળ સ્થિત પોતાના પ્લાન્ટના વિસ્તરણની સાથે-સાથે ગુજરાતમાં નવા “ટેસ્ટ ફેસિલિટી”ના નિર્માણની શરૂઆત કરી

વડોદરા :  ઓગસ્ટ, 2025 – ન્યુટ્રીશન,હેલ્થ અને બ્યુટી ક્ષેત્રની અગ્રણી કંપની ડીએસએમ-ફિર્મેનિચએ આજે કેરળમાં તેના વિસ્તૃત સીઝનિંગપ્લાન્ટનુંઉદ્ઘાટનકર્યું અને ગુજરાતમાં અદ્યતન ગ્રીનફિલ્ડટેસ્ટમેન્યુફેક્ચરિંગપ્લાન્ટના ભૂમિપૂજનની જાહેરાત કરી.આ બંને પ્રોજેક્ટ્સ માટે અંદાજે 70 મિલિયન યુરોનું રોકાણ કરવામાં આવશે.. આ સાથે કંપની સ્થાનિક ઉત્પાદન વધારવા, ફ્લેવરમાં નવીનતા લાવવા અને પ્રાદેશિક પ્રતિભાને મજબૂત બનાવવા યોગ્ય પગલા લેશે. પ્લાન્ટ્સ શરૂ થયા પછી કંપની ભારત સહિત દક્ષિણપૂર્વ એશિયા, મધ્યપૂર્વ અને આફ્રિકા જેવા દેશોના ગ્રાહકોને પણ પોતાની સર્વિસ પુરી પાડશે.

કેરળમાં થયેલા ફ્લેવર ઈનોવેશન

કંપનીનો થુરાવૂર (કેરળ) સ્થિત વિસ્તૃત પ્લાન્ટ હવે વૈશ્વિક સ્તરે મુખ્ય સીજનિંગ હબ બનશે. અહીં માત્ર ઇથેલિનઓકસાઇડ (EtO)-મુક્ત સીજનિંગ્સનું ઉત્પાદન થશે, જે ઈકો ફ્રેન્ડલી અને સ્વચ્છ લેબલને પ્રોત્સાહન આપતું પયાભુત પગલું છે. આ નવી પહેલ ક્લીન-લેબલ ઉત્પાદનો માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.ઓક્ટોબર 2025થી આ વિસ્તરણથી 15,000 મેટ્રિક ટનની નવી ક્ષમતા ઉમેરાશે, જેથી એશિયા અને મધ્યપૂર્વના બજારો માટે ઝડપી અને વધુ કસ્ટમાઇઝ્ડ સીજનિંગ સોલ્યુશન્સ મળી શકશે.

આ ગ્રોથથી કંપનીને સસ્ટેનેબલ અને ઉચ્ચ ગુણવત્તાવાળા સીઝનિંગ્સની વધતી માંગ પૂરી કરવાની ક્ષમતા મળશે અને સાથે જ 150 નવી સ્થાનિક રોજગારી તકો ઊભી થશે.

ગુજરાત : ફ્લેવર પ્લાન્ટનું ભૂમિપુજન

ગુજરાતના વડોદરા જિલ્લામાં ડીએસએમ-ફિર્મેનિચ લગભગ 55 મિલિયનનું રોકાણ કરીને 56,000 ચો.મી. વિસ્તારમાં નવા ગ્રીનફિલ્ડ ટેસ્ટ પ્લાન્ટનું નિર્માણ કરી રહી છે. આ પ્લાન્ટ ખાસ કરીને મીઠા અને મસાલેદાર ફ્લેવર માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.જેમાં લિક્વિડ કમ્પાઉન્ડિંગ, ડ્રાય બ્લેન્ડિંગ અને એન્કેપ્સ્યુલેશન જેવી અદ્યતન પ્રક્રિયાઓનો સમાવેશ થશે. પ્લાન્ટ દર વર્ષે આશરે 15,000 મેટ્રિક ટન ઉત્પાદન કરશે અને 2027ના ચોથા ક્વાર્ટરમાં કાર્યરત થયા પછી 200થી વધુ નવી રોજગારી તકો ઊભી કરશે. આ સુવિધામાં એડવાન્સ ગ્રીન ડ્રાયિંગ ટેકનોલોજી, એજાઇલ એન્કેપ્સ્યુલેશન સિસ્ટમ્સ, ઓટોમેટેડ પેકેજિંગ લાઇન્સ તથા ડેડિકેટેડ ક્વોલિટી-કન્ટ્રોલ લેબનો સમાવેશ કરવામાં આવશે. પ્લાન્ટ ખાસ કરીને બેવરેજીસ અને સ્વીટ પ્રોડક્ટ્સ જેવા ઝડપી વૃદ્ધિ પામતા ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને કાર્ય કરશે.

ડીએસએમ-ફિર્મેનિચનાએક્ઝિક્યુટિવવાઇસ પ્રેસિડન્ટ (ટેસ્ટ),મૌરીઝીયો ક્લેમેન્ટીએ જણાવ્યું હતું કે,“આ બંને પ્રોજેક્ટ્સમાં અમારા રોકાણો ભારતમાં અમારા લાંબા ગાળાના વિઝનને સ્પષ્ટ કરે છે. જેનાથી બજાર વૃદ્ધિ વધશે, સ્વાદ, ટેક્સ્ચર અને આરોગ્ય ક્ષેત્રે નવીનતા આવશે અને અમારા ગ્રાહકો સાથે મળીને અલગ ઓળખ ઉભી કરતી સોલ્યુશન્સ કડી વિકસાવવામાં મદદ મળશે. અમે ફક્ત ક્ષમતા નથી વધારી રહ્યા—અમે અમારા કૌશલ્યને એવા સ્તરે લઈ જઈ રહ્યા છીએ કે જ્યાં બદલાતી ગ્રાહક અને ભાગીદારોની જરૂરિયાતોને પહેલા જઓળખી શકીએ.”

ડીએસએમ-ફિર્મેનિચના ઇન્ડિયાના પ્રેસિડન્ટ રાહુલ જલાને કહ્યું હતું કે, “ભારતની સમૃદ્ધ રસોઈ પરંપરા, ગ્રાહકો સાથેની નજીકતા, નવીનતમ સંસ્કૃતિ અને કુશળ પ્રતિભા – આ બધું મળીને ભારતને ડીએસએમ-ફિર્મેનિચ માટે વૃદ્ધિનું એક મુખ્ય કેન્દ્ર બનાવે છે. અમારી મેન્યુફેક્ચરિંગ રોકાણો સ્થાનિક સપ્લાય ચેઇનને મજબૂત બનાવશે, રોજગારી તકો ઊભી કરશે અને વિશ્વસ્તરીય ટેકનોલોજીથી ગ્રાહકોને નજીક લાવશે. જેનાથી લોકો, ઈનોવેટીવ અને સસ્ટેનેબલ વૃદ્ધિને આગળ ધપાવી શકશે તેમજ બદલાતી બજાર પરિસ્થિતિઓનો ઝડપથી રિસ્પોન્સ આપી શકાશે.”

કેરળમાં ઉદ્ઘાટન સમારોહ

કેરળમાં યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં ડીએસએમ-ફિર્મેનિચનાએક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ (ટેસ્ટ),મૌરીઝીયો ક્લેમેન્ટી અને ડીએસએમ-ફિર્મેનિચના ઇન્ડિયાના પ્રેસિડન્ટ રાહુલ જલાન સહિત કંપનીના વરિષ્ઠ નેતાઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આ પ્રસંગે ભારત અને ભુતાનના સ્વિટ્ઝરલૅન્ડના દૂતાવાસ, ઇકોનોમિક, ટ્રેડ એન્ડ ફાઇનાન્સ વિભાગના કાઉન્સેલર અને હેડ શ્રી જુઆન પેડ્રો શ્મિડપણ ઉપસ્થિત રહ્યા હતા. આ મહિના અંતે કંપની વડોદરામાં નવા ગ્રીનફિલ્ડ પ્લાન્ટના નિર્માણની શરૂઆત માટે વિધિવત્ ગ્રાઉન્ડ-બ્રેકિંગ સેરેમનીનું આયોજન કરશે.

 

સસ્ટેનેબિલિટી– અમારા પ્રોજેક્ટ્સનું કેન્દ્ર

સસ્ટેનેબિલિટી આ બંને પ્રોજેક્ટ્સના કેન્દ્રમાં છે, જે ડીએસએમ-ફિર્મેનિચના વૈશ્વિક પર્યાવરણીય મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે.થુરાવૂરની (કેરળ) ફેસીલીટી100% નવીનીકરણીય ઊર્જા પર કાર્યરત છે, અદ્યતન જળ-સંચય ઉપાયો અપનાવીને ઉચ્ચ સ્તરીય કાર્યક્ષમતા તથા સલામતીને સુનિશ્ચિત કરે છે. સ્થાનિક ઉત્પાદનથી ગ્રાહકોને લોજિસ્ટિક્સમાં સરળતા મળે છે અને તેમના સ્કોપ 3ના ઈમીશન્સને ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.વડોદરામાં ફેસીલીટીનું નિર્માણ પણ ઈકો ફ્રેન્ડલી ધોરણો પર કરવામાં આવશે, જે કંપનીના ઊર્જા પરિવર્તન અને કાર્બન ઘટાડાના વ્યાપક લક્ષ્યોને મજબૂત બનાવે

Related posts

રાજકોટ સ્થિત રાજ કૂલિંગ સિસ્ટમ્સે વિઝન 2030નું અનાવરણ કર્યું

Reporter1

Toyota Kirloskar Motor Marks Women’s Equality Day with Renewed Commitment to Gender Equality and Empowerment

Reporter1

Samsung Announces Pre Reserve for Next Generation of Galaxy Foldables in India

Reporter1
Translate »