Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ત્રણ દિવસમાં ૧.૫૦ કરોડ એલપીજી બુકિંગ સામે ૧.૪૩ કરોડ સિલિન્ડર અપાયાઃ સરકાર

૯૬ ટકા ગ્રાહકોને મોબાઈલ નંબર વેરિફિકેશન બાદ સિલિન્ડર અપાયા

ત્રણ દિવસના સમયગાળા દરમિયાન ૫ કિગ્રાના ૧.૫૭ લાખ સિલિન્ડર વેચાયા હતા. ૯,૨૦૦ સિલીન્ડર ૫૨૦ કેમ્પમાંથી વેચવામાં આવ્યા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૫ જૂન ૨૦૨૬ — પશ્ચિમ એશિયામાં તણાવના પગલે સરકારે ઈંધણ આપૂર્તિ જાળવી રાખવા માટેના પ્રયાસો સઘન બનાવ્યા છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ૧.૫૦ કરોડ એલપીજીનું બુકિંગ થયુ હતું અને તેની સામે ૧.૪૩ કરોડ સિલિન્ડરની ડીલિવરી કરાઈ હતી. સરકારે જણાવ્યું હતું કે, હાલની જીઓપોલિટિકલ સ્થિતિના કારણે પુરવઠામાં ખલેલની સંભાવના હોવા છતાં સરકારે ઘરેલુ એલપીજીનો પુરવઠો જાળવી રાખવાના પ્રયાસોને પ્રાથમિકતા આપેલી છે. દેશભરમાં એલપીજીનો પુરવઠો પર્યાપ્ત માત્રામાં પહોંચી રહ્યો છે અને તેના કારણે એક પણ ડિસ્ટ્રિબ્યુટરનો સ્ટોક ખૂટી પડ્યો હોવાની ફરિયાદ મળી નથી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની યાદીમાં જણાવાયુ હતું કે, છેલ્લા ત્રણ દિવસમાં લગભગ ૧.૫૦ કરોડ એલપીજી સિલિન્ડરનું બુકિંગ થયેલું છે અને ૧.૪૩ સિલિન્ડરની ડીલિવરી અપાઈ છે. સિલિન્ડરની ડિલીવરી માટેનું ડિજિટલ માળખું અસરકારક સાબિત થયું છે અને તેના કારણે ઓનલાઈન એલપીજી સિલિન્ડરનું બુકિંગ ૯૯ ટકાએ પહોંચ્યું છે. ડિસ્ટ્રિબ્યુટર પાસેથી ઘરેલુ ગેસ અન્યત્ર પગ ન કરી જાય તે હેતુથી ડિલીવરી ઓથેન્ટિકેશન કોડ (DAC) આધારિત ડિલીવરી કરવામાં આવે છે અને તેનું પ્રમાણ ૯૬ ટકા જેટલું છે. DAC સીસ્ટમના કારણે ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વેરિફિકેશન કરાય છે અને ત્યારબાદ ડિલીવરી અપાય છે. કોમર્શિયલ એલપીજીની વાત કરતાં સરકારે માહિતી આપી હતી કે, કુલ કોમર્શિયલ ફાળવણીનું પ્રમાણ યુદ્ધ પહેલાની સ્થિતિના ૭૦ ટકા રાખવામાં આવે છે. ત્રણ દિવસના સમયગાળા દરમિયાન ૫ કિગ્રાના ૧.૫૭ લાખ સિલિન્ડર વેચાયા હતા. ૯,૨૦૦ સિલીન્ડર ૫૨૦ કેમ્પમાંથી વેચવામાં આવ્યા હતા. દેશની જાહેર ક્ષેત્રની કંપનીઓ દ્વારા ૧૯,૭૩૨ મેટ્રિક ટન કોમર્શિયલ એલપીજી અને ૬૪૯ મેટ્રિક ટન ઓટો એલપીજીનું વેચાણ ત્રણ દિવસ દરમિયાન કરવામાં આવ્યું હતું.મધ્યપૂર્વમાં ચાલી રહેલા સંકટને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં થયેલા વધારા વચ્ચે કેન્દ્ર સરકારે નવી પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન સ્કીમ હેઠળ સ્થાનિક એરલાઇન્સ માટે ATFનો બેઝિક ભાવ પ્રતિલીટર રૂ.૮૬.૩૨ નિર્ધારિત કર્યો છે. આ યોજના હેઠળ નક્કી કરાયેલો ભાવ આગામી ત્રણ વર્ષ સુધી લાગુ રહેશે, જેથી એરલાઇન્સની નાણાકીય સ્થિતિ સ્થિર રહે અને મુસાફરોને હવાઈ મુસાફરી માટે વધુ કિંમત ચૂકવવી ન પડે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર આ યોજનામાં જોડાનારી એરલાઇન્સને ATF માટે ળી-ઓન-બોર્ડ (FOB) બેન્ચમાર્ક ભાવ ઉપરાંત એરપોર્ટ ચાર્જ, તેલ કંપનીઓનો નફો (માર્જિન) અને લાગુ પડતા ટેક્સ સહિતની રકમ ચૂકવવી પડશે. આનાથી દિલ્હીમાં અંતિમ વેચાણ ભાવ લીટર દીઠ આશરે રૂ.૧૧૫ થશે.

Related posts

‘જેને જવું હોય જાય, હું બળજબરી નહીં કરું’

Master Admin

વડાપ્રધાન મોદીએ શિલાંગ-સિલચર કોરિડોર પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કર્યું

Master Admin

પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો : કોંગ્રેસ

Master Admin

Leave a Comment

Translate »