Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

નીતિશ રાણાને ભૂલ પડી ગઈ ભારે ! BCCIએ ફટકારી કડક સજા

રુતુરાજ ગાયકવાડને પણ મોટો ઝટકો

દિલ્હી કેપિટલ્સના બેટ્‌સમેન નીતિશ રાણાને ચેન્નાઈ સામે મેચ દરમિયાન અમ્પાયર સાથે દલીલ કરવી મોંઘી પડી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૨ એપ્રિલ ૨૦૨૬ — IPL 2026ની ૧૮મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર જોવા મળી. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે સિઝનની પોતાની પહેલી જીત મેળવી હતી. જોકે, મેચ દરમિયાન એક મોટો વિવાદ પણ સર્જાયો હતો.

દિલ્હીની ઇનિંગ દરમિયાન ટ્રિસ્ટન સ્ટબ્સે પોતાના ગ્લોવ્ઝ બદલવાની વિનંતી કરી હતી, પરંતુ અમ્પાયરે આ વિનંતીને નકારી કાઢી હતી. આનાથી નીતિશ રાણા ગુસ્સે થયો હતો, જે ફોર્થ અમ્પાયર સાથે ઝઘડો કરતો જોવા મળ્યો હતો. અમ્પાયર સાથે મેદાન પર થયેલી તેની ઉગ્ર દલીલ અને ગુસ્સાભર્યા પ્રતિક્રિયાઓ બાદ દિલ્હી કેપિટલ્સ બેટ્‌સમેન સામે હવે સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી છે.

IPL દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, નીતિશ રાણાને તેની મેચ ફીના ૨૫ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. વધુમાં તેના શિસ્ત રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે. રાણાને ખેલાડીઓ અને ટીમ અધિકારીઓ માટે IPL આચારસંહિતાના લેવલ ૧નું ઉલ્લંઘન કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો.

ખાસ કરીને રાણાએ IPLઆચારસંહિતાની કલમ ૨.૩નું ઉલ્લંઘન કર્યું હતું, જે મેચ દરમિયાન અયોગ્ય અથવા અપમાનજનક ભાષાના ઉપયોગથી સંબંધિત છે. આ ઘટના ઇનિંગની ૧૯મી ઓવર દરમિયાન બની હતી, જ્યારે રાણાએ ફોર્થ અમ્પાયર સાથે લાંબી દલીલ કરી હતી.

અહેવાલ મુજબ, નીતિશ રાણાએ પોતાનો ગુનો સ્વીકાર્યો છે અને મેચ રેફરીએ ફટકારેલી સજા સ્વીકારી છે. આ સમગ્ર ઘટનાક્રમ પછી એ સ્પષ્ટ થઈ ગયું છે કે IPL શિસ્ત સંબંધિત કડક પગલાં લાગુ કરવામાં આવી રહ્યા છે અને મેદાન પર ખેલાડીઓના વર્તન પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. દિલ્હી કેપિટલ્સ હવે ૧૮ એપ્રિલે RCB સામે ટકરાશે.

નીતીશ રાણા ઉપરાંત, ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ તેને સ્લો ઓવર-રેટને કારણે લાદવામાં આવ્યો હતો. IPL આચારસંહિતાના કલમ ૨.૨૨ હેઠળ જે ન્યૂનતમ ઓવર-રેટ સંબંધિત ગુનાઓ સાથે સંબંધિત છે, આ તેમની ટીમનો સિઝનનો પહેલો ગુનો હતો તેથી ગાયકવાડને ૧૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Related posts

અમદાવાદ ખાતે “ટોપ ચેમ્પિયનશ લીગ” TCL ની 17મી સીઝનમાં જોવા મળ્યું વુમેન ક્રિકેટ ટેલેન્ટ

Master Admin

ટી૨૦ વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકોઃ પેટ કમિન્સ આખી ટૂર્નામેન્ટમાંથી આઉટ

Master Admin

Chennai Lions Go Big for Chinese Paddler Fan Siqi, Dabang Delhi Make Diya Chitale Top Indian Pick at IndianOil UTT Season 6 Auction

Reporter1

Leave a Comment

Translate »