Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

નોઈડામાં ISI સાથે જોડાયેલા ૨ આતંકવાદીઓની ધરપકડ

VIP લોકોના ઘર પર ગ્રેનેડ હુમલાનું ઘડી રહ્યા હતા કાવતરું

બંને શંકાસ્પદ આરોપીઓ સ્લીપર સેલ પણ બનાવી ચૂક્યા હતા : આતંકવાદી કૃત્યો માટે પૈસાની લાલચ અપાઈ હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નોઈડા, તા.૨૪ એપ્રિલ ૨૦૨૬ — ઉત્તર પ્રદેશ એટીએસ (ATS) એ નોઈડાથી બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ આઈએસઆઈ (ISI) માટે કામ કરી રહ્યા હતા અને પાકિસ્તાની ગેંગસ્ટર શહઝાદ ભટ્ટી સાથે જોડાયેલા હતા. તેમની પાસેથી પિસ્તોલ, કારતૂસ અને ચપ્પુ મળી આવ્યા છે. આ બંને શંકાસ્પદ આઈએસઆઈના ઈશારે ભારત વિરુદ્ધ મોટા કાવતરાની યોજના ઘડી રહ્યા હતા.

એટીએસના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓની ઓળખ બાગપતના તુષાર ચૌહાણ ઉર્ફે હિઝબુલ્લા અલી ખાન તરીકે થઈ છે, જ્યારે બીજા આરોપીનું નામ સમીર ખાન છે, જે દિલ્હીનો રહેવાસી હોવાનું કહેવાય છે. આ બંનેની ઉંમર ૨૦ વર્ષની આસપાસ છે. એટીએસને આતંકવાદીઓ પાસેથી પિસ્તોલ, કારતૂસ અને ચપ્પુ મળી આવ્યા છે. આ સિવાય એટીએસ દ્વારા તેમની પાસેથી બે મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

એટીએસ મુજબ, બંને શંકાસ્પદ આઈએસઆઈ માટે કામ કરી રહ્યા હતા અને પાકિસ્તાની ગેંગસ્ટર શહઝાદ ભટ્ટી સાથે જોડાયેલા હતા. આ આરોપીઓ આબિદ જટ સહિત અનેક હેન્ડલર્સના સંપર્કમાં હતા. આ શંકાસ્પદોને ભારતમાં સંવેદનશીલ સ્થળોની રેકી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ લોકો પ્રભાવશાળી વ્યક્તિઓના ઘરે ગ્રેનેડ ફેંકવાનું કાવતરું ઘડી રહ્યા હતા. યુપી એટીએસના જણાવ્યા મુજબ, બંને શંકાસ્પદ આરોપીઓએ સ્લીપર સેલ પણ બનાવી લીધા હતા. તેમને આતંકવાદી ઘટનાઓ માટે પૈસાની લાલચ આપવામાં આવી હતી. આ માટે પહેલા ૫૦ હજાર એડવાન્સ અને બાદમાં અઢી લાખ રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું હતું. આ બંને ઈન્સ્ટાગ્રામ દ્વારા પાકિસ્તાની ગેંગસ્ટરના સંપર્કમાં હતા. તેમણે આઈડી બંધ થયા પછી ફરીથી એકાઉન્ટ બનાવ્યું હતું.

એકબીજા સાથે સંપર્ક કરવા માટે આ લોકો વોઈસ અને વિડિયો કોલનો ઉપયોગ કરતા હતા. તેમને દુબઈ થઈને પાકિસ્તાન બોલાવવાની લાલચ આપવામાં આવી હતી. કટ્ટરપંથી યુટ્યુબર્સે પણ લાલચ આપી હતી. આ આરોપીઓ મેરઠમાં રહીને મોટા કાવતરાને અંજામ આપવાની ફિરાકમાં હતા. તેઓ આરોપી સમીર ખાન સાથે મળીને પ્લાનિંગ કરી રહ્યા હતા. તેમને ટીટીએચ (TTH) લખીને લોકોને જોડવાનું ટાસ્ક આપવામાં આવ્યું હતું.

આ આતંકવાદીઓ આઈએસઆઈ એજન્ટ મેજર હમીદ, ઈકબાલ અને અનવરના સંપર્કમાં હતા. યુપી એટીએસ હવે તેમને રિમાન્ડ પર લઈને ઝીણવટભરી પૂછપરછ કરશે. તેમના અન્ય સાથીદારો વિશે પણ પૂછપરછ કરવામાં આવશે. પૂછપરછમાં અન્ય ઘણા મોટા ખુલાસા પણ થઈ શકે છે.

Related posts

ભારત સાથે સંબંધો સુધારવા અમેરિકા મેદાનમાં ઉતર્યું

Master Admin

મહારાષ્ટ્રના બારામતીમાં ફરી પ્લેન ક્રેશની ઘટના બની

Master Admin

દરેક પડકારનો સામનો કરવા ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરી રહી છે

Master Admin

1 comment

Aileen1860 April 25, 2026 at 6:36 am Reply

Leave a Comment

Translate »