Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોડાની ધરપકડ

દરોડા બાદ EDએ કરી મોટી કાર્યવાહી

EDની ટીમે કેબિનેટ મંત્રી સંજીવ અરોડાના સત્તાવાર નિવાસસ્થાન સહિત ઘણી જગ્યાઓએ દરોડા પાડ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
ચંદીગઢ, તા.૯ મે ૨૦૨૬ — પંજાબના કેબિનેટ મંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજીવ અરોરાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ચંદીગઢમાં આવેલા તેઓના સરકારી નિવાસ પર આજે સવારે ઈડીની ટીમે દરોડો પાડ્યા હતા. કલાકો સુધી ચાલેલી કાર્યવાહી બાદ ઈડીએ મંત્રી સંજીવ અરોરાની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ કાર્યવાહીને લઈને આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પર રાજકીય દબાણ બનાવવાનો આરોપ લગાવ્યો છે.

ED ચંદીગઢ અને દિલ્હી-NCR વિસ્તારમાં સંજીવ અરોરા અને તેના સહિયોગીઓ સાથે જોડાયેલા કુલ ચાર જગ્યાએ તપાસ અભિયાન હાથ ધર્યું હતુ. સૂત્રોના હવાલેથી જાણકારી અનુસાર તપાસ એજન્સી નાણાકીય લેવડ દેવડ અને કથિત મની લોન્ડરિંગ સાથે જોડાયેલા દસ્તાવેજોની તપાસ કરી રહી હતી. આ કાર્યવાહીએ પંજાબ સરકાર અને રાજનીતિમાં હડકંપ મચાવી દીધો છે.

સવારે આશરે ૭ વાગ્યે સેક્ટર ૨ સ્થિત સરકારી આવાસ પર ઈડી અધિકારીઓનો કાફલો પહોંચ્યો હતો. આશરે ૨૦ ગાડીઓમાં પહોંચેલા અધિકારીઓ સાથે સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યાં હતા. CIA અને સ્પેશિયલ ફોર્સના આશરે ત્રણ ડર્ઝન જવાનોએ આખો વિસ્તાર ઘેરી લીધો હતો.

જાણકારી અનુસાર સવારે ૭.૨૫ વાગ્યે ઔપચારિક રીતે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતુ. ઈડ્ઢની આ કાર્યવાહી PMLA ૨૦૦૨ અંતર્ગત કરવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર આ કાર્યવાહી બે દિવસ પહેલા શરૂ થયેલી મોટી તપસાનો વિસ્તાર માનવામાં આવી રહી છે. જેમાં બિલ્ડર અજય સહગલ, મોહિન્દર સિંહ અને અન્ય વેપારીઓને ત્યાં પણ દરોડા પડ્યા હતા.

EDના દરોડાને લઈને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓએ બીજેપી પર નિશાન સાધતા એક્સ પોસ્ટ પર લખ્યું, “આજે ફરી એકવાર ભાજપની ઈડી સંજીવ અરોડાના ઘરે પહોંચી. એક વર્ષમાં આ ત્રીજી વાર છે જ્યારે ભાજપની ઈડી તેઓના ઘરે પહોંચી છે. છેલ્લા એક મહિનામાં આ બીજીવાર છે. છતા પણ તેઓને કંઈ મળ્યું નથી. હું મોદીજીને કહેવા માગુ છું કે પંજાબ ગુરુઓની ભૂમિ છે. જેને ઔરંગઝેબ પણ પોતાના આધિન કરી શક્યો નહોતો. આ ભગત સિંહની ભૂમિ છે, જેણે અંગ્રેજો સામે ક્યારેય માથુ નમાવ્યું નહોતું. એટલે પંજાબ મોદીની ચાલ સામે ક્યારેય ઝુકશે નહીં, ઈડી ભાજપના આ અનૈતિક ગઠબંધનનો અંત પંજાબથી જ શરુ થશે.

Related posts

હર્ષ સંઘવી અને જિગ્નેશ મેવાણી ફરી એકવાર આમને-સામને આવ્યા

Master Admin

Ai+ Smartphone એ 26 જૂનથી Nova 2 Pro અને Nova 2 Neo નું વેચાણ શરૂ કર્યું

Master Admin

Amazon.in પર બેસ્ટ ઇન ટેક સર્વેમાં જાણવા મળ્યું છે કે લેપટોપ ખરીદદારોમાં પર્ફોર્મન્સ સૌથી મોટું ખરીદીનું કારણ છે; ટેબ્લેટ ખરીદદારો માટે ડિસ્પ્લે ગુણવત્તા સૌથી વધુ મહત્ત્વની છે

Master Admin

Leave a Comment

Translate »