Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gov. of IndianationalPolitics

પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર

પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે

આસામ, કેરળ અને પુડુચેરીમાં ૯ એપ્રિલે મતદાન થશે, જ્યારે પશ્ચિમ બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલના રોજ બે તબક્કમાં મતદાન યોજાશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૫ માર્ચ ૨૦૨૬ — પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણીની તારીખો ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. નવી દિલ્હી ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે અન્ય ચૂંટણી કમિશનરોની સાથે મળીને પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. આપને જણાવી દઈએ કે, ૪ રાજ્યોમાં વિધાનસભાનો કાર્યકાળ મે ૨૦૨૬માં પૂરો થઈ રહ્યો છે, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાનો કાર્યકાળ જૂન મહિનામાં પૂરો થઈ રહ્યો છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરતા કહ્યું કે, આસામ, કેરળ અને પુડુચેરીમાં ૯ એપ્રિલે મતદાન થશે, જેના પરિણામો ૪ મેના રોજ આવશે. આસામ, કેરળ, પુડુચેરીમાં ૯ એપ્રિલે એક તબક્કામાં ચૂંટણી યોજાશે. જ્યારે મતગણતરી ૪ મે ૨૦૨૬ના રોજ હાથ ધરાશે.

પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરતા તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલના રોજ બે તબક્કમાં મતદાન થશે. જ્યારે ૪ મે ૨૦૨૬ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. તમિલનાડુમાં એક જ તબક્કામાં ૨૩ એપ્રિલના રોજ મતદાન થશે, જ્યારે ૪ મે ૨૦૨૬ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીના પરિણામો ૨ મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. આ ચૂંટણીઓમાં મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ ૨૯૪ વિધાનસભા બેઠકોમાંથી ૨૧૩ બેઠકો જીતીને સત્તામાં પાછી આવી હતી. જે ૨૦૧૬ની ચૂંટણીઓ કરતા શ્રેષ્ઠ પ્રદર્શન હતું. ૭૭ બેઠકો જીતીને ભાજપ પ્રથમ વખત રાજ્યમાં મુખ્ય વિપક્ષી પક્ષ તરીકે ઉભરી આવ્યો. ડાબેરી અને કોંગ્રેસ પક્ષનું ગઠબંધન – જે લાંબા સમય સુધી પશ્ચિમ બંગાળમાં સત્તા પર હતું, જે શૂન્ય બેઠકો પર સમેટાયું. ભારતીય ધર્મનિરપેક્ષ મોરચા અને સ્વતંત્ર ઉમેદવારોએ એક-એક બેઠક મેળવી હતી.

જાણો કયા રાજ્યમાં ક્યારે મતદાન અને મતગણતરી
• પશ્ચિમ બંગાળઃ બે તબક્કામાં મતદાન, ૨૩ અને ૨૯ એપ્રિલે મતદાન તો ૪ મેના રોજ પરિણામ
• તમિલનાડુઃ ૨૩ એપ્રિલે એક તબક્કામાં મતદાન, ૪ મેના રોજ પરિણામ
• કેરલમઃ ૯ એપ્રિલે એક જ તબક્કામાં મતદાન, ૪ મેના રોજ પરિણામ
• આસામઃ ૯ એપ્રિલે એક જ તબક્કામાં મતદાન, ૪ મેના રોજ પરિણામ
• પુડુચેરીઃ ૯ એપ્રિલે એક જ તબક્કામાં મતદાન, ૪ મેના રોજ પરિણામ
૫ રાજ્યોની ૮૨૪ બેઠકો પર ચૂંટણી
• પશ્ચિમ બંગાળઃ ૨૯૪ બેઠકો
• તમિલનાડુઃ ૨૩૪ બેઠકો
• કેરલમઃ ૧૪૦ બેઠકો
• આસામઃ ૧૨૬ બેઠકો

૨૦૨૧માં આ પાંચેય રાજ્યોની ચૂંટણીઓ ૨૬ ફેબ્રુઆરીએ યોજાઈ હતી. અગાઉના પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ આઠ તબક્કામાં યોજાઈ હતી. ૨૦૨૧માં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ અને કેરળ વિધાનસભાઓની મુદત અનુક્રમે ૭ મે, ૧૦ મે, ૨૦ મે અને ૨૩ મેના રોજ સમાપ્ત થઈ રહી છે. પુડુચેરી વિધાનસભાનો કાર્યકાળ છેલ્લે ૧૫ જૂને સમાપ્ત થઈ રહ્યો છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, “અંતિમ યાદી મુજબ, આસામમાં આશરે ૨.૫૦ કરોડ, કેરળમાં ૨.૭૦ કરોડ, પુડુચેરીમાં ૯.૪૪ લાખ, તમિલનાડુમાં ૫.૬૭ કરોડ અને ૨૮ ફેબ્રુઆરીએ જાહેર કરાયેલ અંતિમ યાદી મુજબ પશ્ચિમ બંગાળમાં ૬.૪૪ કરોડ મતદારો છે.”

ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં શાંતિપૂર્ણ, સુરક્ષિત અને નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પત્રકાર પરિષદ દરમિયાન જાહેર કરાયેલા આંકડા મુજબ, આ વિશાળ ચૂંટણી પ્રક્રિયાની સફળતા સુનિશ્ચિત કરવા માટે કુલ આશરે ૨૫ લાખ ચૂંટણી અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે.

– મતદાન સ્ટાફ (પોલિંગ કર્મચારી)ઃ લગભગ ૧૫ લાખ
– સુરક્ષા કર્મચારીઓઃ ૮.૫ લાખ
– મતદાન માટે માઈક્રો ઓબ્ઝર્વરઃ લગભગ ૪૯ હજાર
– કાઉન્ટિંગ અધિકારીઃ લગભગ ૪૦ હજાર
– સેક્ટર ઓફિરર્સઃ લગભગ ૨૧ હજાર
– કાઉન્ટિંગ માટે માઈક્રો ઓબ્ઝર્વરઃ લગભગ ૧૫ હજાર
– ઓબ્ઝર્વરઃ ૧,૪૪૪
• પુડુચેરીઃ ૩૦ બેઠકો

Related posts

દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૧૭૨% નો વધારો થયો

Master Admin

ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનનો કહેર, ૫૪ લોકોના મોત

Master Admin

શુભેન્દુ સરકારના ફેન્સિંગના નિર્ણયથી બાંગ્લાદેશ ધૂંઆપૂંઆ

Master Admin

Leave a Comment

Translate »