Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ નવાઝનો ડ્રગ ટેસ્ટ પોઝિટિવ

પાકિસ્તાન ક્રિકેટ જગત માટે શરમજનક સમાચાર

આ મામલે પીસીબીએ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈસ્લામાબાદ, તા.૨૩ એપ્રિલ ૨૦૨૬ — ફરી એકવાર પાકિસ્તાન ક્રિકેટ જગતમાંથી શરમજનક સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ નવાઝનો ડ્રગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, જેના કારણે તેની સત્તાવાર તપાસ શરૂ થઈ ગઈ છે. નવાઝનો આ ટેસ્ટ ૨૦૨૬ના T20 વર્લ્ડ કપ દરમિયાન કરવામાં આવ્યો હતો, જે ભારત અને શ્રીલંકામાં યોજાયો હતો. ESPNcricinfoએ એક અહેવાલમાં જણાવ્યું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PBC)એ નવાઝના કેસની તપાસ શરૂ કરી છે. વધુમાં આ તપાસના સીધા પરિણામ રૂપે ઇંગ્લેન્ડમાં આગામી T20 માટે નવાઝનો સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબ સાથેનો કરાર રદ કરવામાં આવ્યો છે.

ESPNcricinfo અનુસાર, મોહમ્મદ નવાઝ ૨૦૨૬ના T20 વર્લ્ડ કપ દરમિયાન લેવામાં આવેલા ડ્રગ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો હતો અને PCB આ મામલાની તપાસ શરૂ કરી છે. પાકિસ્તાન માટે અત્યાર સુધી ૯૮ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા નવાઝ વિશે ESPNcricinfo સાથે વાત કરતા PCB પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આ બાબતે PCB જાણ કરી છે, જેના પગલે PBC તપાસ શરૂ કરી છે.

આ તપાસમાંથી જે પણ પરિણામો આવશે તે ICCને જણાવવામાં આવશે. નોંધનીય છે કે ICCએ ૨૨ એપ્રિલે નવાઝ અંગે PCB સૌપ્રથમ સંપર્ક કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ૩૨ વર્ષીય ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝ સલમાન અલી આગાના નેતૃત્વ હેઠળની પાકિસ્તાન ટીમનો ભાગ હતો. શ્રીલંકામાં યોજાયેલી ટુર્નામેન્ટ દરમિયાન તેણે ટીમ માટે ૭ મેચ રમી હતી, જેમાં તેણે ૧૫ રન બનાવવા ઉપરાંત ૭ વિકેટ લીધી હતી. નવાઝે ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાયેલી ભારત-પાકિસ્તાન મેચમાં પણ ભાગ લીધો હતો. જોકે, પાકિસ્તાન ટીમ સુપર-૮ તબક્કામાં જ T20 વર્લ્ડ કપ ૨૦૨૬માંથી બહાર થઈ ગઈ હતી.

નવાઝે તાજેતરમાં સરે સાથે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો અને ૨૬ મેથી ૧૮ જુલાઈ વચ્ચે યોજાનારી T20 બ્લાસ્ટની આખી સીઝન માટે ઉપલબ્ધ રહેવાનું હતું. PBC બે અઠવાડિયા પહેલા જ ્‌૨૦ બ્લાસ્ટ માટે મોહમ્મદ નવાઝને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) પણ જારી કર્યું હતું. જો કે, હવે અહેવાલો છે કે તેની સામે PBC તપાસ શરૂ થયા બાદ સરે સાથેનો તેનો કરાર રદ કરવામાં આવ્યો છે. જોકે, હાલમાં સરે દ્વારા આ બાબત અંગે કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

Related posts

Clear Premium Water Makes History with 100% rPET Bottles at the 38th National Games

Reporter1

કોહલીએ સ્પષ્ટ કર્યું કે, તે ૨૦૨૭નો વર્લ્ડ કપ રમવા માટે તૈયાર છે

Master Admin

વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026: ત્રીજા દિવસે ભારતે 7 મેડલ કર્યા નિશ્ચિત

Master Admin

Leave a Comment

Translate »