સિટીના સૌથી મોટા વોટર પ્રુફ એસી ડોમમાં ખેલૈયાઓ વરસાદમાં પણ ગરબે ઝુમી રહયા છે, જેમાં 4000 ટનથી વધુ ક્ષમતા ધરાવતું એર કન્ડિશનિંગ લગાવવામાં આવ્યું છે
22 સપ્ટેમ્બરથી 1લી ઓક્ટોબર એમ ૧૦ દિવસ સુધી ચાલનારા નવરાત્રિ મહોત્સવમાં ગરબે ઘૂમવા ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આ નવરાત્રિમાં સુપ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવી અમદાવાદના ગોપાલ ફાર્મ એસપી રિંગરોડ ખાતે આવેલા પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરીના ભવ્ય એસી ડોમમાં ખેલૈયાઓને પ્રાચીન અર્વાચિન ગરબા સાથે તેમના સુપ્રસિદ્ધ ગીતો અને મનમોહક સુર થકી ખેલૈયાઓને ડોલાવી રહયા છે. આ વર્ષે ગરબાની થીમ ઉદયપુરના મહેલો જેવી ભવ્ય રાજા-રજવાડા શૈલી પર આધારિત છે, જે ખેલૈયાઓ અને મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
નવરાત્રિ મહોત્સવમાં આવતા મહેમાનોની સુવિધા માટે ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. વીવીઆઈપી પાર્કિંગ ઉપરાંત વીઆઈપી મહેમાનો માટે ગોલ્ફ કાર્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે. ટ્રાફિક વ્યવસ્થાનું સુચારુ પાલન થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને પાર્કિંગની ઉત્તમ સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે. ખેલૈયાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા, ગરબા સ્થળ પર ચુસ્ત સિક્યુરિટી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગરબાના કિંગ કિર્તીદાન ગઢવીના સંગીતમય અંદાજમાં ખેલૈયાઓ નોન-સ્ટોપ ગરબાનો આનંદ માણી રહ્યા છે. આ ગરબા મહોત્સવ શહેરના સૌથી ભવ્ય અને સુરક્ષિત આયોજનોમાંથી એક બની રહ્યો છે.
ત્યારે 9 લાખ સ્કેવર ફુટ જેટલી વિશાળ જગ્યામાં ઉભા કરાયેલા આ ભવ્ય ડોમમાં ગરબે ઝુમવા ખેલૈયાઓમાં એક અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરીના આ વોટરપ્રુફ ડોમમાં 18 હજાર થી 20 હજાર લોકો એકસાથે સરળતાથી ગરબા રમી શકે, તેમજ 2500થી પણ વધારે લોકો બેસી શકે એવા સિટીંગ એરેજમેન્ટ જેવી સગવડ પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી ખાતે કરવામાં આવી છે.
પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી, AAI ઈવેન્ટ્સ, હેકટા ઈન્સફ્રાસ્ટ્રક્ચર, જીગર પ્રોડક્શન તેમજ ક્રિષ્ના કિર્તીદાન દાન ગઢવી જેવા ઓર્ગેનાઈઝર દ્વારા પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી આ વર્ષે ખેલૈયાઓને આધ્યાત્મિક અનુભવ સાથે એક ભવ્ય વોટરપ્રુફ AC ડોમમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાનના સુરીલા સ્વરો સાથે પ્રાચીન અર્વાચિન ગરબે ઝુમાવી રહયા છે.