Nirmal Metro Gujarati News
article

પીએસએમ મલ્ટિ-સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજને AHMP ઈન્ડિયા સમિટમાં પ્રાપ્ત થયો એવોર્ડ

 

– એક્સેલન્સ ઇન પેશન્ટ કોમ્યુનિકેશન બદલ થયેલા ઉત્કૃષ્ટ કાર્ય બદલ ફરીથી અન્ય એક એવોર્ડરૂપે પ્રાપ્ત થયું સન્માન

પીએસએમ મલ્ટિ-સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજ કલોલને એક પછી એક નવી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ રહી છે ફરી એકવાર એવોર્ડ પ્રાપ્ત થયો છે. એએચએમપી ઈન્ડિયા માર્કેટિંગ સમિટ 2025 એએમએ, અમદાવાદ, ગુજરાતમાં ખાતે યોજાઈ હતી જેમાં એક્સેલન્સ ઇન પેશન્ટ કોમ્યુનિકેશન બદલ હેલ્થકેર માર્કેટિંગ માઇસ્ટ્રોસ એવોર્ડ્ 2025 (Healthcare marketing maestros award 2025) પ્રાપ્ત થયો હતો.

શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજી, સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુલ દ્વારા સંચાલિત સ્વામિનારાયણ યુનિવર્સિટી, કલોલ (ગાંધીનગર) કેમ્પસના આ વિભાગમાં માર્કેટિંગ, પ્રમોશન, આરોગ્યસંભાળ, વ્યવસ્થાપન, ગુણવત્તાયુક્ત કાર્યો થયા છે. ઉપરાંત બધા સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિટી (ઓપીડી-આઈપીડી-આઈસીયુ-સર્જરી)માં દર્દીઓને મફત સેવા પૂરી પાડવામાં આવે છે.
છેલા 1 વર્ષ માં 1 લાખથી વધારે દર્દીઓને વિનામૂlયે સારવાર આપેલ છે. વધુમાં સીટી સ્કેન તથા એમઆરઆઈ જેવી સેવાઓ પણ કાર્યરત થયેલ છે.
જે અત્યંત ઓછા દરે આપવામા આવે છે.
આગામી સમયમાં કેન્સરને લગતા રોગો સામે તમામ સારવાર (કિમોથેરાપી, શેક, સર્જરી, પેટ સીટી સ્કેન) વગેરેની કામગીરી પણ પુર જોશમાં ચાલી રહી છે. આ તમામ કાર્યો બિરદાવવા યોગ્ય હોવાથી હોસ્પિટલને આ સિદ્ધીઓ મળી રહી છે.

હરહંમેશની જેમ આ વખતે પણ સ્વામિનારાયણ યુનિવર્સિટી અને સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળના પ્રમુખ પી.પી.શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજીએ પીએસએમ હોસ્પિટલની ટીમને આ સિદ્ધિ બદલ આશીર્વાદ આપ્યા છે અને આ સારી કામગીરીને જરૂરિયાત મુજબ આરોગ્ય સેવાઓ માટે અવિરત પણે ચાલુ રાખવા પ્રોત્સાહિત કર્યા હતા.

વર્ષ 2023-2024માં પીએમજેએવાય-આયુષ્માન ભારત યોજનામાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ ગુજરાત સરકાર, ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પીએસએમ મલ્ટિ-સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ (સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, કલોલ સાથે સંલગ્ન)ને સન્માન પ્રાપ્ત થયું હતું.
આ અગાઉ પણ પીએસએમ હોસ્પિટલને ઉત્કૃષ્ટ સેવાઓ બદલ આ જ રીતે સન્માન જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રાપ્ત થયું હતું. સતત એક પછી એક સન્માન આ દિશામાં હોસ્પિટલને મળતા રહ્યા છે. સેવા કાર્યોથી હોસ્પિટલની આ મોટી સિદ્ધિઓ કહી શકાય. એટલું જ નહીં, અગાઉ હેલ્થ કેર ઑનર્સ નેશનલ લેવલ કોંકલેવ (HOCON) ગવર્મેન્ટ દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો સન્માનિત કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન પણ પીએસએમ હોસ્પિટલને આરોગ્ય મંત્રીના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો. કેમ કે, હોસ્પિટલમાં ઓપીડી, અંદરના દર્દીઓને નિઃશુલ્ક સેવાઓ અપાય છે. છેલ્લા 10 વર્ષથી અવિરત ગુણવત્તા ભરી સેવાઓ સંસ્થાના નિષ્ણાત ડોક્ટરો તેમજ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા અપાઈ રહી છે. સર્વે સંતોની સેવાની લાગણીઓ અને દર્દીઓના દર્દને દૂર કરવા માટે દૂર દૂરના ગામડાઓ સુધી આરોગ્યની સેવાઓ તદ્દન નિઃશુલ્ક આપવામાં આવે છે.

આમ PSM હોસ્પિટલ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજના CEO શ્રી ડૉ. વિજય પંડ્યાએ જણાવેલ, તથા તેમને આ કાર્યોમાં જોડાયેલ ટીમનો ખાસ આભાર વ્યક્ત કરેલ.

Related posts

Havmor Ice Cream Introduces Festive Thandai Flavor for Holi

Reporter1

ભારતના આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂએ ન્યુ યોર્કમાં યુનાઇટેડ નેશન્સમાં રામકથાનો પ્રારંભ કર્યો

Reporter1

Rotary Club of Ahmedabad Skyline Contributes 51,000 Diyas to Ayodhya Deepotsav World Record Initiative in Collaboration with My FM 94.3

Reporter1
Translate »