Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

બંગાળમાં દરેક દુષ્કર્મ કેસ, જૂના કૌભાંડનો ફાઈલો ખોલાશે : મોદી

ભ્રષ્ટાચારીઓ પણ થશે જેલભેગાઃ બંગાળમાં વડાપ્રધાન મોદીની ૬ ગેરંટી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હલ્દિયામાં જનસભા ગજવીને સત્તાધારી તૃમણૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનરજી પર આકરા પ્રહારો કર્યા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતા, તા.૯ એપ્રિલ ૨૦૨૬ — પશ્ચિમ બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલે મતદાન યોજાવાનું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હલ્દિયામાં જનસભા ગજવીને સત્તાધારી તૃમણૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનરજી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સંબોધનમાં બંગાળમાં ભાજપની જીત માટે પ્રજા પાસે આર્શિવાદ માંગ્યા છે. આ સાથે તેમણે બંગાળની પ્રજાને છ ગેરેન્ટી પણ આપી છે. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે, ‘પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવતા જ દરેક દુષ્કર્મ કેસ, જૂના કૌભાંડનો ફાઈલો ફરી ખોલવામાં આવશે અને ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરીદેવામાં આવશે. બંગાળની પ્રજાએ દરેક અડચણો પાર કરીને અને દરેક પડકારોને હરાવવાનું મન બનાવી લીધું છે. આ ચૂંટણી સામાન્ય નથી, પણ રાજ્યમાં બદલાવની એવી આંધી છે, જે ટીએમસી સરકારની વિદાય કરવા માટે પુરતી છે. વડાપ્રધાને એમ પણ કહ્યું કે, બંગાળની આ ચૂંટણી નાની-મોટી ચૂંટણી નથી, પરંતુ બંગાળનું ખોવાયેલું ગૌરવ અને તેની જૂની ઓળખ પરત લાવવાની લડાઈ છે. જો આપણે ખરેખર બંગાળનો વિકાસ કરવાનું સ્વપ્ન પુરુ કરવા માંગીએ છીએ તો સૌથી પહેલા આ નિર્દર સરકારને સત્તામાંથી બહારનો રસ્તો બતાડવો પડશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ‘આજે આખે દેશ ઝડપી વિકાસ કરી રહ્યો છે, પરંતુ ટીએમસીની નીતિ બંગાળને પાછળ ધકેલી રહી છે. એક સમયે બંગાળ આખા દેશમાં વેપાર અને ઉદ્યોગોમાં મહત્ત્વનું યોગદાન આપતું હતું, પરંતુ આજના સમયમાં બંગાળને ઘણું પાછળ ધકેલી દેવાયું છે. એક સમયે દૂર દૂરથી લોકો હલ્દિયામાં કામ શોધવા આવતા હતા અને આજે અવી સ્થિતિ ઉભી થઈ છે કે, હલ્દિયાના લોકોએ રોજગારી મેળવવા માટે બીજા રાજ્યમાં ભાગવું પડી રહ્યું છે.’

પીએમ મોદીએ જનસભા સંબોધતી વખતે કટાક્ષ કરીને કહ્યું કે, ટીએમસીના રાજમાં રોજગારી આપતી ફેક્ટ્રીઓ બંધ થઈ ઘઈ છે, જ્યારે ઘૂસણખોરોની ફેક્ટ્રીઓ ખૂબ આગળ વધી રહી છે. તેમણે લોકોને યાદ અપાવ્યું કે, સદીઓ પહેલા હલ્દિયા સમૃદ્ધ અને સુખી શહેર હતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ત્યાંની ફેક્ટ્રીઓમાં તાળા લટકતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ વડાપ્રધાને લોકોને છ ગેરેન્ટી સમજાવી વચન આપતા કહ્યું કે, જો રાજ્યમાં ભાજપ સરકાર આવશે તો ૬ ગેરેન્ટ્રી પુરી કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીની છ ગેરેન્ટ્રી
૧.ગુંડાગીરી ખતમ, કાયદાનું રાજ : ટીએમસીએ બંગાળમાં ભય અને આતંક ફેલાવીને રાખ્યો છે, તેને ભાજપ ખતમ કરશે અને રાજ્યમાં કાયદા પર વિશ્વાસ સ્થાપીત કરશે.
૨. સરકારી સિસ્ટમની જવાબદારી : રાજ્યમાં એવી સરકારી સિસ્ટમ ઉભી કરાશે, જે પ્રજાની સેવા કરવા માટે જવાબદાર રહેશે અને પ્રજાના કામ કોઈપણ અડચણ વગર પુરા થશે.
૩. તમામ ફાઈલો ખોલાશે : ટીએમસીના રાજમાં થયેલા કૌભાંડ, ભ્રષ્ટાચાર અને મહિલાઓ સાથે થયેલ અન્યાય (રેપ કેસ)ની જૂની ફાઈલો ફરી ખોલવામાં આવશે.
૪. ભ્રષ્ટાચારીને જેલમાં ધકેલાશે : પ્રજાના પૈસા લૂંટનારાઓને કોઈપણ કિંમતો છોડાશે નહીં. મોદી ભ્રષ્ટાચાર સાખી નહીં લે અને એક-એક ભ્રષ્ટાચારીને જેલમાં ધકેલવામાં આવશે.
૫. ઘૂસણખોરોની વિદાય : ભારતની જમીન પર ગેરકાયદે ઘૂસણખોરી કરવાની ક્યારે મંજૂરી અપાશે નહીં, આવા લોકો સામે કડક કાર્યવાહી કરાશે.
૬. સરકારી કર્મચારીઓને ભેટ : મોદી અને ભાજપ તમામ સરકારી કર્મચારીઓ પાસે ઉભા છે. બંગાળમાં ભાજપની સત્તા આવતાં જ સાતમો પગાર પંચ લાગુ કરાશે.

Related posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની વધુ એક યાદી જાહેર

Master Admin

આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અટકાયત કરાઇ

Master Admin

ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર ૨૪ કલાકથી અટવાયા

Master Admin

Leave a Comment

Translate »