Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

BCCIએ કેપ્ટન શુભમન ગિલને ફટકારી સજા

જીતના જશ્ન વચ્ચે ગુજરાત ટાઈટન્સને મોટો ઝટકો

BCCIએ શુભમન ગિલને રૂ.૧૨ લાખનો દંડ ફટકાર્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૯ એપ્રિલ ૨૦૨૬ — IPL 2026માં ગુજરાત ટાઇટન્સે આખરે પોતાનું જીતનું ખાતું ખોલાવ્યું. જોકે, આ જીત સાથે ટીમ અને કેપ્ટન શુભમન ગિલ બંને માટે મોટી મુશ્કેલી પણ આવી. ૮ એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી રોમાંચક મેચમાં ગુજરાતે એક રનથી વિજય મેળવ્યો, પરંતુ કેપ્ટન ગિલને સ્લો ઓવર-રેટને કારણે શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો.

BCCIએ દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન સ્લો ઓવર-રેટ માટે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને રૂા.૧૨ લાખનો દંડ ફટકાર્યો છે. ગુરુવારે જારી કરાયેલ પ્રેસ રિલીઝમાં જણાવાયું હતું કે ગુજરાત ટાઇટન્સે લીગની આચારસંહિતાની કલમ ૨.૨૨નું ઉલ્લંઘન કર્યું છે. કારણ કે આ ટીમનો સિઝનનો પહેલો ગુનો હતો, તેથી કેપ્ટન શુભમન ગિલને રૂ.૧૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

શુભમન ગિલ IPL 2026માં સ્લો ઓવર-રેટ બદલ દંડનો સામનો કરનાર બીજો કેપ્ટન છે. તેમના પહેલા પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરને પણ સ્લો ઓવર-રેટના સમાન ગુના માટે બે વાર દંડ ફટકારવામાં આવ્યો હતો. દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં શુભમન ગિલે ૪૫ બોલમાં ૭૦ રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. શુભમન ગિલની આ ઇનિંગને કારણે ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને એક રનના માર્જિનથી હરાવ્યું હતું.

IPL આચારસંહિતા અનુસાર, ટીમોએ ૯૦ મિનિટની અંદર તેમની બોલિંગ ઇનિંગ્સ પૂર્ણ કરવી જરૂરી છે. સ્લો ઓવર-રેટ સંબંધિત પહેલી વખતના ગુના માટે ફક્ત કેપ્ટન પર રૂ.૧૨ લાખનો દંડ ફટકારવામાં આવે છે.

બીજા ગુના માટે કેપ્ટનને રૂ.૨૪ લાખનો દંડ ફટકારવામાં આવે છે, જ્યારે પ્લેઇંગ ઠૈં માં સમાવિષ્ટ ખેલાડીઓ ઇમ્પેક્ટ પ્લેયર સહિત પ્રત્યેકને રૂ.૬ લાખ અથવા તેમની મેચ ફીના ૨૫ ટકા (જે રકમ ઓછી હોય) દંડ કરવામાં આવે છે.

એક જ સિઝનમાં ત્રીજા ગુના માટે અને ત્યારબાદના દરેક ગુના માટે કેપ્ટનને રૂ.૩૦ લાખનો દંડ ફટકારવામાં આવે છે, જ્યારે પ્લેઇંગ ઠૈંમાં રહેલા ખેલાડીઓ ઇમ્પેક્ટ પ્લેયર સહિત પ્રત્યેકને રૂ.૧૨ લાખ અથવા તેમની મેચ ફીના ૫૦ ટકા (જે રકમ ઓછી હોય) દંડ કરવામાં આવે છે.

Related posts

Thums Up’s Olympics Campaign Demonstrates the Power of a ‘thumbs up’ Gesture

Reporter1

વેસ્ટ ઈન્ડિઝને હરાવી દક્ષિણ આફ્રિકાની સેમિ ફાઈનલમાં એન્ટ્રી

Master Admin

યશ અનિલ રાશિયા : સુરતનો વિશ્વ ચેમ્પિયન જેણે ભારતને રોલ બોલમાં ગૌરવ અપાવ્યું

Master Admin

Leave a Comment

Translate »