Nirmal Metro Gujarati News
article

બેંગ્લોરની ભાગદોડમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

 

 

કર્ણાટકના બેંગલોર ખાતે નાસભાગની ઘટનામાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યો છે. બેંગ્લોર ખાતે એક તરફ આરસીબીની જીતનો સૌને આનંદ હતો અને બીજી તરફ તે ભવ્ય જીતની ઉજવણીમાં સામેલ થવા માટે લાખો લોકો એકત્રિત થયા હતા. ભીડ બેકાબૂ બની હતી અને પરિણામ સ્વરૂપે નાસભાગ મચી જવા પામી હતી. જેમાં પ્રાપ્ત વિગતો મુજબ ૧૧ યુવાન ભાઈ-બહેનોનાં કચડાઈ જવાથી કરુણ મોત નિપજ્યા છે. માર્યા ગયેલા તમામ એકદમ યુવાન વયજૂથના હતા. આ કરુણ ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને રૂ.૧૫,૦૦૦ લેખે કૂલ મળીને રૂ.૧,૬૫,૦૦૦ ની સહાયતા રાશી અર્પણ કરી છે.

અકસ્માતની અન્ય એક ઘટનામાં દ્વારકા ગોમતી નદીમાં સ્નાન કરવા ગયેલા યુવકોમાંથી જામનગરમાં રહેતી એક યુવતીનું તણાઈ જતા દુઃખદ મોત નીપજ્યું હતું. પૂજ્ય બાપુએ તે યુવતીને શ્રદ્ધાંજલિ પાઠવી તેના પરિજનોને રૂ.૧૫,૦૦૦ ની સહાયતા રાશી અર્પણ કરી છે. આ સહુ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.

Related posts

સુપર 30 ફેમ અને જાણીતા શિક્ષણવિદ આનંદ કુમાર દ્વારા ‘મિશન કામયાબ’નું અનાવરણ

Master Admin

ધ મુકુથી શો

Reporter1

Oncowin એ નિકોલમાં નવા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું, પુખ્ત વયના તેમજ બાળકો માટે કેન્સરની કેરની સુલભતા વધારી

Reporter1
Translate »