Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

બોપલમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો

૯ લાખના ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ

આ કેસમાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૩ માર્ચ ૨૦૨૬ — અમદાવાદ શહેરમાં નશાના સોદાગરો સામે એસઓજી એ લાલ આંખ કરી છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા જાણીતા વકીલ સાહેબ બ્રિજ પાસે મોડી રાત્રે એસઓજીની ટીમે દરોડો પાડીને લાખો રૂપિયાની કિંમતનો પ્રતિબંધિત ‘હાઈબ્રિડ ગાંજો’ ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે,

જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો છે.એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે બોપલ વિસ્તારમાં કેટલાક શખ્સો મોંઘાદાટ હાઈબ્રિડ ગાંજાનો જથ્થો વેચવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે પોલીસે વકીલ સાહેબ બ્રિજ પાસે આવેલા એક શોરૂમ નજીક વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ હિલચાલ કરી રહેલા શખ્સોને દબોચી લીધા હતા.

પોલીસે સ્થળ પરથી નારોલના રહેવાસી શિવમસિંહ ભદોરિયા અને શાસ્ત્રીનગરના રહેવાસી હેમંતકુમાર દેસાઈ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને પાસેથી પોલીસને ૨૫૮.૭૬ ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો છે, જેની બજારમાં અંદાજિત કિંમત ૯,૦૫,૬૬૦ જેટલી થાય છે. આ ઉપરાંત પોલીસે એક મોપેડ અને ૫ મોબાઈલ ફોન સહિત કુલ ૯,૭૯,૭૯૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ ડ્રગ્સ નેટવર્કમાં બોપલનો રહેવાસી પૂર્વરાજસિંહ વાઘેલા પણ સામેલ હોવાનું ખુલ્યું છે, જોકે તે પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયો છે. એસઓજીએ પૂર્વરાજસિંહને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને વેચવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે.અમદાવાદમાં જે પ્રકારે હાઈબ્રિડ ગાંજાનું ચલણ વધી રહ્યું છે તે પોલીસ માટે મોટો પડકાર બની રહ્યો છે. બોપલ જેવા વિસ્તારોમાં યુવાધનને નશાના રવાડે ચઢાવતા આવા તત્વો સામે એસઓજીની આ મોટી સફળતા માનવામાં આવે છે.

Related posts

અમદાવાદ એરપોર્ટ પરથી ૪૭ કરોડના હેરોઇનનો ૬.૮ કિલો જથ્થો ઝડપાયો

Master Admin

પંજાબના લુધિયાણામાંથી સફેદ ડ્રમમાં લાશ મળી

Master Admin

ઇસ્કોન મંદિર પાસે વ્હીલચેર વેરહાઉસમાં આગ લાગી

Master Admin

Leave a Comment

Translate »