Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

બ્લેક ફ્રાઈડે : એક જ દિવસમાં સોનામાં ૧૬,૫૦૦નો કડાકો

ચાંદીમાં રૂ.૬૭,૮૯૧નો કડાકો

સોના અને ચાંદીના ભાવ આસમાનેથી જમીન પર પટકાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૩૦ જાન્યુઆરી ૨૦૨૬: બુલિયન માર્કેટમાં આજે એક ઐતિહાસિક કડાકો જોવા મળ્યો છે. સોના અને ચાંદીના ભાવ આસમાનેથી જમીન પર પટકાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વૈશ્વિક બજારની અસર અને સ્થાનિક સ્તરે મોટા પ્રોફિટ બુકિંગને કારણે આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને ચાંદીમાં આવેલો કડાકો બજારના નિષ્ણાતોને પણ ચોંકાવી રહ્યો છે.

સોનાના ભાવનું વિશ્લેષણ
સોનાના ભાવમાં ગત બંધ ભાવની સરખામણીએ મોટું ગાબડું જોવા મળ્યું છેઃ
ગઈકાલનો બંધ ભાવ : રૂ.૧,૮૩,૯૬૨.૦૦
આજનો ઓપન ભાવ: રૂ.૧,૮૦,૪૯૯.૦૦
વર્તમાન ટ્રેડિંગ ભાવઃ રૂ.૧,૬૭,૪૦૬
આજનો કુલ ઘટાડોઃ સમાચાર લખવા સુધીમાં સોનામાં અત્યાર સુધીમાં રૂ.૧૬,૫૫૬.૦૦ (-૯%) નો જંગી કડાકો આવ્યો છે. દિવસ દરમિયાન સોનું નીચામાં રૂ.૧,૬૭,૪૦૬ સુધી પણ ગયું હતું. જેના પરથી આજનો કુલ ઘટાડો ૧૬૫૫૬ને સ્પર્શી ચૂક્યો છે.
ચાંદીના ભાવનું વિશ્લેષણ
ચાંદીના ભાવમાં આજે સૌથી ભયાનક ઘટાડો જોવા મળ્યો છેઃ
ગઈકાલનો બંધ ભાવ : રૂ.૩,૯૯,૮૯૩.૦૦
આજનો ઓપન ભાવ : રૂ.૩,૮૩,૮૯૮.૦૦
આજનું તળીયુંઃ રૂ.૩,૩૨,૦૦૨.૦૦

આજનો કુલ કડાકોઃ ચાંદીના ભાવમાં ગત બંધ ભાવથી અત્યાર સુધીમાં કુલ રૂ.૬૭૮૯૧.૦૦ નો ઘટાડો નોંધાયો છે. આ આંકડો ગઈકાલના ક્લોઝિંગ ભાવને આધારિત છે.

બજારના વિશ્લેષકોના મતે, સોનું અને ચાંદી જે રીતે રેકોર્ડ હાઈ પર હતા, ત્યાંથી મોટા રોકાણકારોએ નફો બુક કરવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી અને આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતા આર્થિક સમીકરણોને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં આ સળવળાટ જોવા મળી રહ્યો છે. જોકે કેટલાક નિષ્ણાતો એવો દાવો કરે છે કે અમેરિકામાં ફેડના ચેરમેનનો કાર્યકાળ પૂર્ણ થવા જઇ રહ્યો છે. તેમનાથી ટ્રમ્પ પહેલાથી જ નારાજ હતા. જોકે હવે ટ્રમ્પ જેમને નવા ફેડ ચેરમેન બનાવવા માગે છે તેમની નીતિઓ કડક હોય છે અને તે પોલિસી રેટને હાઈ રાખવામાં માને છે. જો એવું થશે તો તે સોના અને ચાંદીના બજાર માટે સુરક્ષિત નહીં મનાય એટલા માટે જ સોના-ચાંદીના બજારમાં કડાકો દેખાઈ રહ્યો છે.

Related posts

દેશભરના રાશનકાર્ડ ધારકોના હિતમાં કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

Master Admin

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં તોતિંગ વધારો થયો

Master Admin

રાહુલ ગાંધીના PM કોમ્પ્રોમાઇઝ્‌ડ નિવેદન ઉપર સંસદમાં હોબાળો

Master Admin

Leave a Comment

Translate »