Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujaratnational

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં તોતિંગ વધારો થયો

યુદ્ધની આગમાં સળગ્યું ખાદ્યતેલ

સિંગતેલમાં ૨૦ અને પામતેલમાં ૬૦ નો વધારો ઝીંકાયો છે : યુદ્ધના કારણે તેલના ડબ્બાના ભાવ ૨૯૦૦ને પાર

(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ,તા.૯ માર્ચ ૨૦૨૬ — વિશ્વના બે દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેની સીધી અસર હવે ભારતીય બજાર અને ખાસ કરીને ખાદ્યતેલો પર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના મુખ્ય માર્કેટ યાર્ડ ગણાતા રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો ઝીંકવામાં આવ્યો છે. સિંગતેલ, કપાસિયા અને પામતેલના ભાવમાં રાતોરાત થયેલા આ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.

યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલ અને ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ખર્ચમાં વધારો થતા ખાદ્યતેલના ડબ્બાના ભાવ આસમાને પહોંચ્યા છે. રાજકોટ માર્કેટમાં આજે સિંગતેલના ડબ્બા દીઠ રૂપિયા ૨૦નો વધારો નોંધાયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બા દીઠ રૂપિયા ૩૦નો વધારો નોંધાયો છે. આ સાથે પામતેલના ડબ્બોમાં સૌથી વધુ રૂપિયા ૬૦નો વધારો નોંધાયો છે.

ભાવવધારા બાદ હવે બજારમાં તેલના ભાવ નવી સપાટીએ પહોંચ્યા છે. જેમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા ૨૮૬૦ થી ૨૯૧૦, કપાસિયા તેલના ડબ્બાના ભાવ રૂપિયા ૨૩૬૦ થી ૨૩૮૫ અને પામતેલ રૂપિયા ૨૩૦૦ થી ૨૩૬૦ ના દરે વેચાઈ રહ્યો છે.
વેપારીઓના મતે જો યુદ્ધની સ્થિતિ લાંબી ચાલશે, તો આગામી દિવસોમાં હજુ પણ ભાવમાં વધારો થવાની શક્યતા છે. મોંઘવારીના આ મારથી સામાન્ય મધ્યમવર્ગીય પરિવારોમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે.

Related posts

બાંગ્લાદેશમાં રાક્ષસના મુખૌટા પહેરીને હિન્દુ મંદિરમાં કર્યો હુમલો

Master Admin

દેશભરના રાશનકાર્ડ ધારકોના હિતમાં કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

Master Admin

વિદ્યાર્થીએ જ મજાકમાં સ્કૂલને મોકલ્યો ધમકીભર્યો મેસેજ

Master Admin

Leave a Comment

Translate »