Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા કોર્પોરેટરની દારૂના કેસમાં ધરપકડ

વડોદરાના કોર્પોરેટર આશિષ જોશીની ધરપકડ

આશિષ જોશી વડોદરા મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૫ માં ચૂંટાયા હતા : તેમના પર દારૂ મંગાવવાનો આરોપ

(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા, તા.૧૪ મે ૨૦૨૬ — વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નંબર ૧૫ ના કોંગ્રેસના ચૂંટાયેલ કોર્પોરેટર આશિષ જોશીની સંખેડા પોલીસે ધરપકડ કરી છે. કોર્પોરેટર ઇંગ્લિશ દારૂ મંગાવવાના મામલે કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસ મુજબ અંદાજે ૩ લાખ ૯૬ હજાર રૂપિયાનો દારૂ કવાંટ તરફથી મંગાવવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું.
સંખેડા પોલીસને બાતમી મળતા વોચ ગોઠવી આરોપી પ્રમોદ પાંડેને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પ્રમોદ પાંડે અને આશિષ જોશી વચ્ચે મોબાઈલ પર વાતચીત થયાની વિગતો સામે આવી હતી. ત્યાર બાદ સંખેડા પોલીસ વડોદરા પહોંચી હતી અને આશિષ જોશી અમદાવાદ તરફ નાસી રહ્યા હોવાની માહિતી મળતા અમદાવાદમાંથી તેમની અટકાયત કરવામાં આવી છે.

સમગ્ર ઘટનાને લઈને સંખેડા કોંગ્રેસના તાલુકા પ્રમુખ યોગેશભાઈએ આક્ષેપો કર્યા કે, આશિષ જોશી વડોદરાના કોર્પોરેટર છે. તેમને દારૂના કેસમાં સંડોવાયા છે. જ્યારે ભાજપમાં હતા ત્યારે આશિષ જોશી વાહલા લાગતા હતા. હાલ આશિષ જોષીની ધરપકડને લઈને કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા હતા. આ સાથે જ તેઓએ ગુજરાત દારૂની રેલમછેલ થાય છે તેવો આક્ષેપ પણ કર્યા છે.

કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે, વડોદરા કોર્પોરેટર આશિષ જોષી જયારે અમદાવાદ એરપોર્ટ પર જતા હતા ત્યારે તેમની અટકાયત કરાઈ હતી. સંખેડા પોલીસે તેઓ અપરાધી હોય એમ એમને ઉંચકીને લઇ આવ્યા હતા. આ કેસ બનાવટી છે.

તો બીજી તરફ સંખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ જેયુ ગોહિલે માહિતી આપતા જણાવ્યું કે, આ ઘટના ૨૩ માર્ચની છે. અમારી ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે માહિતી મળી હતી કે, ઈકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. જેના આધારે અમે વોચ ગોઠવી હતી.

અમારી ટીમે તપાસ કરતા તેમાથી ૨૯૯ નંગ વિદેશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ગાડીમાંથી અંદાજે ૩ લાખનો દારૂનો જથ્થો પકડાયો હતો. તેની સાથે પ્રમોદ નામના ચાલકની અટકાયત કરાઈ છે. જેણે વડોદરાના આશિષ જોશીનું નામ લીધું હતુ. આશિષ જોશીનો કોલ રેકોર્ડના આધારે અમે જાણ્યું કે, બંને લોકો સંપર્કમાં હતા.

Related posts

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિર ખાતેથી ‘શક્તિદૂત ૨.૦’ યોજનાનો પ્રારંભ કરાવ્યો

Master Admin

ગુજરાતમાં ’SIR’ વિવાદઃ ભાજપ નેતાઓને જેલ-દંડનો ડર, રાતોરાત હજારો ફોર્મ-૭ પાછા લેવા પડ્યા

Master Admin

US ટ્રેડ ડીલના નામે ભારતના ખેડૂતો સાથે દગો : રાહુલ ગાંધી

Master Admin

Leave a Comment

Translate »